Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadnagar to Varanasi: યાત્રીગણ કૃપયા ધ્યાન દે, ‘વંદેભારત’ એક્સપ્રેસ ટ્રેનમાં તમને મળશે અનોખી સુવિધાઓ, જુઓ Video

વંદે ભારત (Vande Bharat) ટ્રેન સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર કરાયેલી ટ્રેન છે જે 8 કલાકમાં 700 કિમીની મુસાફરી કરી શકે છે. પેસેન્જર સુવિધાઓથી સજ્જ આ ટ્રેન આરામદાયક અને સુવિધાજનક છે. ટ્રેનના તમામ કોચ એરકન્ડિશન્ડ (AC) છે. ઉપરાંત, ટ્રેનના તમામ દરવાજા આપોઆપ...

વંદે ભારત (Vande Bharat) ટ્રેન સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર કરાયેલી ટ્રેન છે જે 8 કલાકમાં 700 કિમીની મુસાફરી કરી શકે છે. પેસેન્જર સુવિધાઓથી સજ્જ આ ટ્રેન આરામદાયક અને સુવિધાજનક છે. ટ્રેનના તમામ કોચ એરકન્ડિશન્ડ (AC) છે. ઉપરાંત, ટ્રેનના તમામ દરવાજા આપોઆપ ખુલે છે અને સંપૂર્ણ ઓટોમેટિક બંધ થઈ જાય છે. દરેક ગેટ પર ઓટોમેટિક ફૂટરેસ્ટ લગાવવામાં આવે છે. આ ટ્રેનમાં જીપીએસ સિસ્ટમ અને ફાયર સેન્સર લગાવવામાં આવ્યા છે. ટ્રેનમાં Wi-Fi સુવિધા પણ ઉપલબ્ધ છે, જેથી લોકો ટ્રેનમાં Wi-Fiની મદદથી પોતાનું મનોરંજન કરી શકે. ખાદ્યપદાર્થો રાખવા માટે ડીપ ફ્રીઝર લગાવવામાં આવ્યા છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, મુસાફરોને દરેક સીટ પર ચાર્જિંગ પોઈન્ટની સુવિધા મળશે. 32 ઇંચનું ટીવી ફીટ કરવામાં આવ્યું છે. ઓનબોર્ડ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, અહીં તમે તમારી પસંદગીના ગીતો અથવા મૂવીઝ જોઈ શકો છો. આ ટ્રેનના દરેક કોચમાં સામાન રાખવા માટે મોડ્યુલર રેક પણ આપવામાં આવી છે, જે ખૂબ મોટી છે. ટ્રેનમાં આરામદાયકની સાથે રિવોલ્વિંગ ચેર પણ લગાવવામાં આવી છે.

આ પણ વાંચો : Vadnagar to Varanasi Yatra: વારાણસીની જગ વિખ્યાત ગલીઓની સફર, એક તરફ ‘ક્રૂઝ’ તો બીજી તરફ ઈ-રિક્ષા

Advertisement

Tags :
Advertisement

.