Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લૉ ગાર્ડન ખાતે વેપારીઓએ અને GPBOના ઉદ્યોગ સાહસિકોએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Elections 2024) અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ચૂંટણી તંત્ર (Electoral system) અને શિક્ષણાધિકારી (Education Officer) ની કચેરી દ્વારા મતદાન જાગૃતિ (voting awareness) અને અચૂક મતદાનના પ્રચાર માટે અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. મતદાન જાગૃતિ (voting awareness)...
લૉ ગાર્ડન ખાતે વેપારીઓએ અને gpboના ઉદ્યોગ સાહસિકોએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Elections 2024) અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ચૂંટણી તંત્ર (Electoral system) અને શિક્ષણાધિકારી (Education Officer) ની કચેરી દ્વારા મતદાન જાગૃતિ (voting awareness) અને અચૂક મતદાનના પ્રચાર માટે અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. મતદાન જાગૃતિ (voting awareness) કાર્યક્રમના ભાગરૂપે શહેરના બગીચાઓમાં સવારે ચાલવા આવતા, કસરત અને યોગ કરતા વિવિધ ગ્રુપમાં મતદાન જાગૃતિ ફેલાવવામાં આવે છે તેમજ નાગરિકોને અચૂક મતદાન કરવા માટે પ્રેરવામાં આવે છે.

Advertisement

આવા જ એક કાર્યક્રમ અંતર્ગત શહેરના લો ગાર્ડન ખાતે લૉ ગાર્ડન વેપારી ગ્રુપને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વતી ડૉ. એમ. આર કુરેશી મદદનીશ નોડલ ઓફિસર દ્વારા મતદાન જાગૃત્તિ અંગે માહિતી પૂરી પાડીને અચૂક મતદાનના શપથ લેવડાવવામાં આવ્યા હતા. વેપારીઓએ શપથ ગ્રહણ કરીને ફરજિયાત મતદાન કરશે તથા અન્યોને પણ કરાવશે તેવી ખાતરી આપી હતી.

GPBO ના ઉદ્યોગ સાહસિકોએ લીધા અચૂક મતદાનના શપથ

સરદારધામ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો. વધુમાં વધુ લોકો મતદાન પર્વમાં સહભાગી થાય તે દિશામાં અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત થયું.

Advertisement

Law Garden entrepreneurs of GPBO

Law Garden, entrepreneurs of GPBO

અમદાવાદ શહેરના સરદારધામ ખાતે 'મતદાન જાગૃતિ' અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં GPBO (ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન)ના ઉદ્યોગસાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમને મતદાન પર્વના મહત્ત્વ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર ઉપસ્થિત સૌ લોકોને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. વધુમાં સૌ લોકોને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

Advertisement

  • આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ઉદ્યોગસાહસિકોએ દેશહિતમાં અચૂક મતદાનના અને પોતાની કંપનીના સ્ટાફ, મિત્રો અને પરિવારજનોને પણ મતદાન કરાવવાનો સંકલ્પ લીધો હતો.
  • આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રો જેવા કે, IT, CA, કન્સ્ટ્રકશન, ટુરિઝમ, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, એજ્યુકેશન, ઇવેન્ટ અને ફૂડ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા બિઝનેસમેન અને ઉદ્યોગસાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.
  • આગામી સમયમાં GPBO (ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન) દ્વારા અનેક લોકો સુધી 'મતદાન જાગૃતિ'નો સંદેશો પહોંચાડી મહત્તમ મતદાન થાય તે દિશામાં પ્રયાસ કરવામાં આવશે.
  • આ પ્રસંગે GPBOના વિરાજ પટેલ, કલ્પેશ વઘાસિયા, બ્રિજેશ પટેલ, સંજય પટેલ, મિતેષ દઢાણીયા, ભાવિક હિંગરાજિયા અને સ્વીપ એક્ટિવિટીના નોડલ ઓફિસર યોગેશ પારેખ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ - સંજય જોશી

આ પણ વાંચો - મધુ શ્રીવાસ્તવનો કોંગ્રેસ વિરુદ્ધ બફાટ, જુઓ Video

આ પણ વાંચો - AHMEDABAD : અમદાવાદ વાસીઓ થઈ જાઓ સાવધાન! શહેરમાં આ વાયરસ કરી રહ્યો છે પગપેસારો

Tags :
Advertisement

.