Lawrenceની 'મેડમ માયા' પકડાઇ, જાણો મેડમના કરતૂત
- લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર પોલીસનો સકંજો
- જયપુર પોલીસે 'મેડમ માયા' સહિત આ ગેંગના ચાર બદમાશોની ધરપકડ કરી
- 'મેડમ માયા' લોરેન્સ બિશ્નોઈની ખાસ ગણાય છે
- મેડમ માયાનું સાચુ નામ સીમા ઉર્ફે રેણુ છે
Lawrence Bishnoi : લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi ) ગેંગ પર સકંજો કસવાના સમાચાર સામે આવ્યા છે. જયપુર પોલીસે 'મેડમ માયા' સહિત આ ગેંગના ચાર બદમાશોની ધરપકડ કરી છે. લોરેન્સ બિશ્નોઈએ મેડમ માયાને ખૂબ જ ખાસ કામ સોંપ્યું હતું. મેડમ માયા જેલમાં રહેલા લોરેન્સ બિશ્નોઈના ગુંડાઓ સાથે સંપર્કમાં રહેતી હતી. તેની સાથે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સંદેશો પહોંચાડવાની જવાબદારી પણ તેની પાસે હતી. મેડમ માયાની ગેંગમાં ખાસ્સી પકડ હતી અને દરેક ગુંડો તેની વાત ચુપચાપ માની લેતો હતો.
મેડમ માયા આ બધુ નક્કી કરતી
મેડમ માયા નક્કી કરતી હતી કે ગેંગના કયા સભ્યને જામીન અપાવવાના છે. અને કયા ગુનેગારને કઈ જેલમાંથી ક્યાં ટ્રાન્સફર કરવા જોઈએ. કયો વકીલ કઈ ગેંગના ક્યા સભ્યનો કેસ લડશે? આ માટે મેડમ માયા પણ જવાબદાર હતી.
તે વિદેશમાં બેઠેલા ઘણા ગુનેગારોના સંપર્કમાં હતી
જયપુર પોલીસના જણાવ્યા પ્રમાણે- મેડમ માયા આ ગેંગ માટે 2 વર્ષથી કામ કરી રહી હતી. મેડમ માયા પાસે જેલમાં રહેલા લોરેન્સ ગેંગના ગુનેગારોની સંપૂર્ણ વિગતો છે. તે જેલમાં બંધ ગુનેગારોના સંદેશાઓ સ્થાનિક ગેંગને પહોંચાડતી હતી તે વિદેશમાં બેઠેલા ઘણા ગુનેગારોના સંપર્કમાં હતી.
મેડમ માયાનું સાચુ નામ સીમા ઉર્ફે રેણુ છે
જયપુરના સંજય સર્કલ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, પકડાયેલી મહિલા ગુનેગારનું સાચું નામ સીમા ઉર્ફે રેણુ છે. પરંતુ ગેંગમાં તે મેડમ માયા તરીકે ઓળખાય છે.
આ પણ વાંચો----Lawrence Bishnoi માસૂમ બાળક છે, અસલી ગાંધીવાદી છે, ગેંગસ્ટરને લઈને સાધ્વીએ આપ્યું મોટું નિવેદન
જયપુરમાં એક વેપારી પર ગોળીબાર કરવાનો પ્લાન
જયપુર સહિત દિલ્હી અને હરિયાણામાં મેડમ માયા વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે. અત્યાર સુધીમાં આ ગેંગના સાત ગુનેગારો ઝડપાઈ ચૂક્યા છે.આ આરોપીઓ પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. આ લોકોનો જયપુરમાં એક વેપારી પર ગોળીબાર કરવાનો પ્લાન હતો.
ગુજરાતનો એક ગુંડો પણ પકડાયો
ડીસીપી નોર્થ અને સંજય સર્કલ પોલીસ સ્ટેશનની જિલ્લા વિશેષ ટીમ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના અન્ય ઓપરેટિવ્સની શોધમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં ગેંગમાં સામેલ આરોપી મેડમ માયા સહિત 7 ઓપરેટિવની ધરપકડ કરી છે. ડીસીપી ઉત્તર રાશિ ડોગરા ડુડીએ જણાવ્યું હતું કે સીમા ઉર્ફે રેણુ ઉર્ફે માયા મેડમ, દ્વારકા, નવી દિલ્હી તથા રાજકોટનો હરેશ શૈલેષ અને સચિન વર્મા, હિસાર, હરિયાણાની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી માયા મેડમની મહત્વની ભૂમિકા
ડીસીપી નોર્થ રાશિ ડોગરા ડુડીએ જણાવ્યું હતું કે આરોપી માયા મેડમ દેશની અલગ-અલગ જેલોમાં બંધ ગેંગસ્ટરોને મળતી હતી અને વિદેશમાં અને દેશના વિવિધ રાજ્યોમાં હાજર ઓપરેટિવ્સને મેસેજ મોકલતી હતી. જેલમાં કડકાઈના કારણે ગુંડાઓ પાસે મોબાઈલ ફોન ઉપલબ્ધ નહોતા તેથી તે પોતે જ મેસેજ પહોંચાડતી હતી.
આ પણ વાંચો---Lawrence Bishnoi દાઉદ ઈબ્રાહિમના રસ્તે, 700 શૂટર્સ, 6 દેશોમાં ફેલાયેલું સામ્રાજ્ય