Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરળ વસ્તુને યાદગાર બનાવવવી જ એક એક્ટર માટે અગ્નિ પરીક્ષા હોય છે- તુષાર પાંડે

દીયા ઔર બાતી સિરિયલથી ટીવી ઇન્ડ્સ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવનાર દીપિકાસિંહ લોકપ્રિય ટીવી અભિનેત્રી છે, જે હવે બોલિવૂડમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. દીપિકાની ડેબ્યુ ફિલ્મનું નામ 'ટીટુ અંબાણી' છે, તાજેતરમાં તે દીપિકા ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મના લીડ એક્ટર તુષાર પાડે અને ફિલ્મના ડાયરેક્ટ અને તેના લાઇફ પાટર્નર રોહિતસિંહ સાથે અમદાવાદની મહેમાન બની હતી. બંન્ને કલાકારોએ પોતાની કરàª
સરળ વસ્તુને યાદગાર બનાવવવી જ એક એક્ટર માટે અગ્નિ પરીક્ષા હોય છે  તુષાર પાંડે
દીયા ઔર બાતી સિરિયલથી ટીવી ઇન્ડ્સ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવનાર દીપિકાસિંહ લોકપ્રિય ટીવી અભિનેત્રી છે, જે હવે બોલિવૂડમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. દીપિકાની ડેબ્યુ ફિલ્મનું નામ 'ટીટુ અંબાણી' છે, તાજેતરમાં તે દીપિકા ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મના લીડ એક્ટર તુષાર પાડે અને ફિલ્મના ડાયરેક્ટ અને તેના લાઇફ પાટર્નર રોહિતસિંહ સાથે અમદાવાદની મહેમાન બની હતી. બંન્ને કલાકારોએ પોતાની કરિયર અને એક્ટિંગ લાઇફ વિશે ગુજરાત ફર્સ્ટ વેબ સાથે ખાસ વાત કરી હતી. તાજેતરમાં જ આ ફિલ્મનું ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જે ખૂબ જ ફની છે.  આ ફિલ્મમાં, દીપિકા 'મૌસમી' નામની છોકરીનું પાત્ર ભજવી રહી છે. જે પોતાની શરતો પર જીવવાનું પસંદ કરે છે અને તે અભિનેતા તુષાર પાંડે (ટીટુ અંબાણી) સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, આ પહેલાં તુષાર પ્રખ્યાત વેબ સિરીઝ 'આશ્રમ'માં પણ જોવા મળ્યો હતો સાથે જ તેણે ફિલ્મ છીછોરેમાં પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.
 


કોઇ ફિલ્મનું નામ તમારા પાત્રના નામ સાથે સંકળાયેલું હોય ત્યારે તમારા ખભે જવાબદારી ઘણી વધી જાય છે
ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતાં તુષારે કહ્યું કે આ ફિલ્મનું જે ટાઇટલ છે તે મારા પાત્રના નામ પરથી છે. જ્યારે કોઇ ફિલ્મનું નામ તમારા નામ સાથે હોય ત્યારે તમારા ખભે જવાબદારી ઘણી વધી જાય છે. મારી માટે આ પાત્ર આમ તો કરવું સરળ હતું પણ સરળ વસ્તુને યાદગાર બનાવવવી જ એક એક્ટર માટે અગ્નિ પરીક્ષા હોય છે. મેં દર્શકોની નજરમાં પાસ થવા માટે ખૂબ મહેનત કરી ખાસ કરી સિનિયર કલાકારો સાથે કામ કરવાની ખૂબ મજા પડી. મારી માટે મારા દરેક પાત્રો ખૂબ જ ખાસ હોય છે. મારી એક્ટીંગ કરિયરમાં મારી NSDની પ્રોફેશનલ ટ્રેનીંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણકે દરેક સંસ્થાના પોતાના સંસ્કારો હોય છે જે તમને કરિયરમાં ખૂબ જ ભાગ ભજવતાં હોય છે. 

એક છોકરાથી પુરુષ બનવા તરફની જર્ની
ઓ.ટી.ટી પ્લેટફોર્મ વિશે વાત કરતાં તુષારે કહ્યું કે ઓ.ટી.ટી આવવાથી એક્ટરોને ખૂબ જ ફાયદો થયો છે. પહેલાં લોકો માત્ર ફિલ્મના સુપર સ્ટારને ઓળખતાં હતાં તેમજ વર્ષે આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ ફિલ્મો બનતી હતી જ્યારે આજે મનોરંજનની ભરમાળ છે. લોકો દરેક ઝોનરની ફિલ્મના અને દરેક એજ ગ્રુપના કલાકારોને ઓળખતા અને યાદ રાખતાં થયાં છે, કેનવાસ વધ્યો છે જેનાથી એક્ટર માટે પણ સારા સ્કોપ છે અને દર્શકો માટે પણ સારા વિકલ્પો છે. તુષાર વધુમાં આગળ વાત કરતાં જણાવે છે કે આ ફિલ્મ એક લીડ એક્ટર તરીકેની મારી પહેલી ફિલ્મ છે જેમાં માત્ર એક પાત્ર નથી પણ એક છોકરાથી પુરુષ બનવા તરફની જર્ની છે. ફિલ્મો એટલે લાર્જન ઓફ ધ લાઇફ જ હોય તેમજ હીરોગીરી કરતાં પાત્રો યાદ રહે તેવું હવે નથી આજે લોકો નાના ટાઉનની વાર્તા પણ પસંદ કરે છે. હીરો તેમની વચ્ચેથી આવતો હોય તો તે પણ લોકો સ્વીકારે છે શરત એટલી જ છે કે બસ વાર્તા સિનેમેટિક પડદે સારી અને અસરકારક રીતે કહેવાઇ હોય. દરેક ઝોનર માટે એક વર્ગ છે. મારી એક્ટીંગ કરિયરમાં હજુ મારે ખતરનાક વિલનનો રોલ કરવો છે જે મારું ડ્રીમ છે.


સિરિયલ અને ફિલ્મ બંન્ને માટે ટેક્નિક્સ થોડી અલગ હોય છે
ટી.વીની સિલ્વર સ્ક્રીનથી બોલિવુડના ગોલ્ડન પડદાં પર ડેબ્યુ કરનાર દીપિકા સિંગે ગુજરાત ફર્સ્ટને કહ્યું કે, મેં ટી.વી સિરિયલમાં પણ એક વહુના પાત્રને બીબીઢાળ જીવવાની જગ્યાએ ઘણાં નવાં સ્વરુપોમાં જીવવાનો પ્રયત્ન કર્યો હતો સંધ્યાં રાઠી અક ઘેરલુ વહુ, એક સફળ આઇ.પી.એસ. ઓફિસર સાથે જ એક ઉમદા એજન્ટના રોલમાં નજરે પડી હતી. સિરિયલ અને ફિલ્મ બંન્નેમાં કામ કરવાની અગલ બાબત વિશે દીપિકાએ કહ્યું કે બંન્ને માટે ટેક્નિક્સ થોડી અલગ હોય છે. પણ કલાકારે તો ઇમોશન જ પીરસવાના હોય છે. જો કે સિરિયલમાં તમને દર્શકો સાથે કનેક્ટ થવા વધુ સમય મળે છે, જ્યારે જો ફિલ્મ રીલિઝના પેહેલાં 4-5 દિવસ જો દર્શકો ન આવે તો તે નિષ્ફળ રહે છે.


ટીટુના નિર્ણયોથી તેમની વચ્ચેનો પ્રેમ ખોવાઈ જાય છે
આ ફિલ્મમાં દીપિકા આજની મોર્ડન છોકરી મૌસમીના રોલમાં જોવા મળશે. અભિનેત્રી આ ફિલ્મને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. દીપિકા સિંહે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતાં આગળ કહ્યું હતું કે, 'મૌસમીને લાગે છે કે ટીટુ અને તે એકબીજા માટે બનેલા છે પરંતુ મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે ટીટુના નિર્ણયોથી તેમની વચ્ચેનો પ્રેમ ખોવાઈ જાય છે. સંબંધ જોખમમાં મૂકાય છે. મૌસુમીનું પાત્ર મારા દિલની ખૂબ નજીક છે, આ એક એવી છોકરી છે જેણે પોતાના જીવનના કેટલાક નિયમો બનાવ્યા છે અને તે પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કરી શકતી નથી. 


એક સ્લાઈસ ઓફ લાઈફ ફિલ્મ
આ એક સ્લાઈસ ઓફ લાઈફ ફિલ્મ છે, મધ્યમવર્ગીય પરિવારની આ સાદી લવ સ્ટોરી ખૂબ જ મનોરંજક સાથે જીવનનો મોટો સંદેશ આપે છે. ફિલ્મની વાર્તા એક મધ્યમવર્ગીય પરિવારની છે, જેમાં એકમાત્ર છોકરી પોતાનું આખું ઘર ચલાવે છે પરંતુ તેના માતા-પિતા ઈચ્છે છે કે છોકરીના લગ્ન થાય. ટ્રેલરની શરૂઆત મૌસુમી (દીપિકા સિંહ)ના લગ્નથી થાય છે, જ્યાં તેના માતા-પિતા તેને છોકરાની તસવીર બતાવે છે, પરંતુ મૌસુમી ટીટુ (તુષાર પાંડે) સાથે લગ્ન કરવા માંગે છે કારણ કે બંને એકબીજાના પ્રેમમાં છે. લગ્ન પછી બંનેના જીવનમાં મુશ્કેલી સર્જાય છે, જે ફિલ્મને સામાન્ય માણસની લાઇફ સાથે જોડવામાં મદદ કરશે. 


ફિલ્મના દિગ્દર્શક રોહિત ગોયલ છે જે દીપિકા સિંહના પતિ છે
દીપિકા સિંહ અને તુષાર પાંડેની આ ફિલ્મ 18 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં રઘુબીર યાદવ, સપના સેન્ડ, વિરેન્દ્ર સક્સેના, સમતા સાગર અને બ્રિજેન્દ્ર કાલા જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શક રોહિત ગોયલ છે જે દીપિકા સિંહના પતિ છે. સીરિયલ 'દિયા ઔર બાતી હમ'ના શૂટિંગ દરમિયાન દીપિકા અને આ સીરિયલના ડાયરેક્ટર રોહિત ગોયલ નજીક આવ્યા અને 2014માં તેમણે લગ્ન કરી લીધા. તેમને સોહમ ગોયલ નામનો પુત્ર પણ છે.
Advertisement
Tags :
Advertisement

.