Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે નોંધાવી આ અનોખી સિદ્ધિ , પ્રવાસીઓની સલામતી માટેની પ્રતિબદ્ધતાનો પૂરાવો

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ એરપોર્ટે લોસ્ટ ટાઇમ ઇન્જરીઝ વિના સતત 50 લાખ માનવ કલાકો સુધી ઝડપી અને સલામતીપૂર્વક કામકાજ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. સલામતી પ્રત્યેના સમર્પણનો પૂરાવો આ નોંધપાત્ર...
સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે નોંધાવી આ અનોખી સિદ્ધિ   પ્રવાસીઓની સલામતી માટેની પ્રતિબદ્ધતાનો પૂરાવો

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ એરપોર્ટે લોસ્ટ ટાઇમ ઇન્જરીઝ વિના સતત 50 લાખ માનવ કલાકો સુધી ઝડપી અને સલામતીપૂર્વક કામકાજ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે.

Advertisement

સલામતી પ્રત્યેના સમર્પણનો પૂરાવો

Advertisement

આ નોંધપાત્ર સિદ્ધિ એરપોર્ટની સલામતી પ્રત્યેના સમર્પણનો પૂરાવો છે. સેફ્ટી પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરતા એરપોર્ટ પર નિયમિત ઓડિટ અને કર્મચારીઓ માટે તાલીમ સત્રો યોજવામાં આવે છે, જે કાર્યસ્થળ પર અકસ્માતો અને ઇજાઓના જોખમને ઘટાડવામાં અસરકારક સાબિત થયા છે.

છેલ્લા બે મહિનામાં નવીનીકરણના વિવિધ કાર્યોમાં સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટે મુસાફરો અને કર્મચારીઓની સલામતી માટે પ્રતિબદ્ધતા જાળવી રાખી છે.

Advertisement

મહત્વપૂર્ણ માળખાકીય અપગ્રેડેશન કાર્યો પૂર્ણ

નવીનીકરણ દરમ્યાન અમદાવાદ એરપોર્ટ પર ઘણા મહત્વપૂર્ણ માળખાકીય અપગ્રેડેશન કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં રેકોર્ડ સમયમાં સમગ્ર રનવેનું રિકાર્પેટીંગ, સ્થાનિક ટર્મિનલમાં સુરક્ષા તપાસ વિસ્તારનું વિસ્તરણ , આંતરરાષ્ટ્રીય કાર્ગો ટર્મિનલમાં ટર્મિનલ-3નું નવીનીકરણ , તમામ નવા પાર્કિંગ સાથે નવી ડ્રોપ ઓફ , અને પિક અપ લેનનું નિર્માણ , એપ આધારિત ટેક્સી પિકઅપ ઝોન અને મુસાફરોના પરિજનો માટે ડ્રોપ ઓફ અને પિક અપ માટેના કેનોપી કવર્ડ વિસ્તારનો સમાવેશ થાય છે.

230થી વધુ ફ્લાઇટ્સ, વાર્ષિક 10 મિલિયનથી વધુ મુસાફરો

હાલ 39 સ્થાનિક અને 19 આંતરાષ્ટ્રીય સ્થળોને જોડતી 230થી વધુ ફ્લાઇટ્સ સાથે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ વાર્ષિક 10 મિલિયનથી વધુ મુસાફરોને સેવા પુરી પાડે છે. આરામદાયક મુસાફરી સાથે પ્રવાસીઓની સલામતીને સુનિશ્ચિત કરવા સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.

Tags :
Advertisement

.