Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગંગાના પ્રવાહમાં ભ્રષ્ટાચારી Engineer અને ડેમ ધોવાયા, જુઓ Video

Bhagalpur માં ડેમ ગંગા નદીના પ્રવાહમાં ધસી પડ્યો બચાવ કામગીરીમાં અનેક પડકારો સામે આવી રહ્યા છે અનેક પરિવારના સ્વજનો પણ લાપતા થયા છે Bihar Viral Video: લમાં, દેશમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાનો કહેર જોવા મળી રહ્યો છે. તેના કારણે અનેક...
ગંગાના પ્રવાહમાં ભ્રષ્ટાચારી engineer અને ડેમ ધોવાયા  જુઓ video
  • Bhagalpur માં ડેમ ગંગા નદીના પ્રવાહમાં ધસી પડ્યો

  • બચાવ કામગીરીમાં અનેક પડકારો સામે આવી રહ્યા છે

  • અનેક પરિવારના સ્વજનો પણ લાપતા થયા છે

Bihar Viral Video: લમાં, દેશમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાનો કહેર જોવા મળી રહ્યો છે. તેના કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જોકે સરકારે દરેક રાજ્યોમાં NDRF અને સુરક્ષાકર્મીઓને ખડપગ રહેવાની સૂચના આપી છે. તે ઉપરાંત સરકારે અને હવામાન વિભાગ સમયાંતરે નીચાળવાળા વિસ્તાર અને નદી-નાળા જેવા વિસ્તારોથી દૂર રહેવાની સલાહ નાગરિકોને આપી રહ્યા છે. જોકે આ બધાની વચ્ચે જે વિસ્તારમાં Rainfall થી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યાં સરકારી અધિકારીઓ પ્રત્યક્ષ મુલાકાત લઈ રહ્યા છે.

Advertisement

Bhagalpur માં ડેમ ગંગા નદીના પ્રવાહમાં ધસી પડ્યો

તો બિહારના Bhagalpur માં આવેલા એક વિસ્તારમાં ભારે Rainfall ને કારણે એક ડેમ નદીના વહેતા પાણીમાં ધોવાઈ ગયો હતો. તો આ પુલની નજીક આવેલા વિસ્તારોની મુલાકાત લેવા માટે સ્થાનિક જિલ્લા જળ સંચાલનના મુખ્ય Engineer આવ્યા હતાં. પરંતુ ત્યારે આ વિસ્તારમાં ગંગા નદીમાંથી વહેતો પાણીનો પ્રવાહ બેકાબૂ હતો. તેના કારણે Engineer પાણીના વહેતા પ્રવાહમાં અકસ્માત થતા વહેવા લાગ્યા હતાં. પરંતુ ત્યારે ઘટનાસ્થળ પર હાજર NDRF ની ટીમે તેમને સહિસલામત ગંગાના બેકાબૂ પ્રવાહમાંથી બહાર નીકાળ્યા હતાં.

આ પણ વાંચો: Kolkata : CBI એ પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ FIR નોંધી, 'નાણાકીય ગેરરીતિઓ'ની તપાસ શરૂ...

Advertisement

બચાવ કામગીરીમાં અનેક પડકારો સામે આવી રહ્યા છે

જોકે બિહારના ભાગલપુરમાં આવેલા નૌગાચિયાના ઈસ્માઈલપુર બિંદટોલીની નજીક આવેલા ડેમ તૂટવાના કારણે ઘટનાસ્થળની નજીક આવેલા વિસ્તારમાં પરિસ્થિતિ બેકાબૂ જોવા મળી રહી છે. દરેક લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંગા નદીનું પાણી મોટાભાગના ગામમાં ફેલાઈ રહ્યું છે. તો બીજી NDRF ની ટીમને પણ બચાવ કામગીરીમાં અનેક પડકારો સામે આવી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે સ્થાનિક મુખ્ય Engineer ઘટનાસ્થળની મુલાકાત લેવા માટે આવ્યા હતાં. અને તેમની સાથે પણ દુર્ઘટના ઘટની હતી.

Advertisement

અનેક પરિવારના સ્વજનો પણ લાપતા થયા છે

હાલમાં, બિહારના Bhagalpur માં આવેલા તમામ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક પરિવારોના ઘરો પાણીમાં વહી ગયા છે. તો અનેક પરિવારના સ્વજનો પણ લાપતા થયા છે. અને અનેક લોકો સ્થળાંતર કરીને અન્ય વિસ્તારોમાં કામચલાઉ રીતે ઝૂંપડા બનાવીને વિપદાના સમયને પસાર કરી રહ્યા છે. તો Bhagalpur માં સરકારી અધિકારીઓ અને NDRF ખડેપગ જોવા મળી રહી છે. જોકે Bhagalpurમાં કરોડોના ખર્ચે ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પણ ગંગા નદીના પ્રવાહની સામે ધસી પડ્યો.

આ પણ વાંચો: Delhi : જાહેરાત બોર્ડ પર અચાનક ચાલ્યો અશ્લિલ Video, ફરિયાદ દાખલ...

Tags :
Advertisement

.