Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વરસાદને કારણે મેચ રદ્દ, ન્યૂઝીલેન્ડ સિરીઝમાં 1-0થી આગળ

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand)વચ્ચે બીજી વનડે મેચ વરસાદના કારણે રદ્દ (Rain)થઈ છે. હેમિલ્ટનના હવામાનના કારણે મેચ 12.5 ઓવરથી આગળ વધી શકી નહિ. ટોસ હારી ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. જ્યાં ભારતે મેચ રદ્દ થતા પહેલા 1 વિકેટનું નુકસાને 89 રન બનાવ્યા હતા. વરસાદના કારણે મેચની ઓવર પણ ઘટાડવામાં આવી હતી. શિખર ધવન (Shikhar Dhawan)અને શુભમન ગિલની (Shubman  Gill) ઓપનિંગ જોડીએ 4.5 ઓવરમાં 22 રન બનાવ્યા હતા, પરંત
વરસાદને કારણે મેચ રદ્દ  ન્યૂઝીલેન્ડ સિરીઝમાં 1 0થી આગળ
Advertisement

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand)વચ્ચે બીજી વનડે મેચ વરસાદના કારણે રદ્દ (Rain)થઈ છે. હેમિલ્ટનના હવામાનના કારણે મેચ 12.5 ઓવરથી આગળ વધી શકી નહિ. ટોસ હારી ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. જ્યાં ભારતે મેચ રદ્દ થતા પહેલા 1 વિકેટનું નુકસાને 89 રન બનાવ્યા હતા. વરસાદના કારણે મેચની ઓવર પણ ઘટાડવામાં આવી હતી. શિખર ધવન (Shikhar Dhawan)અને શુભમન ગિલની (Shubman  Gill) ઓપનિંગ જોડીએ 4.5 ઓવરમાં 22 રન બનાવ્યા હતા, પરંતુ વરસાદે રમત બગાડી હતી. આ પછી મેચ ફરી શરૂ થઈ અને રમતને 29-29 ઓવરની કરી દેવામાં આવી.

બીજી વખત મેચ શરૂ થયા બાદ ધવન 3 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ગિલ અને સૂર્યકુમાર યાદવે ભારતીય દાવને આગળ ધપાવ્યો હતો. ગિલ 45 રન અને સૂર્યા 34 રન બનાવીને અણનમ રહ્યા હતા. બંનેએ શાનદાર બેટિંગ કરી હતી, પરંતુ ફરી વરસાદ પડ્યો અને લાંબી રાહ જોયા બાદ મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

Advertisement


સિરીઝમાં બરાબરી કરવાની તક હતી

ન્યૂઝીલેન્ડે ઓકલેન્ડમાં રમાયેલી સિરીઝની પ્રથમ મેચ 7 વિકેટે જીતી લીધી હતી અને સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી હતી. હેમિલ્ટનમાં ભારત પાસે સિરીઝ બરોબરી કરવાની તક હતી, પરંતુ વરસાદે તેમની રાહ લંબાવી હતી. મધ્યમાં થોડીવાર માટે વરસાદ બંધ થઈ ગયો હતો, ત્યારબાદ મેચને 29-29 ઓવરની કરી દેવામાં આવી હતી, પરંતુ ગિલ અને ધવન તેમની ઈનિંગ ચાલુ રાખે તે પહેલા જ વરસાદ ફરી શરૂ થઈ ગયો હતો.

Advertisement

ભારતનું સિરીઝ જીતવાનું સપનું તૂટી ગયું

આ મેચથી સ્પષ્ટ થઈ ગયું છે કે શિખર ધવનની આગેવાની હેઠળની ટીમ પાસે સિરીઝ જીતવાની કોઈ તક નથી, પરંતુ તેની પાસે હજુ પણ સિરીઝમાં હાર ટાળવાની તક છે, પરંતુ આ મેચ હારવાની અસર ટીમ પર પડશે.

ભારતે 2 ફેરફાર કર્યા

બીજી વનડેમાં ભારતે તેની પ્લેઈંગ ઈલેવનમાં 2 ફેરફાર કર્યા છે. શાર્દુલ ઠાકુરની જગ્યાએ દીપક ચહર અને સંજુ સેમસનની જગ્યાએ દીપક હુડ્ડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. છેલ્લી મેચમાં ઠાકુર ઘણો મોંઘો સાબિત થયો હતો જ્યારે સેમસને 38 બોલમાં 36 રન ફટકાર્યા હતા. હેમિલ્ટનમાં ગિલે 21 બોલમાં 19 રન બનાવ્યા હતા, જેમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ધવને 8 બોલનો સામનો કરીને 2 રન બનાવ્યા હતા. બંનેએ છેલ્લી મેચમાં અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.

આ પણ વાંચો-ભારત ખેલ જગતમાં બહુ મોટી તાકાત, કોઇ તેની અવગણના ન કરી શકે , રમીઝ રાજાના વલણ પર અનુરાગ ઠાકુરનો જવાબ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

Related News

featured-img
video

EXCLUSIVE : ધર્મથી શિવભક્ત કર્મથી પત્રકાર Dr. Vivek kumar Bhatt સાથે સીધો સંવાદ

featured-img
video

Chhota Udepur જિલ્લામાં બિસ્માર રસ્તા અને પુલ, વાહનચાલકોના જીવ જોખમમાં

featured-img
video

Suart : વિદ્યાર્થિનીનાં આપઘાત પાછળ કોણ જવાબદાર ? પરિવારનો ગંભીર આરોપ

featured-img
video

Surat : ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

featured-img
video

Dhanera ના MLA અને પૂર્વ MLA એ લગાવ્યો ગંભીર આરોપ

featured-img
video

દેવભૂમિ દ્વારકાના સાત ટાપુઓ થયા દબાણ મુક્ત

×

Live Tv

Trending News

.

×