Kidnapper નીકળ્યો બાળકનો પિતા, જુઓ પિતા-બાળકનો ભાવૂક વીડિયો
આરોપી હેડ કોન્સ્ટેબલ તરીકે સસ્પેન્ડ કરવામાં આવેલો
આરોપી બાળક માટે નવા કપડાં અને રમકડા પણ લાવ્યો
Tanuj Chahar પોતાના બાળકનું અપહરણ કરવાનો નિર્ણય કર્યો
Rajasthan Jaipur Crime : રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી એક ભાવૂક કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે (Jaipur Kid Kidnapping Viral Video). આ મામલો અપહરણ કેસ સાથે જોડાયેલો છે. આ કેસમાં 14 મહિના પહેલા એક બાળકનું અપહરણ થયું હતું. આખરે, જ્યારે પોલીસને આરોપી Tanuj Chahar મળી ગયો અને પરિવારના સભ્યો તેમના બાળકને લેવા આવ્યા હતાં. ત્યારે કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા હતાં. માતા-પિતાની સામે બાળકે અપહરણકર્તાને બાથ ભરીને રડવા લાગ્યો હતો. તે તેના માતાપિતા પાસે જવા માંગતો ન હતો. આ જોઈને આરોપી પણ ભાવુક થઈ ગયો.
આરોપી હેડ કોન્સ્ટેબલ તરીકે સસ્પેન્ડ કરવામાં આવેલો
એક અહેવાલ અનુસાર, આ ઘટના જયપુરના સાંગાનેર સદર વિસ્તારમાં બની હતી. 14 જૂન 2023 ના રોજ પોલીસને પૃથ્વી ઉર્ફે કુક્કુ નામના બાળકના અપહરણની માહિતી મળી હતી. તે સમયે બાળકની ઉંમર માત્ર 11 મહિના હતી. આરોપીની ઓળખ Tanuj Chahar તરીકે થઈ છે. તે યુપી પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતો જેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જયપુર દક્ષિણ પોલીસના ડેપ્યુટી કમિશનર દિગંત આનંદે જણાવ્યું હતું કે Tanuj Chahar તેના ચાર-પાંચ સહયોગીઓ સાથે મળીને બાળકનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું.
આ પણ વાંચો: PM Modi એ મહારાષ્ટ્રના નિવાસીઓની માથું નમાવીને માફી માંગી
આરોપી બાળક માટે નવા કપડાં અને રમકડા પણ લાવ્યો
પોલીસે બાળકને શોધવા ખાસ તપાસ શરું કરી હતી. તો આશરે 14 મહિના પછી 27 ઓગસ્ટના રોજ પોલીસે અલીગઢથી આરોપીની ધરપકડ કરી અને તેને જયપુર લાવવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી Tanuj Chahar એ 14 મહિનાની જેલવાસ દરમિયાન બાળકને કોઈ ઈજા પહોંચાડી નથી. આરોપી Tanuj Chahar બાળક માટે નવા કપડાં અને રમકડા પણ લાવ્યો હતો. આરોપીનો દાવો છે કે પૃથ્વી તેનું બાળક છે. બાળકનું અપહરણ કર્યા બાદ તે તેની માતાને તેની વાત માનવા માટે ફોન કરતો હતો. આરોપી Tanuj Chahar બાળકની માતાને પોતાની પાસે રાખવા માંગતો હતો. પોલીસને બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની પણ શંકા છે.
Tanuj Chahar પોતાના બાળકનું અપહરણ કરવાનો નિર્ણય કર્યો
આરોપી Tanuj Chahar ના જણાવ્યા અનુસાર બાળકની માતા સાથે તેના 2021 માં લગ્ન થયા હતાં. આરોપી પૂનમ અને પૂનમ બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. બંનેએ પોતાના પરિવારજનોને જાણ કર્યા વગર લગ્ન કર્યા હતાં. ત્યારે લગ્ન બાદ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ અચાનક મહિલા બાળકને લઈને 14 જૂન 2023 ના રોજ જયપુર ગઈ હતી. ત્યારે આરોપી Tanuj Chahar અને પૂનમ વચ્ચે મતભેદો શરું થઈ ગયા હતાં. તે બાદ Tanuj Chahar પોતાના બાળકનું અપહરણ કરવાનો નિર્ણય કર્યો હતો. તો અંતે જ્યારે પોલીસ સ્ટેશનમાં બાળક આરોપી Tanuj Chahar ને પકડીને રડવા લાગ્યો હતો. ત્યારે પોલીસે બળજબરીપૂર્વક પૂનમને સોંપી દીધો હતો.
આ પણ વાંચો: Jharkhand politics:આખરે ઝારખંડના પૂર્વ CM ચંપાઇ સોરેન ભાજપમાં જોડાયા