Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજસ્થાન પોલીસનો નકલી કોન્સ્ટેબલ ચાંદખેડાની હોટલમાં દારૂ લઈને આવ્યો, જાણો અસલી પોલીસે કેવી રીતે ઝડપયો

દારૂની હેરાફેરી માટે બુટલેગરો અનેક નુસખા અજમાવતા હોવાનું અનેક વાર સામે આવ્યું છે. ત્યારે અમદાવાદના ચાંદખેડા પોલીસે એવા એક બુટલેગરને ઝડપી પાડ્યો છે જે પોતે રાજસ્થાન પોલીસના યુનિફોર્મમાં અમદાવાદમાં દારૂની ડિલિવરી માટે આવ્યો હતો. જોકે પોલીસે આરોપી પાસેથી 28 બોટલ દારૂ પણ કબજે કર્યો છે. - હોટલમાં જતા પહેલા જ પકડાયો નકલી પોલીસઅમદાવાદના ચાંદખેડા પોલીસને બાતમી મળી હતી કે એક ઇસમ પોલીàª
રાજસ્થાન પોલીસનો નકલી કોન્સ્ટેબલ ચાંદખેડાની હોટલમાં દારૂ લઈને આવ્યો   જાણો અસલી પોલીસે કેવી રીતે ઝડપયો
દારૂની હેરાફેરી માટે બુટલેગરો અનેક નુસખા અજમાવતા હોવાનું અનેક વાર સામે આવ્યું છે. ત્યારે અમદાવાદના ચાંદખેડા પોલીસે એવા એક બુટલેગરને ઝડપી પાડ્યો છે જે પોતે રાજસ્થાન પોલીસના યુનિફોર્મમાં અમદાવાદમાં દારૂની ડિલિવરી માટે આવ્યો હતો. જોકે પોલીસે આરોપી પાસેથી 28 બોટલ દારૂ પણ કબજે કર્યો છે. 
- હોટલમાં જતા પહેલા જ પકડાયો નકલી પોલીસ
અમદાવાદના ચાંદખેડા પોલીસને બાતમી મળી હતી કે એક ઇસમ પોલીસ યુનિફોર્મમાં દારૂનો જથ્થો લઈ ચાંદખેડા ચાર રસ્તા પર આવેલી અંજલી પેલેસ નામની હોટલમાં રોકાવા આવી રહ્યો છે. જેને પગલે પોલીસે વોચ ગોઠવી ચાંદખેડા બસ સ્ટેન્ડ નજીકથી જ મંગલસિંહ રાવત નામના શખ્સને ઝડપી લીધો હતો. તેની પાસેના સામાનની તપાસ કરતા આરોપી મંગલસિંહ પાસેથી વિદેશી દારૂની 28 જેટલી બોટલ મળી આવી અને પોલીસ યુનિફોર્મ પણ મળી આવ્યો હતો.
-રાજસ્થાનથી દારૂ અમદાવાદ લાવતો
પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા તે રાજસ્થાનથી આ દારૂ લાવ્યો હોવાનું અને અમદાવાદમાં ડિલિવરી કરવા આવ્યો હોવાનું કબુલ્યું હતું. ચાંદખેડા પોલીસે આ મામલે આરોપી સામે પ્રોહીબિશન અને રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપવાના એવા  બે  ગુના નોંધી આરોપી મંગલસિંહ રાવતની ધરપકડ કરી છે.
                                                              હોટલ 
- અગાઉ બે વાર દારૂ સાથે આવ્યો અમદાવાદ
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મૂળ રાજસ્થાનનો મંગલસિંહ રાવત અગાઉ પણ દારૂના જથ્થા સાથે આ જ હોટલમાં બે વાર પોલીસની ઓળખ આપી રોકાયો હતો. દારૂનો જથ્થો આપી પરત રાજસ્થાન જતો રહેતો. આરોપી પોલીસનો યુનિફોર્મ એટલે સાથે રાખતો કે દારૂ આપવા જતા તેની ઉપર કોઈ શંકા ન કરે અને પોલીસ તરીકેના છાપથી કોઈ હેરાનગતિ ન થાય તે માટે રાજસ્થાન પોલીસનો યુનિફોર્મ પણ સાથે રાખતો.
- આરોપીની પત્ની રાજસ્થાન પોલીસમાં આપે છે સેવા
આરોપીની વધુ તપાસ કરતા સામે આવ્યું કે તેની પત્ની રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે બજાવે છે. ચાંદખેડા પોલીસે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી આગામી દિવસોમાં આરોપીની પત્ની વિશે પણ વિગતો મેળવી તે આરોપી સાથે સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરશે. જોકે આરોપી પોતાની પત્ની સાથે જ રહેતો હોવાની વાત જણાવતા પોલીસ તે બાબતે પણ તપાસ કરશે.
                                                                  પોલીસ સ્ટેશન
- યુનિફોર્મ અંગે થશે તપાસ
પકડાયેલો આરોપીએ આ રાજસ્થાન પોલીસનો યુનિફોર્મ ક્યાં બનાવ્યો અને અગાઉ કેટલી વખત પોલીસની ઓળખ આપી દારૂનો જથ્થો રાજસ્થાનથી અમદાવાદ સહિત અન્ય કયા કયા રાજ્યોમાં સપ્લાય કરવા આવી ચૂક્યો છે. તે તમામ બાબતો અંગે રિમાન્ડ દરમિયાન ખુલાસાઓ સામે આવશે.
Advertisement
Tags :
Advertisement

.