Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજસ્થાનના નવા CMની ચર્ચા વચ્ચે વસુંધરા રાજે દિલ્હી પહોંચ્યા, બાબા બાલકનાથે કરી ઓમ માથુર સાથે મુલાકાત

આજે દિલ્હી ખાતે બીજેપીની સંસદીય દળની બેઠક યોજાઈ હતી, જેમાં ત્રણ રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવવા માટે તમામ બીજેપી નેતાઓ દ્વારા પીએમ મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. એવું કહેવાઈ રહ્યું છે કે આજે રાજસ્થાનના નવા...
રાજસ્થાનના નવા cmની ચર્ચા વચ્ચે વસુંધરા રાજે દિલ્હી પહોંચ્યા  બાબા બાલકનાથે કરી ઓમ માથુર સાથે મુલાકાત

આજે દિલ્હી ખાતે બીજેપીની સંસદીય દળની બેઠક યોજાઈ હતી, જેમાં ત્રણ રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવવા માટે તમામ બીજેપી નેતાઓ દ્વારા પીએમ મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. એવું કહેવાઈ રહ્યું છે કે આજે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી અંગે ચર્ચા થઈ શકે છે. વસુંધરા રાજેને ગઈકાલે દિલ્હીનું તેડું આવ્યું હતું અને હાલમાં તેઓ દિલ્હીના લેખવિહાર સ્થિત તેમના નિવાસસ્થાન સિંધિયા વિલા ખાતે હાજર છે. આ સાથે આજે પાર્ટીના કેટલાક દિગ્ગજ નેતાઓ સાથે પણ તેમની મુલાકાત થઈ શકે છે.

Advertisement

જેપી નડ્ડા સાથે થઈ શકે છે મુલાકાત

સૂત્રોનું માનીએ તો વસુંધરા રાજેએ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાતનો સમય માગ્યો છે, આથી તેઓ આજે જેપી નડ્ડા સાથે પણ મુકાલાત કરી શકે છે. જોકે, એરપોર્ટથી બહાર નીકળતી વખતે વસુંધરા રાજે એ દિલ્હીની યાત્રાને પારિવારિક ગણાવી હતી અને કહ્યું હતું કે તેઓ તેની વહુને મળવા આવ્યા છે. જણાવી દઈએ કે, રાજસ્થાનમાં બીજેપીને વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત મળી છે. ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી કોણ હશે તેને લઈને ચર્ચાનો માહોલ છે. વસુંધરા રાજેનું નામ સીએમની રેસમાં સૌથી આગળ જોવા મળી રહ્યું છે. વસુંધરા રાજે પોતાના નિવાસસ્થાને 60થી વધુ નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજીને દિલ્હી પહોંચી ગયા છે. જો કે, વસુંધરા રાજેએ કહ્યું હતું કે, તેઓ પાર્ટીના શિસ્તબદ્ધ કાર્યકર્તા છે અને પાર્ટીની લાઇન બહાર ક્યારે જશે નહીં.

Advertisement

બાબા બાલકનાથ ઓમ માથુરને મળ્યા

બીજી તરફ, રાજ્યસભા સાંસદ રાજેન્દ્ર ગેહલોત ઓમ માથુરને મળવા પહોંચ્યા હતા. જ્યારે આ પહેલા આજે બાબા બાલકનાથ પણ ઓમ માથુરને મળ્યા હતા. આ બેઠક ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, બાબા બાલકનાથને હજુ સુધી સાંસદ પદેથી રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું નથી. રાજસ્થાનમાં સીએમની રેસમાં અન્ય એક નામ જયપુર શાહી પરિવારની રાજકુમારી દિયા કુમારીનું પણ છે. દિયા કુમારી અને બાબા બાલકનાથ બંને લોકસભાના સભ્ય છે પરંતુ પાર્ટીએ તેમને વિધાનસભાની ચૂંટણી લડવા માટે ચૂંટણી મેદાને ઉતાર્યા હતા.

Advertisement

આ પણ વાંચો- TELANGANA: આજે રેવંત રેડ્ડી લેશે CMના શપથ, સમારોહમાં ભાગ લેવા સોનિયા-રાહુલ ગાંધી દિલ્હીથી રવાના થયા

Tags :
Advertisement

.