Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લૉ ગાર્ડન ખાતે વેપારીઓએ અને GPBOના ઉદ્યોગ સાહસિકોએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Elections 2024) અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ચૂંટણી તંત્ર (Electoral system) અને શિક્ષણાધિકારી (Education Officer) ની કચેરી દ્વારા મતદાન જાગૃતિ (voting awareness) અને અચૂક મતદાનના પ્રચાર માટે અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. મતદાન જાગૃતિ (voting awareness)...
06:45 PM Apr 10, 2024 IST | Hardik Shah
Law Garden, entrepreneurs of GPBO

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Elections 2024) અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ચૂંટણી તંત્ર (Electoral system) અને શિક્ષણાધિકારી (Education Officer) ની કચેરી દ્વારા મતદાન જાગૃતિ (voting awareness) અને અચૂક મતદાનના પ્રચાર માટે અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. મતદાન જાગૃતિ (voting awareness) કાર્યક્રમના ભાગરૂપે શહેરના બગીચાઓમાં સવારે ચાલવા આવતા, કસરત અને યોગ કરતા વિવિધ ગ્રુપમાં મતદાન જાગૃતિ ફેલાવવામાં આવે છે તેમજ નાગરિકોને અચૂક મતદાન કરવા માટે પ્રેરવામાં આવે છે.

આવા જ એક કાર્યક્રમ અંતર્ગત શહેરના લો ગાર્ડન ખાતે લૉ ગાર્ડન વેપારી ગ્રુપને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વતી ડૉ. એમ. આર કુરેશી મદદનીશ નોડલ ઓફિસર દ્વારા મતદાન જાગૃત્તિ અંગે માહિતી પૂરી પાડીને અચૂક મતદાનના શપથ લેવડાવવામાં આવ્યા હતા. વેપારીઓએ શપથ ગ્રહણ કરીને ફરજિયાત મતદાન કરશે તથા અન્યોને પણ કરાવશે તેવી ખાતરી આપી હતી.

GPBO ના ઉદ્યોગ સાહસિકોએ લીધા અચૂક મતદાનના શપથ

સરદારધામ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો. વધુમાં વધુ લોકો મતદાન પર્વમાં સહભાગી થાય તે દિશામાં અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત થયું.

Law Garden, entrepreneurs of GPBO

અમદાવાદ શહેરના સરદારધામ ખાતે 'મતદાન જાગૃતિ' અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં GPBO (ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન)ના ઉદ્યોગસાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમને મતદાન પર્વના મહત્ત્વ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર ઉપસ્થિત સૌ લોકોને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. વધુમાં સૌ લોકોને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

અહેવાલ - સંજય જોશી

આ પણ વાંચો - મધુ શ્રીવાસ્તવનો કોંગ્રેસ વિરુદ્ધ બફાટ, જુઓ Video

આ પણ વાંચો - AHMEDABAD : અમદાવાદ વાસીઓ થઈ જાઓ સાવધાન! શહેરમાં આ વાયરસ કરી રહ્યો છે પગપેસારો

Tags :
AhmedabadAhmedabad NewsElectoral systemEntrepreneursentrepreneurs of GPBOGPBOGujaratGujarat FirstGujarat NewsGujarati NewsLaw GardenLok Sabha Election 2024Lok Sabha ElectionsLok Sabha elections 2024Lok-Sabha-electionoathtradersTraders of GPBOVoting
Next Article