Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વંદે ભારત ટ્રેન બની અકસ્માતનો શિકાર, ભેંસો અથડાતા નુકસાન

મુંબઈથી ગુજરાતના ગાંધીનગર (Mumbai to Gandhinagar) જઈ રહેલી વંદે ભારત ટ્રેન (Vande Bharat Train)ને આજે સવારે અકસ્માત (Accident) નડ્યો હતો. વટવા અને મણિનગર સ્ટેશન વચ્ચે ભેંસો સાથે ટ્રેન અથડાઈ હતી. દુર્ઘટના બાદ ઘણી ભેંસોના મોત થયા હતા, ત્યારબાદ ટ્રેનના એન્જિનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઇ ગયો હતો.અચાનક ભેંસોનું ટોળું રેલ્વે ટ્રેક પર આવી ગયુંતાજેતરમાં ગાંધીનગર-મુંબઈ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) આજે à
વંદે ભારત ટ્રેન બની અકસ્માતનો શિકાર  ભેંસો અથડાતા નુકસાન
મુંબઈથી ગુજરાતના ગાંધીનગર (Mumbai to Gandhinagar) જઈ રહેલી વંદે ભારત ટ્રેન (Vande Bharat Train)ને આજે સવારે અકસ્માત (Accident) નડ્યો હતો. વટવા અને મણિનગર સ્ટેશન વચ્ચે ભેંસો સાથે ટ્રેન અથડાઈ હતી. દુર્ઘટના બાદ ઘણી ભેંસોના મોત થયા હતા, ત્યારબાદ ટ્રેનના એન્જિનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઇ ગયો હતો.
અચાનક ભેંસોનું ટોળું રેલ્વે ટ્રેક પર આવી ગયું
તાજેતરમાં ગાંધીનગર-મુંબઈ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) આજે અકસ્માતનો ભોગ બની હતી. મુંબઈથી આવતી વખતે અમદાવાદ નજીક વંદે ભારત એક્સપ્રેસ ભેંસના ટોળા સાથે અથડાઈ હતી. ત્યારથી ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું છે. આ ઘટના સવારે 11.18 વાગ્યે બની હતી. અકસ્માત બાદ થોડીવાર ટ્રેન ત્યાં જ ઉભી રહી હતી. બાદમાં તેને રવાના કરવામાં આવી હતી. જણાવી દઈએ કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. વંદે ભારત એક્સપ્રેસ દોડવાથી લોકો માટે અમદાવાદ-મુંબઈ વચ્ચે મુસાફરી સરળ બની ગઈ છે. જોકે, ટ્રેનમાં બેઠેલા મુસાફરોને આ અકસ્માત દરમિયાન કોઈ નુકસાન થયું નથી કે ટ્રેનના સંચાલન પર કોઈ અસર થઈ નથી. મળી રહેલી માહિતી અનુસાર, જ્યારે ટ્રેન મણિનગર અને વટવા સ્ટેશન વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ભેંસોનું ટોળું રેલ્વે ટ્રેક પર આવી ગયું હતું. ભેંસોના ટોળા સાથે અથડાવાને કારણે ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું. જોકે, ટ્રેનના કોઈ અન્ય ભાગને નુકસાન થયું નથી જેનાથી ટ્રેનના સંચાલનને અસર થાય.
Advertisement

ટ્રેન અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ
મળતી માહિતી અનુસાર, રેલ્વે તરફથી કહેવામાં આવ્યું છે કે આ ઘટના બાદ ટ્રેનના આગળના ભાગમાં થોડું નુકસાન થયું છે. જોકે, કોઈપણ રીતે સંચાલન પર કોઈ અસર થઇ નથી. ટ્રેન શિડ્યુલ પ્રમાણે ચાલી રહી છે. આગળનો ભાગ જે તૂટી ગયો છે તેને ટૂંક સમયમાં ઠીક કરવામાં આવશે. રેલ્વે તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે જે ખેડૂતો ભેંસ ગાયો રાખે છે, તેમને વંદે ભારત સમય વિશે કોઈ માહિતી નથી. તેઓને આ અંગે વાકેફ કરવામાં આવશે. આ ટ્રેન 30 સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્લેગ ઓફ કર્યું હતું અને તેમાં પ્રવાસ પણ કર્યો હતો. તેમણે સહ-પ્રવાસીઓ સાથે વાત પણ કરી હતી.
આવનારા દિવસોમાં વધુ વંદે ભારત ટ્રેનો દેખાશે
આ ટ્રેન અમદાવાદથી ઉપડે છે અને સુરત અને વડોદરા થઈને મુંબઈ સેન્ટ્રલ જાય છે. દેશની આ ત્રીજી વંદે ભારત ટ્રેન છે. અત્યાર સુધી દિલ્હી વારાણસી અને દિલ્હી કટરા વચ્ચે બે વંદે ભારત ટ્રેન દોડે છે. રેલ્વેનો દાવો છે કે, આવનારા દિવસોમાં ઘણી વધુ વંદે ભારત ટ્રેનો દેખાઈ શકે છે. વડા પ્રધાને વંદે ભારત ટ્રેન અને મેટ્રોની સવારી પણ લીધી હતી અને કહ્યું હતું કે દેશના શહેરો ભારતના ભાવિને ઘડશે અને આગામી 25 વર્ષમાં તે એક વિકસિત રાષ્ટ્ર બને તેની પણ ખાતરી કરશે. PMOએ કહ્યું કે, વંદે ભારત એક્સપ્રેસ "ગેમ ચેન્જર" સાબિત થશે અને ભારતના બે બિઝનેસ હબ વચ્ચે કનેક્ટિવિટીને વેગ આપશે.
Tags :
Advertisement

.