આજે તેઓ કહે છે કે સરદાર વલ્લભભાઈ પટેલને ભાજપે હાઈજેક કર્યા છે : CR Patil
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનો (CR Patil) કોંગ્રેસને સણસણતો જવાબ
- આ વખતે ગઠબંધન ન કર્યું હોત તો કોંગ્રેસ ટેમ્પો પર આવી ગઈ હોત : CR Patil
- 'આજે 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવે છે'
- મોદી સાહેબે 25 કરોડ લોકોને ગરીબી રેખા નીચેથી બહાર કાઢ્યા : સી.આર. પાટીલે
- આજે કહે છે કે સરદાર વલ્લભભાઈ પટેલને ભાજપે હાઈજેક કર્યા છે : સી.આર. પાટીલે
ગુજરાતનાં અમદાવાદમાં સાબરમતી નદીનાં તટ પર આવેલ સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ પાર્ટીનાં બે દિવસીય રાષ્ટ્રીય મહાઅધિવેશનનો આજે અંતિમ દિવસ હતો. આ મહાઅધિવેશનમાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, શક્તિસિંહ ગોહિલ સહિત દેશભરમાંથી પક્ષના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી. દરમિયાન, રાહુલ ગાંધી સહિત મોટા ભાગનાં નેતાઓએ કેન્દ્ર અને ગુજરાતમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) પર ગંભીર આરોપો સાથે પ્રહાર કર્યા હતા. ત્યારે હવે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (CR Patil) કોંગ્રેસનાં નેતાઓને સણસણતો જવાબ આપ્યો છે.
આ વખતે ગઠબંધન ન કર્યું હોત તો કોંગ્રેસ ટેમ્પો પર આવી ગઈ હોત : CR Patil
એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે (CR Patil) કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, લોકો સાથેનાં સીધા સંપર્ક અને સેતુંના કારણે ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્ય અને દેશમાં ચૂંટણીઓ જીતતી આવી છે. આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું વાતાવરણ છે, જે મેળવવું અને તેને જાળવી રાખવું એ અતિ મહત્ત્વનું છે. તેમણે કહ્યું કે, કેન્દ્રમાં મોદી સાહેબની (PM Narendra Modi) ત્રીજી ટર્મ છે, ત્યારે હાલ દૂર-દૂર સુધી કોઈ અન્ય પાર્ટી નજીકમાં આવશે તેવા કોઈ સંકેત દેખાતા નથી. કોંગ્રેસ પાર્ટીને બસ પર લાવી દીધા હતા અને જો આ વખતે ગઠબંધન ન કર્યું હોત તો કોંગ્રેસ ટેમ્પો પર આવી ગઈ હોત.
'આજે 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવે છે'
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે (CR Patil) આગળ કહ્યું કે, મોદી સાહેબ લોકોની શું જરૂરિયાત હોય છે તે સમજે છે. કોઈ એક એવું સેક્ટર નથી, જેમાં પીએમ મોદીની યોજના ન આવી હોય. કોંગ્રેસનાં સમયમાં એક નેતા મળ્યા હતા, જેમને કહ્યું હતું કે દેશમાં યુદ્ધની સ્થિતિ છે એક સમયનું જમવાનું છોડી દો. પરંતુ, કોરોના (CORONA) સમયે પીએમ મોદીએ (PM Narendra Modi) કહ્યું કે દેશનો એક પણ વ્યક્તિ ભૂખો ન સૂવો જોઈએ. માત્ર કહ્યું નહીં પણ પીએમ મોદીએ કરી પણ બતાવ્યું. જ્યાં, આજે 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવે છે.
આ પણ વાંચો - ડોલરીયો ડાયરો...જામનગરમાં રાજભા ગઢવીને ડોલરનો હાર પહેરાવાયો
મોદી સાહેબે 25 કરોડ લોકોને ગરીબી રેખા નીચેથી બહાર કાઢ્યા : સી.આર. પાટીલે
સી.આર. પાટીલે કહ્યું કે, ઇન્દિરા ગાંધીએ (Indira Gandhi) કહ્યું હતું કે ગરીબી હટાવો. મોદી સાહેબે 25 કરોડ લોકોને ગરીબી રેખા નીચેથી બહાર કાઢ્યા છે. આ રિપોર્ટ મોદી સાહેબનો નથી પરંતુ, WHO નો રિપોર્ટ છે. જે વેરિફાઈ રિપોર્ટ છે પરંતુ, તેમ છતાં કોંગ્રેસને પેટમાં દુ:ખે છે. કોંગ્રેસની નફ્ફટાઈની હદ છે. તેમણે આગળ કહ્યું કે, કોંગ્રેસે (Congress) 70 વર્ષ સુધી દેશમાં શાસન કર્યું છતાં આજે 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપવાની જરૂરિયાત ઊભી છે. કોંગ્રેસનાં સવાલ પર વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો હતો કે 80 કરોડમાંથી 25 કરોડ લોકો બહાર આવ્યા છે અને આ 25 કરોડ લોકો વધુ મજબૂત થાય ત્યાં સુધી અનાજ આપીશું.
આ પણ વાંચો - પિતા કોંગ્રેસી, 1 પુત્ર SPમાં અને 2જો પુત્ર BJPમાં તો પિતા શહેર પ્રમુખ બની શકે ? Alok Mishraનો ધારદાર સવાલ
કોંગ્રેસ કહે છે કે સરદાર વલ્લભભાઈ પટેલને ભાજપે હાઈજેક કર્યા છે : સી.આર. પાટીલે
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે (CR Patil) આગળ કહ્યું કે, પીએમ મોદીએ પહેલી વખત ખેડૂત માટે સીધી યોજના બનાવી. મોદી સાહેબે કહ્યું કે જગતનો તાત લાચાર ન હોય, આથી ખેડૂતનાં ખાતામાં સીધા રૂપિયા જમા થાય તેવી યોજના લાવ્યા. 70 થી 80 યોજનાઓ એવી છે કે જે અંગેનો વિચાર પીએમ મોદી જ કરી શકે. આ યોજનાઓનાં કારણે દેશનો ખેડૂત અને લોકો તેમનું સન્માન કરે છે. સી.આર. પાટીલે આગળ કહ્યું કે, કોઈ નેતાની તાકાત નહોતી કે કોઈ કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલના ફોટો મૂકી શકે, આ માટે ગાંધી કુટુંબે ખૂબ જ પ્રયત્ન કર્યા છે અને આજે કહે છે કે સરદાર વલ્લભભાઈ પટેલને ભાજપે હાઈજેક કર્યા છે. પરંતુ, અગાઉના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) દુનિયાની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવી છે. સી.આર. પાટીલે હુંકાર કરતા કહ્યું કે, મારે કોંગ્રેસને પૂછવું છે કે દેશનો કે ગુજરાતનો તેમનો કયો નેતા આજદિન સુધી સરદાર વલ્લભભાઈ પટેલની (Sardar Vallabhbhai Patel) પ્રતિમાનાં દર્શને ગયો હોય અને પુષ્પાંજલિ આપી હોય એવો એક માયનો લાલ બતાવો ?
આ પણ વાંચો - Gandhinagar : રાજયના 16 જેટલા IAS અધિકારીઓની બદલી કરાઈ, જાણો લિસ્ટ