Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બદામ છે સુપરફુડ! જાણો બદામના છે આટલા ફાયદા

ડ્રાયફ્રુટ એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેમાં પણ બદામને તો સુપર ફુડ કહેવામાં આવે છે. એમજ નથી કહેવાતુ બદામને સુપર ફુડ! વિટામીન્સ, મીનરલ્સ, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર  હોય છે બદામ. એટલે જ તો બદામને પોષક તત્વોનું પાવરહાઉસ કહેવામાં  આવે છે. દરરોજ 4/5 પલાળેલી બદામ ખાવાથી અનેક ફાયદા પ્રાપ્ત થાય છે. તમારા ડાયેટમાં બદામને માત્ર સામેલ જ ના કરવી જોઇએ પણ બદામ દàª
બદામ છે સુપરફુડ  જાણો બદામના છે આટલા ફાયદા
ડ્રાયફ્રુટ એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેમાં પણ બદામને તો સુપર ફુડ કહેવામાં આવે છે. એમજ નથી કહેવાતુ બદામને સુપર ફુડ! વિટામીન્સ, મીનરલ્સ, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર  હોય છે બદામ. એટલે જ તો બદામને પોષક તત્વોનું પાવરહાઉસ કહેવામાં  આવે છે. દરરોજ 4/5 પલાળેલી બદામ ખાવાથી અનેક ફાયદા પ્રાપ્ત થાય છે. તમારા ડાયેટમાં બદામને માત્ર સામેલ જ ના કરવી જોઇએ પણ બદામ દરરોજ ખાવાની આદત બનાવી લેવી તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બદામમાં ભરપૂર એન્ટી ઓક્સીડેન્ટની માત્રા છે, જે તમારા બોડી સેલ્સને ડેમેજ થતા બચાવે છે, વધતી ઉંમરને પણ રોકે છે તો અનેક બિમારીઓમાં પણ તમને રાહત અપાવે છે. બદામને વિટામીન Eનો સ્ત્રોત માનવામાં આવે છે. તેનાથી આંખોની રોશની પણ વધે છે. આમ, બદામથી એક નહીં અનેક ફાયદા થાય છે. આવો આજે  બદામના એવા જ કેટલાક બીજા ફાયદા આપને જણાવીએ. 

Advertisement

હ્રદયને રાખે છે સ્વસ્થ 

બદામમાંથી મળતું વિટામીન E હ્દયની મજબૂતી માટે ખુબ અસરકારક છે. દરરોજ સવારે પલાળેલી બદામ ખાવાથી હ્રદય મજબૂત રહેછે. હાર્ટને હેલ્ધી રાખવાની સાથે જ બદામથી  બ્લડ સર્ક્યુલેશન પણ સારું  રહે છે.

Advertisement

પાચન માટે બહેતર 

Advertisement

બદામમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. બદામનું સેવન કરવાથી કબજીયાતમાંથી મુક્તિ મળે છે. બદામ આપણા આંતરડામાં સ્વસ્થ બેક્ટેરિયાને વધારે છે - જે જમવાના પાચનમાં મદદ કરે છે અને કોઇપણ બિમારી સામે રક્ષણ પુરૂ પાડવાનું પણ કામ કરે છે.

સ્કીન થાય છે સોફ્ટ 

જો તમારી સ્કીન વધુ ડ્રાય છે તો તમે બદામ ખાવાની શરૂઆત કરી દો. બદામ સ્કીનને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી ફેટ રીલીઝ કરે છે. બદામમાં વિટામીન  A અને E મળે છે જેનાથી સ્કીન પર હેલ્ધી ગ્લો આવે છે. બદામ ખાવાની સાથે સાથે તમે સ્કીન પર બદામનું તેલ પણ લગાવી શકો છો.

વજન પર નિયંત્રણ 

બદામ ખાવાથી તમારા વજન પર પણ કંટ્રોલ કરી શકો છો. કારણકે બદામ ખાધા પછી ખાસા સમય સુધી તમને ભૂખ લાગતી નથી. તમે તમારા ડાયેટમાં બદામનો સમાવેશ કરીને વજન પર નિયંત્રણ લાવી શકો છો.

યાદશક્તિ થાય છે તેજ 

બદામમાં પ્રોટીન ભરપૂર હોય છે, જે બ્રેન સેલને રિપેર કરવામાં મદદરૂપ થાય છે. સાથે જ તેમાંથી મળતા ઓમેગા ૩ ફેટી એસિડ અને વિટામીન  E મગજને વધુ તેજ કરે છે. નિયમિતરુપે બદામ ખાવાથી તમારી યાદશક્તિમાં વધારો થાય છે.

Tags :
Advertisement

.