Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં રવિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જે દરમિયાન સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. કાશ્મીર પોલીસે ટ્વિટ કર્યું કે વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન દરમિયાન, ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબાર કર્યો. જેનો સુરક્ષા દળોએ જવાબ આપ્યો અને આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં હજુ પàª
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ  બે આતંકીઓ ઠાર
Advertisement
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં રવિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જે દરમિયાન સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. કાશ્મીર પોલીસે ટ્વિટ કર્યું કે વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન દરમિયાન, ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબાર કર્યો. જેનો સુરક્ષા દળોએ જવાબ આપ્યો અને આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.
આતંકવાદીની ઓળખ પાકિસ્તાની નાગરિક તરીકે થઇ
પોલીસ મહાનિરીક્ષક (કાશ્મીર) વિજય કુમારના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ પાકિસ્તાની નાગરિક તરીકે થઈ છે. જે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલો હતો. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા આતંકવાદી સાથે, આ ચાલુ એન્કાઉન્ટરમાં વધુ બે-ત્રણ આતંકવાદીઓ ફસાયા છે. 

કાશ્મીરના આઈજીએ કહ્યું કે જ્યારે સુરક્ષા દળો ઓપરેશનના ભાગરૂપે ઠેકાણાઓને શોધી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટુકડી પર ગોળીબાર કર્યો હતો. આ પછી સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. 
જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર કુપવાડાના લોલાબ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદી શૌકત અહેમદ શેખની પૂછપરછ કર્યા પછી, કુપવાડા પોલીસે સેના સાથે સંયુક્ત આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું છે.
કાશ્મીરમાં ચાલતા સતત એન્કાઉન્ટરો
ત્રણ દિવસ પહેલા સુરક્ષા દળોએ બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. અનંતનાગ જિલ્લાના હંગલગુંડ વિસ્તારમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. IGP વિજય કુમારે કહ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હિઝબુલ મુજાહિદ્દીનના જુનૈદ અને બાસિત ભટ તરીકે થઈ છે. આતંકવાદી બાસિત ગયા વર્ષે અનંતનાગમાં ભાજપના સરપંચ રસૂલ ડાર, તેની પત્ની અને એક પંચની હત્યામાં સામેલ હતો. આ પહેલા કુલગામના મીશીપુરા વિસ્તારમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. કુલગામના મિશીપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ મંગળવારે આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું હતું.
Advertisement
Tags :
Advertisement

Trending News

.

×