દાંત અને કાંસકાથી મ્યુઝિક વગાડતાં, અક્ષય કુમારે બનાવ્યો ફની વીડિયો
અભિનેતા અક્ષય કુમારે રવિવારે વર્લ્ડ લાફ્ટર ડેની ઉજવણી કરી હતી. તેણે બેન ઇ કિંગના ગીત 'સ્ટેન્ડ બાય મી'ને ટ્વિસ્ટ આપ્યો. ઈન્સ્ટાગ્રામ પર એક ફની વીડિયો શેર કરીને અક્ષય કુમારે ફેન્સને તેની ફની સ્ટાઇલ બતાવી. આ વીડિયો પર 'આઉચ' લખેલું છે. વિડીયોમાં અક્ષય કુમાર બ્લેક ટી-શર્ટ અને ઉપરથી બ્લેક એન્ડ વ્હાઇટ શર્ટમાં જોવા મળે છે .અને તે પોતાના દાંત ઘસતો જોવા મળે છે. ગીતમાં જે અવાજ છે, તે અક્ષય પોતાàª
Advertisement
અભિનેતા અક્ષય કુમારે રવિવારે વર્લ્ડ લાફ્ટર ડેની ઉજવણી કરી હતી. તેણે બેન ઇ કિંગના ગીત 'સ્ટેન્ડ બાય મી'ને ટ્વિસ્ટ આપ્યો. ઈન્સ્ટાગ્રામ પર એક ફની વીડિયો શેર કરીને અક્ષય કુમારે ફેન્સને તેની ફની સ્ટાઇલ બતાવી. આ વીડિયો પર 'આઉચ' લખેલું છે. વિડીયોમાં અક્ષય કુમાર બ્લેક ટી-શર્ટ અને ઉપરથી બ્લેક એન્ડ વ્હાઇટ શર્ટમાં જોવા મળે છે .અને તે પોતાના દાંત ઘસતો જોવા મળે છે. ગીતમાં જે અવાજ છે, તે અક્ષય પોતાના દાંત અને કાંસકાની મદદથી કાઢી રહ્યો છે. આ સાથે તે ગીત પણ ગાઇ રહ્યો છે.
અક્ષયનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે
જેમ જેમ વિડિયો પૂરો થાય છે, અક્ષય કુમાર પોતાનું મોં ઢાંકે છે અને હસે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અક્ષય કુમાર બ્લેક ટી-શર્ટ અને ઉપરથી બ્લેક એન્ડ વ્હાઈટ શર્ટમાં જોવા મળી રહ્યો છે. તે કોઈ રૂમમાં બેઠો છે
વીડિયો શેર કરતા અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું, "ખુશીની ચાવી: પોતાની જાત પર હસવું અને આ નોટ પર, હું આ તમારા બધા સાથે શેર કરી રહ્યો છું કારણ કે મને કંટાળો આવતો હતો અને મને કરવાનું કંઈ નહોતું, તેથી મેં આ વિડિયો બનાવ્યો છે. મને આશા છે કે આ વિડિયો તમને હસાવશે. તમે પણ હસો. આપ સૌને વિશ્વ હાસ્ય દિવસની શુભકામનાઓ."
અક્ષય કુમારના આ વીડિયો પર ઘણા સેલેબ્સે કોમેન્ટ કરી અને ફની રિએક્શન આપ્યા. હુમા કુરેશીએ ઘણાં હસતા ઇમોજીસ બનાવ્યા. અક્ષય કુમારનો આ વીડિયો જોઈને ટાઈગર શ્રોફ પણ હસવાનું રોકી શક્યો નહીં. અક્ષય કુમાર અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના ઘણા ફની વીડિયો પોસ્ટ કરતો જોવા મળે છે. લાગે છે તે ચાહકોનું મનોરંજન કેવી રીતે કરવું તે સારી રીતે જાણે છે.