Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કૂતરો હવે જંગલનો નવો રાજા! જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો

સિંહોની સત્તા પર કૂતરાનો અત્યાચાર! કૂતરાએ સિંહોને પીછેહઠ કરાવ્યું: વીડિયો વાયરલ! વીડિયોમાં એક કૂતરુ બે સિંહોને ભસી ભગાડતો જોવા મળ્યો Dog attack two Lions : આપણને નાનપણથી કહેવામાં આવે છે કે, સિંહ જંગલનો રાજા છે. તેની ગર્જના સાંભળીને આખા...
કૂતરો હવે જંગલનો નવો રાજા  જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો
  • સિંહોની સત્તા પર કૂતરાનો અત્યાચાર!
  • કૂતરાએ સિંહોને પીછેહઠ કરાવ્યું: વીડિયો વાયરલ!
  • વીડિયોમાં એક કૂતરુ બે સિંહોને ભસી ભગાડતો જોવા મળ્યો

Dog attack two Lions : આપણને નાનપણથી કહેવામાં આવે છે કે, સિંહ જંગલનો રાજા છે. તેની ગર્જના સાંભળીને આખા જંગલના પ્રાણીઓ ડરી જતા હોય છે. પરંતુ આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો વાયરલ (Video Viral) થયો છે જે જોઇને આ રાજાની છબી તમારા નજરમાં સંપૂર્ણ રીતે બદલાઈ જશે. આ વીડિયો એ જંગલના સિંહોની એક અનોખી સ્થિતિને દર્શાવે છે, જ્યાં એક નાના કૂતરા (Dog) એ બે સિંહોને ધમકાવી અને તેમને પીછેહઠ કરવાની સ્થિતિમાં લાવ્યા છે.

Advertisement

કૂતરાથી ડરી ગયા જંગલના રાજા

વીડિયોમાં જોઈ શકાય છે કે બે સિંહ (Two Lions) ખેતરમાં આરામ કરી રહ્યાં છે જ્યારે એક કૂતરો (Dog) તેમની નજીક આવે છે. કૂતરો જોઈને સિંહો પહેલા તો ઉભા થઇ જાય છે અને તેના ઉપર હુમલો કરશે તેવું લાગે છે, પરંતુ તે પછીનું દ્રશ્ય તમને ચોંકાવી દેશે.આ કૂતરો બે સિંહોની સામે ડરવાની જગ્યાએ તેમના પર હુમલો કરતો જોવા મળે છે. કૂતરા (Dog) ને તેમના પર હુમલો કરતા જોઈ સિંહો બે ડગલાં પાછળ હટી જાય છે. પછી આ કૂતરો વારંવાર ભસીને સિંહો પર હુમલો કરવાનું ચાલુ રાખે છે. જે બાદ સિંહો એક જગ્યાએ સ્થિર રહે છે. કૂતરો થોડીવાર ભસે છે અને પછી પાછો જવાનું શરૂ કરે છે. પરંતુ સિંહોનું હૃદય હજી ભરાયું ન હતું. તેઓ તે કૂતરાને અનુસરવાનું શરૂ કરે છે. જેના પર કૂતરો ફરી વળે છે અને તેમના પર હુમલો કરે છે અને તેમના પર ભસવા લાગે છે. હદ તો ત્યારે થઈ જાય છે જ્યારે કૂતરો બેમાંથી એક સિંહ પર હુમલો કરે છે અને તેને કરડવા દોડે છે. ડરી ગયેલો સિંહ પીછેહઠ કરે છે અને કૂતરાથી પોતાને બચાવવાનો પ્રયાસ કરે છે. વીડિયોના અંતે, કૂતરો પાછો જાય છે અને સિંહો ચૂપચાપ ઊભા રહે છે અને કૂતરાને જુએ છે.

Advertisement

Users ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @the.laugh.villa પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને તે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ તાજા ક્લિપને લાખો લોકો જોઈ ચૂક્યા છે અને આ વાીડિયોને લગભગ 80 હજાર લાઈક મળ્યા છે. વીડિયોને લઈને અનેક લોકો હાસ્યપૂર્ણ કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, "જંગલનો નવો રાજા અપડેટ થયો છે". બીજાએ લખ્યું, "આમારી ગલીમાં કૂતરો પણ સિંહ હોય છે, આજે હું આ જોઈ રહ્યો છું". ત્રીજાએ લખ્યું, "લાગતું નથી કે સિંહોના પેટ ભરાઈ ગયા છે". ચોથા યૂઝરે લખ્યું, "કુતરાએ સંદિપ મહેશ્વરીનો પ્રેરક વીડિયો જોઈને આવી ગયો છે". બીજાઓએ પણ ખાસ લખ્યું કે "સિંહો કૂતરાની મોંઢામાં ફિટ નથી થતા".

આ પણ વાંચો: Vande Bharat Sleeper Coach માં વિમાન જેવી સુવિધા, જુઓ પ્રથમ ઝલક

Advertisement

Tags :
Advertisement

.