Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લૉરેન્સ બિશ્નોઈએ નકલી એન્કાઉન્ટરના ડરથી હાઇકોર્ટમાં અરજી કરી

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં સંડોવાયેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ હાઈકોર્ટમાં પોતાની સુરક્ષા મજબૂત કરવા અને તેને દિલ્હીની તિહાર જેલમાંથી અન્યત્ર રાજ્યમાં ન મોકલવા હાઇકોર્ટમાં અરજી કરી છે.પટિયાલા હાઉસ કોર્ટે આ મામલે સુનાવણી કરવાનો ઇનકાર કર્યોપંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં સંડોવાયેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ દિલ્હી હાઈકોર્ટમાં પોતાની સુરક્ષા મàª
લૉરેન્સ બિશ્નોઈએ નકલી એન્કાઉન્ટરના ડરથી હાઇકોર્ટમાં અરજી કરી
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં સંડોવાયેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ હાઈકોર્ટમાં પોતાની સુરક્ષા મજબૂત કરવા અને તેને દિલ્હીની તિહાર જેલમાંથી અન્યત્ર રાજ્યમાં ન મોકલવા હાઇકોર્ટમાં અરજી કરી છે.
પટિયાલા હાઉસ કોર્ટે આ મામલે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં સંડોવાયેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ દિલ્હી હાઈકોર્ટમાં પોતાની સુરક્ષા મજબૂત કરવા અને તેને દિલ્હીની તિહાર જેલમાંથી બહાર ન મોકલવા અરજી કરી છે. સોમવારે પટિયાલા હાઉસ કોર્ટે આ મામલે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી આજે લોરેન્સ બિશ્નોઈના વકીલ હાઈકોર્ટમાં ગયા છે. તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પંજાબ પોલીસને સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં તેની કસ્ટડી ન આપવા અરજી કરી છે. લોરેન્સને ડર છે કે પોલીસ તેને નકલી એન્કાઉન્ટરમાં મારી નાખશે.

હાઈકોર્ટમાં અરજી દાખલ 
લોરેન્સ બિશ્નોઈના વકીલ વિશાલ ચોપરાએ કહ્યું કે આજે અમે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને માંગણી કરી છે કે જ્યારે પણ લોરેન્સને પંજાબ પોલીસની કસ્ટડીમાં સોંપવામાં આવશે ત્યારે કોર્ટ દિલ્હી પોલીસ અને તિહાર જેલ પ્રશાસન પૂરતી સુરક્ષા આપવાનો આદેશ આપે. સિદ્ધુ મુસેવાલાની હત્યામાં પંજાબ પોલીસ દ્વારા લોરેન્સ બિશ્નોઈનું નામ આવવાને કારણે તેને જીવનું જોખમ છે.

સિદ્ધુ મૂસેવાલાનીનું કાવતરું તિહાર જેલમાં રચાયું
વકીલ વિશાલ ચોપરાએ જણાવ્યું કે લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ મકોકા કેસ નોંધાયેલ છે. અમે મકોકાની ટ્રાયલ કોર્ટ, પટિયાલા હાઉસમાં અરજી કરી હતી, જેમાં માંગણી કરવામાં આવી હતી કે લોરેન્સની કસ્ટડી પંજાબ પોલીસને ન આપવામાં આવે, પરંતુ અમને ત્યાંથી કોઈ રાહત મળી નથી. તેથી આજે અમે હાઈકોર્ટમાં આવ્યા છીએ હકીકતમાં, પોલીસને શંકા છે કે પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાનીનું કાવતરું તિહાર જેલમાં બંધ ખતરનાક ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે સંકળાયેલું છે. જણાવવામાં આવી રહ્યું છે કે સોમવારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ અંગે લોરેન્સ અને કલા જાથેડીની પણ પૂછપરછ કરી હતી. પંજાબ પોલીસે રવિવારે કહ્યું હતું કે ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા ગેંગ વચ્ચેની દુશ્મનીનું પરિણામ હતું અને તેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામેલ હતી. પંજાબના માનસા જિલ્લામાં રવિવારે અજાણ્યા હુમલાખોરો દ્વારા મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેના એક દિવસ પહેલા રાજ્ય સરકારે તેમની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો.
નીચલી અદાલતે લોરેન્સની અરજી સાંભળવાનો ઇનકાર કર્યો
દિલ્હીની અદાલતે સોમવારે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા દાખલ કરાયેલી અરજીને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો હતો, જે સિદ્ધુ મુસેવાલાની હત્યાનો કથિત આરોપી છે, તેની અરજીમાં પંજાબ પોલીસ દ્વારા નકલી એન્કાઉન્ટરનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિશેષ ન્યાયાધીશ પ્રવીણ સિંહે કહ્યું હતું કે જેલ સત્તાવાળાઓને તેની કસ્ટડી પંજાબ પોલીસને ન સોંપવા માટેના નિર્દેશની માંગ કરતી અરજી પર ધ્યાન આપવાનું કોઈ કારણ નથી.

આરોપી વિદ્યાર્થી નેતા છે અને રાજકીય દુશ્મનાવટને કારણે કેસ 
અરજીમાં તિહાર જેલના સત્તાવાળાઓને પંજાબ અથવા અન્ય કોઈપણ રાજ્યની પોલીસ દ્વારા બિશ્નોઈ વિરુદ્ધ જારી કરાયેલ કોઈપણ પ્રોડક્શન વોરંટ વિશે કોર્ટને અગાઉ સૂચના આપવા અને તેની કસ્ટડી અન્ય કોઈપણ રાજ્યની પોલીસને ન આપવા માટે નિર્દેશ કરવા માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આરોપી વિદ્યાર્થી નેતા છે અને રાજકીય દુશ્મનાવટને કારણે તેની વિરુદ્ધ પંજાબ અને ચંદીગઢમાં ઘણા ખોટા કેસ નોંધવામાં આવ્યા હતા અને પંજાબ પોલીસ દ્વારા આરોપી પર નકલી એન્કાઉન્ટરની શંકા છે.

વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરવાની માંગ
આરોપી અહીં કડક MCOCA (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) એક્ટ હેઠળ આચરવામાં આવેલા ગુનાના કેસમાં ટ્રાયલનો સામનો કરી રહ્યો છે.અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, કોઈપણ રાજ્યની પોલીસ તિહાર જેલમાં અને તેને કસ્ટડીમાં લીધા વિના તેની સામે પડતર કોઈપણ કેસની તપાસ કરી શકે છે અથવા તેને વીડિયો કોન્ફરન્સ દ્વારા અન્ય કોઈ કોર્ટમાં રજૂ કરી શકે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો તેના પ્રોડક્શન વોરંટને મંજૂરી આપવામાં આવે તો આરોપીના વકીલોને જાણ કરવામાં આવે અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થાને આધીન તેની કસ્ટડી આપવામાં આવે.
Advertisement
Tags :
Advertisement

.