Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બનાસકાંઠાના વડગામમાં 39 વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી, 10 થી 20 ટકા વ્યાજે ધીરતા હતા નાણા

ઉંચા વ્યાજે નાણા ધીરી પઠાણી ઉઘરાણી કોઈપણ જાતના લાયસન્સ વિના જ તગડા વ્યાજે રૂપિયા ફેરવી જરૂરિયાતમંદ લોકો પાસેથી પઠાણી ઉઘરાણી કરતા લોકો સામે બનાસકાંઠા પોલીસે લાલઆંખ કરી છે. બનાસકાંઠાના વડગામમાં 39 લોકોને વ્યાજના ચક્કરમાં ફસાવનાર સાળા- બનેવીને પોલીસે દબોચી લીધા છે. વડગામ પોલીસ મથકે 10 જેટલાં પીડિતોએ ફરિયાદ નોંધાવતા પોલીસે અત્યારે સાળા અને બનેવી સામે ગુનો નોંધી બંનેને દબોચી લઈ તà«
બનાસકાંઠાના વડગામમાં 39 વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી  10 થી 20 ટકા વ્યાજે ધીરતા હતા નાણા
ઉંચા વ્યાજે નાણા ધીરી પઠાણી ઉઘરાણી 
કોઈપણ જાતના લાયસન્સ વિના જ તગડા વ્યાજે રૂપિયા ફેરવી જરૂરિયાતમંદ લોકો પાસેથી પઠાણી ઉઘરાણી કરતા લોકો સામે બનાસકાંઠા પોલીસે લાલઆંખ કરી છે. બનાસકાંઠાના વડગામમાં 39 લોકોને વ્યાજના ચક્કરમાં ફસાવનાર સાળા- બનેવીને પોલીસે દબોચી લીધા છે. વડગામ પોલીસ મથકે 10 જેટલાં પીડિતોએ ફરિયાદ નોંધાવતા પોલીસે અત્યારે સાળા અને બનેવી સામે ગુનો નોંધી બંનેને દબોચી લઈ તેમના ઘરે છાપો મારી રૂપિયા 2.13 લાખ રોકડા ,સહીવાળા 100 કોરા ચેક સહિતનો મુદામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે..
સાળા-બનેવીને પોલીસે દબોચી લીધા 
બનાસકાંઠામાં દિવસેને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે.તે વચ્ચે હવે બનાસકાંઠા પોલીસ વ્યાજખોરો સામે એલર્ટ મોડમાં આવી છે.ત્યારે વડગામ પંથકમાં 39 વ્યક્તિઓને વ્યાજના ચક્રમાં ફસાવી ઊંચી ટકાવારીએ નાણા વસૂલ કરતા ઘોડીયાલ અને દાંતાના નારગઢના સાળા - બનેવીને વડગામ પોલીસે દબોચી લીધા છે...અને સાળા - બનેવી સામે વડગામ પોલીસ મથકે 10 ગુના નોંધાયા બાદ પોલીસે તેમના ઘર સહિત ત્રણ સ્થળે છાપો મારી અન્ય દસ્તાવેજો પણ કબ્જે કર્યા છે.
વ્યાજે પૈસા લેનાર પાસેથી કોરા ચેક પર સહીઓ લેતા હતા 
વડગામના ઘોડીયાલ ગામમાં ગુરુકૃપા જવેલર્સ નામની દુકાન ચલાવતા પરેશ સોમાલાલ સોની અને તેનો સાળો દિલીપ કાંતિલાલ સોની લોકો પાસે કોરા ચેકો તેમજ કોરા કાગળ ઉપર સહીઓ લઈ 10% થી 20 ટકા જેટલા ઊંચા વ્યાજે નાણાં ધીરતા હતા. જેમાં અનેક ગણું વ્યાજ વસૂલ્યા બાદ ચોક્કસ રકમ લેવાની કહી વ્યાજે નાણાં લેનારની જાણ બહાર તેઓના ખાતામાં આ બંને શખ્સો બેંકમાં ચેક ભરી રિટર્ન થતા નેગોસીએબલ ઇન્સ્ટન્ટમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કેસ કરી લોકોને  બ્લેકમેલ કરતા હતા.
10 જેટલા પીડિતોએ પોલીસ સમક્ષ આપવીતી વ્યક્ત કરી હતી 
જો કે આ બંનેની આવી હરકતોથી પીડિત લોકો આજ દિન સુધી તો બહાર ન આવ્યા પરંતુ હવે પોલીસ આવા પીડિત લોકોના સપોર્ટમાં આવતા આ અંગે બંને વ્યાજખોરો સામે વડગામ પોલીસ મથકે  ઘોડિયાલ ગામના 6 લોકો, હાતાવાડા ગામના એક વ્યક્તિ , કરનાળા ગામના 2 લોકો તો આંબતપુરાના એક વ્યક્તિ મળી કુલ  10 પીડિત લોકોએ આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા આ બંને સાળા - બનેવી સામે પોલીસે 10 જેટલાં ગુના નોંધી બંનેના ઘર સહિત અન્ય ત્રણ સ્થળોએ છાપા મારી રૂપિયા 2.13 લાખ રોકડ,48 પ્રોમિસરી નોટ અને 100 જેટલા સહી કારેલ કોરા ચેક સાથે બંનેને ઝડપી પાડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે...જોકે વ્યાજ ખોરો સામે બનાસકાંઠા પોલીસની કડક કાર્યવાહીને લઈ અન્ય વ્યાજખારોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.