વ્યાજખોરોએ ફરિયાદીને માર મારી આપી ધમકી - જો પોલીસ ફરિયાદ કરશો તો તમારા દીકરાને ધાબા પરથી નીચે ફેંકી દઈશ
અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસ અંગે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. રીક્ષા ચાલક પતિ અને સામાન્ય નોકરી કરતી પત્નીને રૂપિયાની જરૂરિયાત હોવાથી વ્યાજે પૈસા લીધા હતા. કોરોનાને કારણે પૈસા આપી નહીં શકતા વ્યાજખોરોએ મકાન પચાવી પાડ્યું અને લાઈટ કનેક્શન બંધ કરાવી દીધું. વ્યાજખોરોએ ફરિયાદીને માર મારી ધમકી આપી હતી કે જો પોલીસમાં ફરિયાદ કરશે તો તેના દીકરાને અગાસી પરથી નીચે પટકી મારી નાખ શે.રાજ્ય સà
Advertisement
અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસ અંગે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. રીક્ષા ચાલક પતિ અને સામાન્ય નોકરી કરતી પત્નીને રૂપિયાની જરૂરિયાત હોવાથી વ્યાજે પૈસા લીધા હતા. કોરોનાને કારણે પૈસા આપી નહીં શકતા વ્યાજખોરોએ મકાન પચાવી પાડ્યું અને લાઈટ કનેક્શન બંધ કરાવી દીધું. વ્યાજખોરોએ ફરિયાદીને માર મારી ધમકી આપી હતી કે જો પોલીસમાં ફરિયાદ કરશે તો તેના દીકરાને અગાસી પરથી નીચે પટકી મારી નાખ શે.
રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ જે ઝુંબેશ ચલાવવામાં આવી રહીં છે જેમાં ખરા અર્થમાં વ્યાજખોરોનો ભોગ બનેલા લોકો સામે આવી રહ્યા છે અને વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી રહ્યા છે. જે ફરિયાદને આધારે પોલીસ પણ તત્કાલિક કાર્યવાહી કરી વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલી રહીં છે.શહેરમા અમરાઇવાડી વિસ્તારમાં વ્યાજખોરીનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ફરિયાદી બબીતાબહેને પૈસાની જરૂરિયાત હોવાથી વ્યાજનો ધંધો કરતા રણજીત રાજપૂત પાસેથી વીસ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. રણજિતે બબિતાબહેનને ડેઇલી કલેક્શન પર વીસ હજાર રૂપિયા આપ્યા હતા જેમાં દરરોજ 400 રૂપિયા રણજીતને આપવાના હતા. જેમાં બબીતાબહેને વીસ હજારની સામે 28 હજાર ચુકવી આપ્યા હતા. જે બાદ બબિતાને લગ્ન પ્રસંગમાં મામેરા માટે પૈસાની જરૂર હોવાથી 80 હજાર રૂપિયા 10 ટકાના વ્યાજે રણજીત રાજપૂત પાસેથી લીધા હતા. જોકે કોરોના કાળ દરમ્યાન બબિતા વ્યાજ નહિ ચુકવી સકતા રણજીત અવાર નવાર ઘરે આવી ધાક ધમકી આપી હતી હતો અને ઘરમાં પડેલા રૂપિયા લઈ જતો હતો.
વ્યાજખોર રણજીતની ધાકધમકી અને અને પૈસા નહિ હોવાને કારણે બબીતા અને તેના પતિ બે મહિના માટે મધ્યપ્રદેશ પિયરમાં જતાં રહ્યાં હતાં. જે દરમ્યાન રણજીત અને તેનો મળતિયો યોગેશ કોષ્ટી બબિતાબહેનના ઘરે પોતાની માલિકીનું તાળું મારી દીધું હતું. બે મહિના બાદ બબિતા અને તેના પતિ ઘરે આવતા ઘરમાં અલગ તાળું હોવાથી રણજીત પાસે ગયા હતા. જ્યાં રણજીતે તેને વ્યાજ સાથે પૈસા આપવાનું કહ્યું હતું અને પૈસા આપ્યા બાદ જ ચાવી આપવાનું કહેતા બબીતા અને તેના પતિ ઉપરના માળે તેના જેઠના ઘરે રહેવા લાગ્યા હતા. જેના બે મહિના બાદ બબીતા અને તેના પતિએ મકાન વેચીને પૈસા આપી દેવાની વાત રણજીતને કરી હતી પણ રણજીતે પહેલાં પૈસા આપવાની વાત કહેતા બબીતા અને તેના પતિએ તાળું તોડી પોતાના ઘરમાં રહેવા લાગ્યા. રણજીત ને ખ્યાલ આવતા રણજીત અને તનો મલતિયો યોગેશ કોષ્ટિ રાતના સમયે મકાન પર આવી ધાક ધમકીઓ આપવા લાગ્યા અને બબિતાનાં પતિને અન્ય જગ્યા પર લઈ જઈ માર માર્યો હતો. રણજીત દ્વારા મકાન પોતાને નામે થઈ ગયું છે અને તમે ખાલી કરીને ચાલતા જવાની ધમકી પણ આપી હતી.
રણજીત બબિતા અને તેના પતિને ધમકી આપી જતી કે માર માર્યાની ફરિયાદ પોલીસ ને કરશે તો તેના દીકરાને ધાબા પરથી ફેંકી દેશે. જેના ડરને કારણે બબિતાએ પોલીસ ફરિયાદ કરી નો હતી. ફરિયાદને આધારે વ્યાજખોર રણજીત અને યોગેશ કોષ્ટીએ બબિતા નાં સાસુના નામનું મકાન પચાવી પાડ્યું હતું. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં વ્યાજખોર રણજીત દ્વારા 9 લાખ જેટલા રૂપિયા બબિતાની સાસુને આપ્યા હોવાનું બાકીના રૂપિયા બબિતા ને આપેલા પૈસાના વ્યાજ પેટે કાપી લીધા હતાં. પોલીસે હાલ બંને વ્યાજખોરોની ધરપકડ કરી મકાનના દસ્તાવેજ સહિતના ડોક્યુમેન્ટ તપાસવાની અને અન્ય મુદ્દાઓ પર વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો -