Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADNAGAR: CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તાના-રીરી મહોત્સવ ૨૦૨૩નો પ્રારંભ

આજે તાના-રીરી સન્માન સમારોહ અને એવોર્ડ વિતરણ મહોત્સવ તાના-રીરી સમાધિ સ્થળ, ઘાસકોર દરવાજો, મહેસાણા જિલ્લાના વડનગર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.આ મહોત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. તાનારીરી મહોત્સવ તાના અને...
vadnagar  cm ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તાના રીરી મહોત્સવ ૨૦૨૩નો પ્રારંભ

આજે તાના-રીરી સન્માન સમારોહ અને એવોર્ડ વિતરણ મહોત્સવ તાના-રીરી સમાધિ સ્થળ, ઘાસકોર દરવાજો, મહેસાણા જિલ્લાના વડનગર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.આ મહોત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે.

Advertisement

તાનારીરી મહોત્સવ તાના અને રીરીના સન્માનમાં યોજવામાં આવે છે

તાનારીરી મહોત્સવ વડનગરની બે બહેનો, તાના અને રીરીના સન્માનમાં યોજવામાં આવે છે. એવું કહેવાય છે કે સુપ્રસિદ્ધ સંગીતકાર તાનસેનને દિપક રાગના વ્યાપક ગાયનના કારણે શરીરમાં દાહ લાગ્યો, ત્યારે તાના અને રીરીએ રાગ મલ્હાર રાગ ગાયો અને તેમના ગાયનને કારણે તાનસેનને શીતળતાનો અનુભવ થયો હતો. તાનારીરી મહોત્સવ કારતક માસની નોમના દિવસે ઉજવવામાં આવે છે. સિદ્ધહસ્ત ગુજરાતી શાસ્ત્રીય ગાયકો સહિતના ભારતના પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયકોને આમંત્રિત કરવામાં આવે છે અને તે સંગીત પ્રેમીઓ માટેની એક સુંદર મહેફિલ બની રહે છે.

Advertisement

આ મહોત્સવે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું

આ મહોત્સવે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. 2010ના તાનારીરી મહોત્સવમાં શાસ્ત્રીય ગાયિકા ધારી ‘પંચમદા’ એ સતત 101 કલાક અને 23 મિનીટ સુધી ગાવાનો એક રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો, જે યોગાનુયોગે ગુજરાતનું સ્વર્ણીમ જયંતી વર્ષ પણ હતું. આ જ મહોત્સ્વ દરમ્યાન એક અન્ય રેકોર્ડ પણ પ્રસ્થાપિત થયેલ જ્યારે તેમણે તાનારીરી મહોત્સવમાં 214 રાગો તથા 271 બંદિશો રજૂ કરેલ.2010 બાદ પણ દરેક વર્ષે આ મહોત્સવમાં કોઈને કોઈ રેકોર્ડ સર્જાયા છે.

Advertisement

સુજાત ખાન દ્વારા સિતાર વાદન રજુ કરવામાં આવશે

આ કાર્યક્રમના આયોજક યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમાર , ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ સૌરભ પારગી તેમજ જિલ્લા કલેકટર એમ.નાગરાજન અને જિલ્લાના જન પ્રતિનિધિઓ તેમજ અધિકારી કલાપ્રેમી નાગરિકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે તા. ૨૨/૧૧/૨૦૨૩, બુધવારના રોજ એશ્વર્યા વારીયર શાસ્ત્રીય નૃત્ય અને મંજુલા પાટીલ શાસ્ત્રીય ગાયન તેમજ સુજાત ખાન દ્વારા સિતાર વાદન રજુ કરવામાં આવશે.

કલાકારોને તાના રીરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

વડનગર ખાતે યોજાયેલા તાના- રીરી મહોત્સવમાં કલાકારોને તાના રીરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, "વડનગરની આ ધરતીમાં કોઈ એક તત્વ એવું સંકળાયેલું છે કે જે આગવી ઓળખ ધરાવે છે. વડનગરની આ ભૂમિ તપસ્યાની ભૂમિ રહી છે. કળા અને સાહિત્યમાં વડનગરની આગવી શૈલી ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાના રીરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. અને આજે આપણે પણ એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. વડનગરમાં આધુનિક શિક્ષણ માટે પ્રેરણા સ્કૂલને વિકસાવી રહ્યા છે. વડનગરને 4 વિભાગમાં વહેંચી તેનો વિકાસ હાથ ધર્યો છે. સંગીત ક્ષેત્રે ઊભરતા કલાકારો માટે નવી સંગીત એકેડેમી પણ આપણે બનાવી છે."

આ પણ વાંચો - TRB જવાનોને ફરજ મુકત કરવાના નિર્ણયનો વિરોધ

Tags :
Advertisement

.