Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વન-ડે વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપ બેક ટુ બેક જીતનારી ઇંગ્લેંડ વિશ્વની પહેલી ટીમ

ઇંગ્લેન્ડે 2019માં વન ડે વર્લ્ડ કપ જીત્યો હતો ઇંગ્લેન્ડે T-20 વર્લ્ડકપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ઇતિહાસ રચી દીધો છે. ઇંગ્લેન્ડની ટીમ એકસાથે વન-ડે વર્લ્ડ કપ ચેમ્પિયન અને T20 વર્લ્ડ કપ ચેમ્પિયનનું સ્ટેટસ ધરાવનાર પહેલી ટીમ બની ગઈ છે. ઇંગ્લેન્ડે 2019માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો.તેઓ હાલ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તો આ ફાઇનલ જીતીને હવે ઇંગ્લેન્ડ  T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની ગયું છે. આમ બન્ને ટા
વન ડે વર્લ્ડ કપ અને t20 વર્લ્ડ કપ બેક ટુ બેક જીતનારી ઇંગ્લેંડ વિશ્વની પહેલી ટીમ
ઇંગ્લેન્ડે 2019માં વન ડે વર્લ્ડ કપ જીત્યો હતો 
ઇંગ્લેન્ડે T-20 વર્લ્ડકપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ઇતિહાસ રચી દીધો છે. ઇંગ્લેન્ડની ટીમ એકસાથે વન-ડે વર્લ્ડ કપ ચેમ્પિયન અને T20 વર્લ્ડ કપ ચેમ્પિયનનું સ્ટેટસ ધરાવનાર પહેલી ટીમ બની ગઈ છે. ઇંગ્લેન્ડે 2019માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો.તેઓ હાલ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તો આ ફાઇનલ જીતીને હવે ઇંગ્લેન્ડ  T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની ગયું છે. આમ બન્ને ટાઈટલ એકસાથે જાળવી રાખનાર ઇંગ્લેંડની ટીમ પહેલી ટીમ બની ગઈ છે.
ઇંગ્લેન્ડની ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે T20 કપની ફાઈનલમાં જીતમાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. તેણે પાકિસ્તાન સામે ફાઈનલમાં 49 બોલમાં 52 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તો 2019ના વન-ડે વર્લ્ડ કપમાં પણ તેણે ન્યૂઝીલેન્ડ સામે 98 બોલમાં 84* રનની વિજયી ઇનિંગ રમી હતી. તો સુપર ઓવરમાં પણ 3 બોલમાં 8 રન બનાવ્યા હતા. આમ તેણે હવે ઇંગ્લેન્ડની ટીમને બન્ને વર્લ્ડ કપ જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
વેસ્ટઈન્ડિઝની બરાબરી કરી
ઇંગ્લેન્ડની ટીમે આ T20 વર્લ્ડ કપ જીતીને વેસ્ટઈન્ડિઝની ટીમની બરાબરી કરી લીધી છે. ઇંગ્લેન્ડની ટીમે બીજીવાર T20 વર્લ્ડ કપ જીત્યો છે. અગાઉ ઇંગ્લેંડે 2009માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો.  વેસ્ટઈન્ડિઝની ટીમ પણ બે વખત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન છે. કેરેબિયન ટીમે 2012 અને 2016માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. 
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.