નિવૃત્ત થયાં બાદ CJI અને સુપ્રીમ કોર્ટના જજોને મળશે વધારાની સુરક્ષા
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ (CJI) અને અન્ય જજોના નિવૃત્ત થયાં બાદ સુવિધા અને સેવાઓ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સુવિધાઓ આપવા માટે જજોના વેતન ભથ્થા અને સેવા નિયમોના અધિનિયમ 1958માં સંશોધન કરવામાં આવ્યું છે. જે હેઠળ CJI અને અન્ય જજોને નિવૃત્તિ બાદ એક વર્ષ સુધી કેટલીક સુવિધાઓ મળશે.સરકારે નિવૃત્ત જજોને મળનારી નવી સુવિધાઓનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જે હેઠળ ચીફ àª
Advertisement
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ (CJI) અને અન્ય જજોના નિવૃત્ત થયાં બાદ સુવિધા અને સેવાઓ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સુવિધાઓ આપવા માટે જજોના વેતન ભથ્થા અને સેવા નિયમોના અધિનિયમ 1958માં સંશોધન કરવામાં આવ્યું છે. જે હેઠળ CJI અને અન્ય જજોને નિવૃત્તિ બાદ એક વર્ષ સુધી કેટલીક સુવિધાઓ મળશે.
સરકારે નિવૃત્ત જજોને મળનારી નવી સુવિધાઓનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જે હેઠળ ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિય (CJI) અને સુપ્રીમ કોર્ટના અન્ય જજોને તેમની સેવાનિવૃત્તિ બાદ એક વર્ષ સુધી ડ્રાઈવરની સુવિધા મળશે. આ ડ્રાઈવર સુપ્રીમ કોર્ટમાં કાર્યરત ડ્રાઈવર તરીકેના પદમાન અને વેતન હશે.
નવી એડવાઈઝરી પ્રમાણે કેન્દ્ર સરકાર જજોને મળનારા બંગલામાં પણ ફેરફાર કર્યો છે. હવે સુપ્રીમ કોર્ટના (Supreme Court) નિવૃત્ત ચીફ જસ્ટીસને સેવાનિવૃત્તિ બાદના પહેલા 6 મહિના ટાઈપ VII બંગલામાં આવાસની સુવિધા મળશે. જોકે, આ તે બંગલો નહી હોય જેમાં તેઓ પોતાના સેવાકાળ દરમિયાન રહ્યાં હતા. આ સુવિધા તેમના સેવાકાળવાળા નિર્ધારિત બંગલાથી અલગ હશે.
આ સાથે જ કેન્દ્ર સરકારે નવી નિયમાવલીમાં નિવૃત્તિ બાદ એક વર્ષ સુધી સુરક્ષા વ્યવસ્થા પણ સરકાર તરફથી આપવામાં આવશે. આ સુરક્ષા તેમની અંગત સુરક્ષા વ્યવસ્થાથી અલગ હશે. સાથે જ એરપોર્ટ લોન્જમાં પણ જજોના પ્રોટોકોલમાં ફેરફાર નહી થાય.