Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gurugram Crime : ગુરુગ્રામમાં મોડલની હત્યાથી સનસનાટી, BMW માં મૃતદેહ લઈને આરોપી ફરાર...

ગુરુગ્રામ (Gurugram Crime)ની એક હોટલમાં શંકાસ્પદ સંજોગોમાં 27 વર્ષની યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. મૃતકની ઓળખ દિવ્યા પાહુજા તરીકે થઈ છે. યુવતી મોડલિંગ કરતી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપી...
gurugram crime   ગુરુગ્રામમાં મોડલની હત્યાથી સનસનાટી  bmw માં મૃતદેહ લઈને આરોપી ફરાર

ગુરુગ્રામ (Gurugram Crime)ની એક હોટલમાં શંકાસ્પદ સંજોગોમાં 27 વર્ષની યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. મૃતકની ઓળખ દિવ્યા પાહુજા તરીકે થઈ છે. યુવતી મોડલિંગ કરતી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપી દિવ્યાના મૃતદેહ સાથે BMW માં ભાગી ગયો હતો. દિવ્યા પાહુજા ગેંગસ્ટર સંદીપ ગડોલી એન્કાઉન્ટર કેસમાં પણ મુખ્ય સાક્ષી હતી.

Advertisement

જણાવવામાં આવી રહ્યું છે કે મોડલ દિવ્યા પાહુજા ગુરુગ્રામ (Gurugram Crime)ના બલદેવ નગરની રહેવાસી હતી. આરોપ છે કે હોટલ માલિક અભિજીતે તેના સહયોગીઓ સાથે મળીને દિવ્યાની હત્યા કરી હતી. આ પછી, તેણે મૃતદેહના નિકાલ માટે તેના સહયોગીઓને 10 લાખ રૂપિયા આપ્યા. આ પછી, હત્યારા અભિજીતના બે સાથીઓએ મૃતકની લાશને અભિજીતની બ્લુ કલરની BMW DD03K240 કારના ટ્રંકમાં મૂકી દીધી અને સ્થળ પરથી ફરાર થઈ ગયા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

શું છે રૂમ નંબર 111 નું રહસ્ય?

2 જાન્યુઆરીએ સવારે 4.18 કલાકે અભિજીત એક યુવતી અને અન્ય વ્યક્તિ સાથે હોટલના રિસેપ્શન પર પહોંચ્યો હતો. જ્યાંથી ત્રણેય રૂમ નંબર 111 માં ગયા હતા. ત્યારબાદ 2 જાન્યુઆરીએ રાત્રે 10:44 વાગ્યે, અભિજીત અને અન્ય આરોપીઓ દિવ્યાના શરીરને ચાદરમાં લપેટીને ખેંચતા જોવા મળે છે.

Advertisement

BMW માં દિવ્યાની લાશ સાથે આરોપી ફરાર

BMWમાં મુસાફરી કરી રહેલા બે આરોપીઓ દિવ્યાની લાશને ક્યાં લઈ ગયા હતા તે જાણવા ક્રાઈમ બ્રાંચની ઘણી ટીમો પંજાબ અને અન્ય વિસ્તારોમાં દરોડા પાડી રહી છે.જોકે, ગુરુગ્રામ (Gurugram Crime) પોલીસ પાસે ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજમાં હત્યારા અભિજીત અને અન્ય બે લોકો દેખાઈ રહ્યા છે. મૃતકના પરિવારની ફરિયાદના આધારે ગુરુગ્રામ પોલીસે હોટલ માલિક અભિજીત સિંહ અને અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

દિવ્યા ગેંગસ્ટર કેસમાં મુખ્ય સાક્ષી હતી

તમને જણાવી દઈએ કે દિવ્યા પહુજા ગેંગસ્ટર સંદીપ ગડોલી એન્કાઉન્ટર કેસમાં મુખ્ય સાક્ષી પણ હતી. તેથી, દિવ્યાના પરિવારજનોએ તેની હત્યા પાછળ ગેંગસ્ટર સંદીપ ગડોલીની બહેન સુદેશ કટારિયા અને ગેંગસ્ટરના ભાઈ બ્રહ્મપ્રકાશને જવાબદાર ઠેરવ્યા છે. દિવ્યાના પરિવારે સુદેશ અને બ્રહ્મપ્રકાશ વિરુદ્ધ હત્યાના કાવતરા હેઠળ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

આ પણ વાંચો : Kuno National Park : ‘પ્રોજેક્ટ ચિત્તા’ માટે મોટી સફળતા, કુનો નેશનલ પાર્કમાં જનમ્યા ત્રણ નવા બચ્ચા…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.