Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અગ્નિપથ યોજનાની જાહેરાતનો વિરોધ તેજ, રસ્તે ઉતર્યા વિદ્યાર્થીઓ ગુસ્સામાં

કેન્દ્ર સરકાર દ્વારા સેનાની ભરતી માટે અગ્નિપથ યોજનાની જાહેરાતનો વિરોધ તેજ બન્યો છે. બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે. વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકાર સામે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. રોડથી રેલ્વે ટ્રક સુધી વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. સેનાની ભરતી માટે શરૂ કરાયેલી અગ્નિપથ યોજના પર આગળ વધવુ સરકાર માટે પણ 'અગ્નિપથ' સાબિત થઈ શકે છે. બિહારà
અગ્નિપથ યોજનાની જાહેરાતનો વિરોધ તેજ  રસ્તે ઉતર્યા વિદ્યાર્થીઓ ગુસ્સામાં
કેન્દ્ર સરકાર દ્વારા સેનાની ભરતી માટે અગ્નિપથ યોજનાની જાહેરાતનો વિરોધ તેજ બન્યો છે. બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે. વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકાર સામે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. રોડથી રેલ્વે ટ્રક સુધી વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.
Advertisement

સેનાની ભરતી માટે શરૂ કરાયેલી અગ્નિપથ યોજના પર આગળ વધવુ સરકાર માટે પણ 'અગ્નિપથ' સાબિત થઈ શકે છે. બિહારથી લઈને રાજસ્થાન સુધી યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. આ સિવાય વિપક્ષી પાર્ટીઓ, કેપ્ટન અમરિંદર સિંહ અને વરુણ ગાંધી જેવા નેતાઓએ પણ આ યોજના પર સવાલ ઉઠાવ્યા છે. બિહારમાં સતત બીજા દિવસે પણ આ યોજના વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. મુંગેર, સહરસા, છપરા અને મુઝફ્ફરપુર જેવા જિલ્લાઓમાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે.

ક્યાંક તેઓ રેલ્વે ટ્રેક પર બેઠા છે તો ક્યાંક ટાયરો સળગાવીને પ્રદર્શન કરી રહ્યા છે. બિહારમાં વિદ્યાર્થીઓએ મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ટ્રેનોને પણ નિશાન બનાવી હતી. મળી રહેલી માહિતી અનુસાર, ગુસ્સામાં વિદ્યાર્થીઓએ ઘણા સ્ટેશનો પર ટ્રેનો રોકી દીધી છે. એટલું જ નહીં હાઈવે પર અનેક જગ્યાએ ટાયરો પણ સળગાવવામાં આવ્યા છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.
Advertisement

ઉલ્લેખનીય છે કે, અગ્નિપથ યોજના હેઠળ, અગ્નિવીરોની શરૂઆતમાં 4 વર્ષ માટે ભરતી કરવામાં આવશે અને તે પછી 25% ભરતીઓને એક્સ્ટેંશન આપવામાં આવશે. પરંતુ સંરક્ષણ મંત્રાલયની અગ્નિપથ યોજના યુવાનોને પસંદ ન આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં જુદા જુદા રાજ્યોમાં યુવાનો વિરોધ કરી રહ્યા છે. બિહાર, રાજસ્થાનમાં આ યોજના વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, આ લોકો નોકરીની સુરક્ષા અને પેન્શનની માંગ કરી રહ્યા છે. 

આંદોલનકારી વિદ્યાર્થીઓનું કહેવું છે કે, સરકારે આ યોજના રદ કરવી જોઈએ. સેનામાં ભરતીની જૂની પદ્ધતિ પુનઃસ્થાપિત કરવી જોઈએ. બિહારમાં ચાલી રહેલા આ આંદોલનની આગ અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ શકે છે. મહત્વનું છે કે, ભૂતપૂર્વ સૈનિકોનો એક વર્ગ પણ આ સાથે સહમત નથી. તેમનું કહેવું છે કે આનાથી સેનાની ગરિમાને અસર થશે અને સુરક્ષાની દૃષ્ટિએ પણ તે સારું નથી. 
આ દરમિયાન બીજેપી સાંસદ વરુણ ગાંધીએ પણ ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યા છે. તેમણે લખ્યું, 'અગ્નિપથ યોજનાને લઈને દેશના યુવાનોના મનમાં ઘણા પ્રશ્નો છે. યુવાનોને મૂંઝવણભરી સ્થિતિમાંથી બહાર કાઢવા માટે સરકારે વહેલી તકે યોજનાને લગતી નીતિ વિષયક હકીકતો રજૂ કરીને પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. જેથી કરીને દેશની યુવા ઉર્જાનો યોગ્ય દિશામાં સકારાત્મક ઉપયોગ કરી શકાય.
Advertisement

છપરામાં પ્રદર્શનકારીઓએ ટ્રેનને આગ લગાવી દીધી, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ટ્રેન સળગી રહી છે અને તેમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. આરામાં, પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Tags :
Advertisement

.