વેક્સિન ન લીધેલા લોકોને જાહેર સુવિધાઓનો ઉપયોગ કરવાથી રોકવાના આદેશો પાછા ખેંચવા જોઈએ: સુપ્રીમ કોર્ટ
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. કોરોના વેક્સિન સંબંધિત કેસોની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સરકારની કોવિડ રસીકરણ નીતિને સમર્થન આપ્યું છે. પરંતુ કહ્યું છે કે કોઈને વેક્સિન આપવા માટે દબાણ કરી શકાય નહીં. કોર્ટે કહ્યું કે તે વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત છે. જો કે, કોઈને વેક્સિન અપાવવા માટે દબાણ કરી શકાય નહીં.આ ઉપરાંત, કોર્ટે સૂચન કર્યું કે રાજ્ય સરકારોએ કોવિડની રસી ન ધ
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. કોરોના વેક્સિન સંબંધિત કેસોની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સરકારની કોવિડ રસીકરણ નીતિને સમર્થન આપ્યું છે. પરંતુ કહ્યું છે કે કોઈને વેક્સિન આપવા માટે દબાણ કરી શકાય નહીં. કોર્ટે કહ્યું કે તે વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત છે. જો કે, કોઈને વેક્સિન અપાવવા માટે દબાણ કરી શકાય નહીં.
આ ઉપરાંત, કોર્ટે સૂચન કર્યું કે રાજ્ય સરકારોએ કોવિડની રસી ન ધરાવતા લોકોને જાહેર સુવિધાઓનો ઉપયોગ કરવાથી રોકવાના આદેશો પાછા ખેંચવા જોઈએ. કોર્ટે વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલનો ડેટા જાહેર કરવા પણ કહ્યું છે.
જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે બંધારણની કલમ 21 હેઠળ ભૌતિક સ્વતંત્રતા અને અખંડિતતાનું રક્ષણ કરવામાં આવ્યું છે. જ્યાં સુધી કોવિડ કેસોની સંખ્યા ઓછી રહે ત્યાં સુધી, અમે ભલામણ કરીએ છીએ કે રસી વગરના લોકોના જાહેર સ્થળોએ પ્રવેશ પર પ્રતિબંધ ન હોવો જોઈએ. અને જો લાદવામાં આવે તો તેને પાછો ખેંચી લેવામાં આવે.
સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને વ્યક્તિગત ડેટાની ગોપનીયતા સાથે સમાધાન કર્યા વિના રસીની આડ અસરોની ઘટનાઓ પર જાહેરમાં ઉપલબ્ધ સિસ્ટમ પર લોકો અને ડોકટરો પાસેથી પ્રાપ્ત અહેવાલો પ્રકાશિત કરવા જણાવ્યું હતું.
જેકબ પુલીએલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. તેણે કોવિડ -19 રસીના ક્લિનિકલ ટ્રાયલ અને રસીકરણ પછીના કેસોને લગતા ડેટાને જાહેર કરવા માટે સૂચનાઓ માંગવામાં આવી હતી.
ભારતમાં સંક્ર્મણ વધ્યું
ભારતમાં સતત ત્રીજા અઠવાડિયે કોરોના સંક્રમણના કેસમાં વધારો થયો છે. પરંતુ રાહતની વાત એ છે કે રવિવારે પૂરા થયેલા છેલ્લા સપ્તાહમાં આ રોગના કારણે મૃત્યુઆંકમાં કોઈ વધારો થયો નથી.
ભારતમાં ગત સપ્તાહમાં એટલેકે 25 એપ્રિલથી 1 મે સુધીમાં 22,200 લોકોમાં કોરોનાનું સંક્ર્મણ ફેલાયું હતું . સૌથી વધુ સંક્રમણ દિલ્હી, હરિયાણા અને યુપીમાં જોવા મળ્યુ હતું. આ કુલ સંક્રમિતોના 68% છે.
Advertisement