Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મલ્ટીપ્લેક્સમાં બહારથી ખાણીપીણીની વસ્તુઓ લઈ જવા પર લાગી શકે છે પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટે સંભળાવ્યા આ નિર્ણય

મલ્ટિપ્લેક્સને લઈને સુપ્રીમ કોર્ટે મંગળવારે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ દાખલ કરવામા આવેલી અપીલોની સાથે મધ્યપ્રદેશ હાઈકોર્ટ તરફથી પસાર આદેશો વિરૂદ્ધ  દાખલ અરજીઓ પર પણ સુનવણી કરી. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ વાત સ્પષ્ટ કરી દીધી છે કે સિનેમાગૃહોના માલિકોને અધિકાર છે કે તેઓ ફિલ્મ જોવા આવનારાઓને થિયેટરમાં ખાણીપીણીની વસ્તુઓ સાથે લાવતા અટકાવી શકે. સિનેમાગૃહની સંપત્ત
મલ્ટીપ્લેક્સમાં બહારથી ખાણીપીણીની વસ્તુઓ લઈ જવા પર લાગી શકે છે પ્રતિબંધ  સુપ્રીમ કોર્ટે સંભળાવ્યા આ નિર્ણય
Advertisement
મલ્ટિપ્લેક્સને લઈને સુપ્રીમ કોર્ટે મંગળવારે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ દાખલ કરવામા આવેલી અપીલોની સાથે મધ્યપ્રદેશ હાઈકોર્ટ તરફથી પસાર આદેશો વિરૂદ્ધ  દાખલ અરજીઓ પર પણ સુનવણી કરી. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ વાત સ્પષ્ટ કરી દીધી છે કે સિનેમાગૃહોના માલિકોને અધિકાર છે કે તેઓ ફિલ્મ જોવા આવનારાઓને થિયેટરમાં ખાણીપીણીની વસ્તુઓ સાથે લાવતા અટકાવી શકે. સિનેમાગૃહની સંપત્તિ તેના માલિકની અંગત સંપત્તિ છે.
મલ્ટીપ્લેક્સ માલિકો જાહેર હિત સચવાય તેવા નિયમ ઘડી શકે છે
જમ્મુ અને કાશ્મીરના મલ્ટીપ્લેક્સ માલિકો દ્વારા કરવામાં આવેલી અપીલોની સુનવણી કરતા ચીફ જસ્ટીસ ધનંજય વાય. ચંદ્રચૂડ અને જસ્ટીસ પીએસ નરસિમ્હાની બેચે કહ્યું કે, સિનેમાગૃહ તેના માલિકની અંગત સંપત્તિ છે. માલિકો પાસે એવા નિયમો અને શરતોને ત્યાં સુધી નક્કી કરવાનો અધિકાર છે જ્યાં સુધી જાહેર હિતોની સુરક્ષા અને કલ્યાણની વિરૂદ્ધમાં ના હોય.
આ કોમર્શિયલ બાબત
જો કોઈ દર્શક સિનેમાગૃહમાં પ્રવેશે છે તો તેને સિનેમા ગૃહના માલિકના નિયમોનું પાલન કરવું પડશે. મલ્ટિપ્લેક્સમાં ખાણી-પીણીની વસ્તુઓ વેચવી કોમર્શિયલ બાબત છે. જોકે કોર્ટે એ બાબત ઉમેરી કે સિનેમાગૃહોમાં ફ્રીમાં પીવાનું પાણી મળવું જોઈએ.
જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો
જમ્મુ કાશ્મીર મલ્ટિપ્લેક્સ માલિકોએ હાઈકોર્ટ તરફથી પસાર થયેલા 18 જુલાઈ 2018ના એક નિર્ણયને પડકાર્યો હતો. જેમાં ફિલ્મ જોનારાને સિનેમાગૃહની અંદર બહારનું ભોજન લાવવાની મંજુરી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મર હાઈકોર્ટના તે નિર્ણયને રદ્દ કર્યો છે જેમાં મલ્ટિપ્લેક્સ અને મૂવી થિએટરોમાં લોકો પોતાની ખાવાપીવાની વસ્તુઓ લઈ જવાની મંજુરી આપી હતી. કોર્ટે થિયેટર માલિકો અને મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા તરફથી હાઈકોર્ટના 2018ના નિર્ણયને પડકારતી અરજી પર આ બેચ સુનવણી કરી રહી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

Trending News

.

×