Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય પાસે 4 અઠવાડિયામાં માંગ્યો જવાબ

બંગાળમાં વર્ષ 2021માં ચૂંટણી બાદ થયેલી હિંસાની કોર્ટની દેખરેખ હેઠળ વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી તપાસ કરવાના અનુરોધવાળી અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) મંગળવારે કેન્દ્ર અને બંગાળ સરકારને જવાબ આપવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો છે. જસ્ટીસ દિનેશ મહેશ્વરી અને જસ્ટીલ કૃષ્ણ મુરારીની બેચે પક્ષકારો પાસે લેખિતમાં પોતાનો જવાબ આપવા કહ્યું, જેથી અરજીકર્તા તેના પર જવાબ આપી શકે. સર્વોચ્ચ અદાલત ઉ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય પાસે 4 અઠવાડિયામાં માંગ્યો જવાબ
Advertisement
બંગાળમાં વર્ષ 2021માં ચૂંટણી બાદ થયેલી હિંસાની કોર્ટની દેખરેખ હેઠળ વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી તપાસ કરવાના અનુરોધવાળી અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) મંગળવારે કેન્દ્ર અને બંગાળ સરકારને જવાબ આપવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો છે. જસ્ટીસ દિનેશ મહેશ્વરી અને જસ્ટીલ કૃષ્ણ મુરારીની બેચે પક્ષકારો પાસે લેખિતમાં પોતાનો જવાબ આપવા કહ્યું, જેથી અરજીકર્તા તેના પર જવાબ આપી શકે. સર્વોચ્ચ અદાલત ઉત્તરપ્રદેશની વકિલ રંજના અગ્નિહોત્રી અને સામાજીક કાર્યકર્તા જીતેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવેલી એક જાહેરહીતની અરજી પર સુનવણી ચાલી રહી હતી.
અરજીમાં ચૂંટણી બાદ થયેલી હિંસાના કારણે કાયદો વ્યવસ્થાની બગડતી સ્થિતિને ધ્યાને રાખે કેન્દ્રને બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા નિર્દેશ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. બંગાળની (West Bengal) સરકાર તરફથી સિનિયર વકિલ આનંદ ગ્રોવરે અરજીકર્તાના હેતુ પર સવાલ ઉઠાવ્યો અને પુછ્યું કે ઉત્તરપ્રદેશની એક વ્યક્તિનો આ મામલે શું સંબંધ છે. તેમણે જણાવ્યું કે, કલકત્તા હાઈકોર્ટ (Calcutta HighCourt) રાજ્યના નિવાસીઓ દ્વારા કરવામાં આવેલી અરજીઓ પર પહેલાંથી જ વિચાર કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે, સમાન જાહેરહિતની અરજીઓમાં (PIA) હાઈકોર્ટ દ્વારા દરેક મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. મને અરજીકર્તાઓના અધિકાર ક્ષેત્ર પર ગંભીર વાંધો છે. બંગાળના લોકોએ આ મુદ્દાને ઉઠાવ્યો છે અને હાઈકોર્ટે અનેક આદેશ પણ આપ્યા છે. કેન્દ્ર તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી.રાજૂએ કહ્યું કે, અરજીકર્તાની ફરિયાદના માત્ર કેટલાક હિસ્સા પર હાઈકોર્ટે ધ્યાન આપ્યું છે. સર્વોચ્ચ અદાલતે તેમની પાસે તેમના તમામ વાંધાઓને એક સોગંદનામામાં આપવા જણાવી આ મામલે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાબમાં સુનવણી કરવા જણાવ્યું.
અરજીમાં કેન્દ્રને રાજ્યમાં સામાન્ય સ્થિતિ બહાલી અને તેનાથી આંતરિક અશાંતિથી બચવ માટે વહીવટી અધિકારીઓની મદદ માટે સશસ્ત્ર/અર્ધસૈનક દળોને તૈનાત કરવાનો નિર્દેશ આપવા પણ માંગ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જાહેરહિતની અરજી અસાધારણ પરિસ્થિતિઓમાં કરવામાં આવી છે કારણ કે, વિધાનસભા ચૂંટણી દરમિયાન વિપક્ષી દળ ભાજપનું સમર્થન કરવાને કારણે બંગાળના હજારો નિવાસિયોને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યાં છે.
Tags :
Advertisement

Trending News

.

×