Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સોનિયા ગાંધીએ પણ કહ્યું, મોતીલાલ વોરા નાણાંકીય બાબતો સંભાળતા હતા

નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી (Sonia Gandhi) ની 3 દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી. EDના સુત્રોએ કહ્યું કે પૂછપરછમાં સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીએ આપેલા જવાબોની જેવા જ જવાબો અધિકારીઓને આપ્યા હતા. રાહુલ ગાંધી (Rahul Gandhi) ની જેમ સોનિયા ગાંધીએ પણ ઇડીના અધિકારીઓને કહ્યું કે નાણાંકીય બાબતો મોતીવાલ વોરા સંભાળતા હતા. ઉલ્લેખનિય છે કે મોતીલાલ વોરાનું 2020માં નિધન થàª
સોનિયા ગાંધીએ પણ કહ્યું  મોતીલાલ વોરા નાણાંકીય બાબતો સંભાળતા હતા
નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી (Sonia Gandhi) ની 3 દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી. EDના સુત્રોએ કહ્યું કે પૂછપરછમાં સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીએ આપેલા જવાબોની જેવા જ જવાબો અધિકારીઓને આપ્યા હતા. રાહુલ ગાંધી (Rahul Gandhi) ની જેમ સોનિયા ગાંધીએ પણ ઇડીના અધિકારીઓને કહ્યું કે નાણાંકીય બાબતો મોતીવાલ વોરા સંભાળતા હતા. ઉલ્લેખનિય છે કે મોતીલાલ વોરાનું 2020માં નિધન થયુ છે. મોતીલાલ વોરા લાંબા સમય સુધી કોંગ્રેસના કોષાધ્યક્ષ હતા. 
તપાસ એજન્સીએ સોનિયા ગાંધીને એસોસિએટેડ જર્નલ લિમીટેડ અને યંગ ઇન્ડીયન પ્રાઇવેટ લિમીટેડથી જોડાયેલી નાણાંકીય લેવડ દેવડ અંગે પ્રશ્નો પુછ્યા હતા. તેના જવાબમાં સોનિયાએ રાહુલની જેમ જ જણાવ્યું કે નાણાંકીય તમામ બાબતો મોતીલાલ વોરા સંભાળતા હતા. EDના અધિકારીઓએ જ્યારે રાહુલ ગાંધીને નાણાંકીય બાબતો અંગે સવાલ કર્યો ત્યારે તેમણે પણ અધિકારીઓને કહ્યું કે તમામ લેવડ દેવડ મોતીલાલ વોરાએ જ કરી હતી. રાહુલ અને સોનિયા ગાંધી ઉપરાંત મલ્લીકાર્જુન ખડગે અને પવનકુમાર બંસલે પણ EDને આ જ જવાબ આપ્યા હતા. 
તપાસ એજન્સીએ રાહુલ ગાંધી સાથે જૂનમાં પૂછપરછ કરી હતી. રાહુલે EDને જણાવ્યું કે યંગ ઇન્ડીયન ગેરલાભકારી કંપની છે જેથી કંપની અધિનીયમના વિશેષ પ્રાવધાન હેઠળ તેને શરુ કરાઇ હતી. સુત્રોએ કહ્યું કે કોંગ્રેસના નેતાએ કહ્યું કે તેમાંથી એક પણ પૈસો ઉપાડવામાં આવ્યો ન હતો. 
સોનિયા ગાંધી સાથે EDએ ત્રણ દિવસ પૂછપરછ કરીહતી. EDએ રાહુલ અને સોનિયા ગાંધીને યંગ ઇન્ડીયન પ્રાઇવેટ લિમીટેડમાં આર્થિક અનિયમીતતાના આરોપો અંગે પ્રશ્નો પુછ્યા હતા. તેનો પ્રચાર પ્રસાર કોંગ્રેસ દ્વારા કરાતો હતો. નેશનલ હેરાલ્ડ પણ આ જ કંપનીનું હતું. અખબારને એસોસિએટેડ જર્નલ લિમીટેડ દ્વારા પ્રકાશીત કરાતુ હતું. 
Advertisement
Tags :
Advertisement

.