પોલીસના નામે પૈસા પડાવનાર ઝડપાયો, ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળતા પ્રેમી યુગલને બનાવતો ટાર્ગેટ
અમદાવાદમાં ફરી નકલી પોલીસનો આતંક સામે આવ્યો.પોલીસ બનીને પ્રેમી યુગલને ધમકી આપી પૈસા પડાવતા નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે રામોલ પોલીસે અયુબસા દિવાન નામના શખ્સની ધરપકડ કરી છે.. જેણે પ્રેમી યુગલને મનમાં પોલીસનો ડર બનાવ્યો છે. કારણ કે આ નકલી પોલીસ બનીને આરોપી પ્રેમી યુગલને અટકાવીને તેમને ધમકી આપી લૂંટ કરતો હતો. ઘટનાની વાત કરીએ તો 22 ઓકટોબર ના રોજ આરોપી અયુબસા અને તેનો મિતà
Advertisement
અમદાવાદમાં ફરી નકલી પોલીસનો આતંક સામે આવ્યો.પોલીસ બનીને પ્રેમી યુગલને ધમકી આપી પૈસા પડાવતા નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે રામોલ પોલીસે અયુબસા દિવાન નામના શખ્સની ધરપકડ કરી છે.. જેણે પ્રેમી યુગલને મનમાં પોલીસનો ડર બનાવ્યો છે. કારણ કે આ નકલી પોલીસ બનીને આરોપી પ્રેમી યુગલને અટકાવીને તેમને ધમકી આપી લૂંટ કરતો હતો. ઘટનાની વાત કરીએ તો 22 ઓકટોબર ના રોજ આરોપી અયુબસા અને તેનો મિત્ર મહંમદ સારૂક અન્સારી જશોદાનગર એક ગેસ્ટહાઉસમાં રેકી કરીને બેઠા હતા.
એક પ્રેમી યુગલ ગેસ્ટહાઉસમાંથી બહાર નીકળ્યું એટલે બાઈક પર તેનો પીછો કર્યો અને CTM નજીક અટકાવીને પોતે પોલીસ હોવાનો રોફ જમાવ્યો.. અને ત્યાર ધમકી આપીને ખીસ્સામાંથી એક હજાર અને ATM માંથી રૂ 20 હજાર કઢાવીને લૂંટ કરી હતી.. રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી.
આરોપી અયુબસા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ પણ 2020માં રામોલમાં નકલી પોલીસના કેસમાં ઝડપાયો હતો અને રખિયાલમાં પણ નકલી પોલીસ બનીને રોફ જમાવતા ઝડપાયો હતો.. આરોપી વટવા GIDC પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં કામ કરતા હોવાનું કહીને નકલી પોલીસ બનીને આરોપી અને તેના મિત્રએ આતંક મચાવ્યો છે.. પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો છે જ્યારે તેનો મિત્ર મહમદ સારૂક ફરાર હોવાથી શોધખોળ શરૂ કરી છે.
તહેવારોના સમયમાં નકલી પોલીસ બનીને રોફ જમાવતા આરોપીનો બીજો કિસ્સો સામે આવ્યો.. અગાઉ હથીજણ માં પણ નકલી પોલીસ અને નકલી પત્રકાર ઝડપાયા હતા.. રામોલ પોલીસે પણ આરોપીની ધરપકડ કરીને તેની તપાસ માટે રિમાન્ડ કોર્ટમાં મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે..