Ahmedabad : ગુજરાત હાઇકોર્ટના વકીલ ઉત્કર્ષ દવેને મળી ધમકી
Ahmedabad : ગુજરાત હાઇકોર્ટના જાણીતા વકીલ ઉત્કર્ષ દવેને તાજેતરમાં એક વિદેશી નંબર પરથી અવારનવાર ધમકીભર્યા ફોન કોલ્સ આવ્યા છે, જેમાં અજાણ્યા શખ્સે ગાળો આપીને એકલા મળશે તો પાડી દેવાની ધમકી આપી હતી. ઉત્કર્ષ દવેનો દાવો છે કે તેઓ અનેક સંવેદનશીલ અને મહત્વના કેસોમાં સંકળાયેલા હોવાથી આ ધમકીઓ મળી રહી હોય શકે છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને તેમણે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જે બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ કાનૂની વર્તુળોમાં ચર્ચા જગાવી છે, અને ધમકી આપનારની ઓળખ અને ઉદ્દેશ્ય જાણવા માટે પોલીસ પર દબાણ વધી રહ્યું છે.