Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

POK પરત લેવા છીએ તૈયાર, બસ સરકાર આદેશ કરે તેટલી વારઃ સેના

ભારતીય સેના પીઓકે પાછુ લેવા માટે તૈયાર છે. આ વાતની જાણકારી ખુદ સેનાના ઉત્તરી કમાનના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આપી છે. તેમણે કહ્યું કે પીઓકે પરત લેવા માટે સેના તૈયાર છે. બસ સરકાર આદેશ આપે એટલી જ વાર છે. આનો સીધો અર્થ એ થયો કે આદેશ મળતા જ સેના પીઓકેને પાછુ લેવાનું અભિયાન શરૂ કરી દેશે. મહત્વપૂર્ણ છેકે તાજેતરમાં જ રાજનાથ સિંહ એક રેલી સંબોધી રહ્યા હતા ત્યારે લોકોએ પીઓકે પ
pok પરત લેવા છીએ તૈયાર  બસ સરકાર આદેશ કરે તેટલી વારઃ સેના
Advertisement
ભારતીય સેના પીઓકે પાછુ લેવા માટે તૈયાર છે. આ વાતની જાણકારી ખુદ સેનાના ઉત્તરી કમાનના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આપી છે. તેમણે કહ્યું કે પીઓકે પરત લેવા માટે સેના તૈયાર છે. બસ સરકાર આદેશ આપે એટલી જ વાર છે. આનો સીધો અર્થ એ થયો કે આદેશ મળતા જ સેના પીઓકેને પાછુ લેવાનું અભિયાન શરૂ કરી દેશે. મહત્વપૂર્ણ છેકે તાજેતરમાં જ રાજનાથ સિંહ એક રેલી સંબોધી રહ્યા હતા ત્યારે લોકોએ પીઓકે પરત જોઇએ છે તેવા નારા લગાવ્યા હતા ત્યારે રાજનાથસિંહે હસીને કહ્યું હતું કે ધીરજ રાખો 
સેના સતત જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને જડબાતોડ જવાબ આપી ઘુસણખોરી અટકાવવાની કોશિશ કરી રહી છે. મંગળવારે પણ જમ્મુ કાશ્મીરમાં આતંરરાષ્ટ્રીય સરહદથી દેશમાં ઘુસણખોરીની અલગ અલગ કોશિશો બીએસએફના જવાનોએ નિષ્ફળ કરી દીધી હતી. બીએસએફના એક પ્રવક્તાએ આ જાણકારી આપી હતી કે એક ઘટનામાં એક પાકિસ્તાની ઘુસણખોર ઠાર થયો છે. જ્યારે બીજી ઘટનામાં એક અન્ય શખ્સની ધરપકડ થઈ છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સતર્ક જવાનોએ સોમવારે સવારે જમ્મુના અરણિયા સેક્ટર અને સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં ઘુસણખોરી કરવાની કોશિશો નિષ્ફળ કરી દીધી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

Trending News

.

×