Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જો સરકારની આ યોજનાનો લાભ ના મળ્યો હોત તો દીકરાને ડોક્ટર બનાવવાનું સ્વપ્ન અધૂરું રહી જાત

સરકાર (Govt)મદદરૂપ થઈ એટલે મારે કોઇનીય મદદની જરૂર પડી નથી.બાકી ખેડુતના દિકરાને ડોકટર બનાવવો હોય અને તે પણ વિદેશની ભૂમિ પર એ તો આ સરકાર જ કરાવી શકે આ શબ્દો છે કચ્છ (Kutch)જિલ્લાના ભુજ તાલુકાના પધ્ધર ગામના વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન યોજના સહાયના લાભાર્થી કૌશિકના પિતા ક્રિષ્નાભાઇ કોઠીવારના.        MBBsના ત્રીજા સેમિસ્ટરમાં LNU યુનિવર્સિટી, ફિલીપાઈન્સમાં હાલ અભ્યાસ કરી રહેલા કૌશિકને આ વર્ષે મંજુર થય
જો સરકારની આ યોજનાનો લાભ ના મળ્યો હોત તો દીકરાને ડોક્ટર બનાવવાનું સ્વપ્ન અધૂરું રહી જાત
સરકાર (Govt)મદદરૂપ થઈ એટલે મારે કોઇનીય મદદની જરૂર પડી નથી.બાકી ખેડુતના દિકરાને ડોકટર બનાવવો હોય અને તે પણ વિદેશની ભૂમિ પર એ તો આ સરકાર જ કરાવી શકે આ શબ્દો છે કચ્છ (Kutch)જિલ્લાના ભુજ તાલુકાના પધ્ધર ગામના વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન યોજના સહાયના લાભાર્થી કૌશિકના પિતા ક્રિષ્નાભાઇ કોઠીવારના.
        
MBBsના ત્રીજા સેમિસ્ટરમાં LNU યુનિવર્સિટી, ફિલીપાઈન્સમાં હાલ અભ્યાસ કરી રહેલા કૌશિકને આ વર્ષે મંજુર થયેલ રૂ. ૧૫ લાખની વગર વ્યાજની લોન સહાયનો રૂ.૩ લાખનો પ્રથમ હપ્તાનો ચેક. આજરોજ ભુજખાતે યોજાએલા ગરીબ કલ્યાણ મેળામાં તેમના પિતા  ક્રિષ્નાભાઇને આપવામાં આવ્યો હતો. કુલ રૂ.૧૫ લાખની લોન સહાય તેમને ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે. વ્યાજ વિનાની લોન સહાય સાડા પાંચ વર્ષ સુધી મળશે ત્યાર બાદ રૂ. ૪%ના વ્યાજે હપ્તો ચુકવાનો રહેશે એમ લાભાર્થીના પિતા ક્રિષ્નાભાઇ જણાવે છે. તેઓ વધુમાં જણાવે છે કે સીઝનના પાક લઈએ છીએ તેમાં તેજસ્વી દિકરાને ડોકટર બનાવવાનું સપનું અઘરૂ પડી જાત જો આ સહાયનો લાભ મળ્યો ના હોત.
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી વિચરતી અને વિમુકતજાતિ શ્રી જે.એ.બારોટ જણાવે છે એમ વર્ષ ૨૦૨૨માં વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન યોજના અન્વયે કુલ રૂ.૧.૫ કરોડની સહાય મંજુર કરવામાં આવી છે જેનો લાભ સાત લાભાર્થીઓને આપવામાં આવ્યો છે. 
જે પૈકી આજના ગરીબ કલ્યાણ મેળામાં અન્ય  લાભાર્થી નખત્રાણાના ભટ્ટી યોગા રાજેશભાઈ MBBs માટે, ગાંધીધામના વઢેર અજીતસિંહ કાનાભાઈને BS-MD માટે, રાપરના ચાવડા પ્રતિક લાલજીભાઈને BS-MD માટેના વિદેશ અભ્યાસ લોન સહાય હપ્તાના ચેક વિતરણ કરાયા છે.
Advertisement
Tags :
Advertisement

.