ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારત-પાકિસ્તાન મેચ પહેલા ઓવૈસીએ નવા વિવાદના મધપૂડાને છંછેડ્યો, જાણો શું કહ્યું

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)ની આજથી શરૂઆત થવા જઇ રહી છે. આજે વર્લ્ડ કપની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ (AUS vs NZ) વિરુદ્ધ રમાશે. જ્યારે આવતી કાલે રવિવારે ભારત અને પાકિસ્તાન (IND vs PAK)ની મેચ રમાવાની છે, જેની સૌ કોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જોકે, આ મેચ પહેલા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ભારત અને પાકિસ્તાનની મેચને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ ન રમવી જોઈએ : ઓવૈસી23 ઓક્
05:50 AM Oct 22, 2022 IST | Vipul Pandya
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)ની આજથી શરૂઆત થવા જઇ રહી છે. આજે વર્લ્ડ કપની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ (AUS vs NZ) વિરુદ્ધ રમાશે. જ્યારે આવતી કાલે રવિવારે ભારત અને પાકિસ્તાન (IND vs PAK)ની મેચ રમાવાની છે, જેની સૌ કોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જોકે, આ મેચ પહેલા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ભારત અને પાકિસ્તાનની મેચને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. 
પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ ન રમવી જોઈએ : ઓવૈસી
23 ઓક્ટોબરના રોજ રવિવારે ભારત અને પાકિસ્તાનની મેચ રમાશે તે પહેલા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ વિવાદના મધપૂડાને છંછેડ્યો છે. AIMIMના વડાએ મેલબોર્નમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચના થોડા કલાકો પહેલા એક મોટું નિવેદન આપ્યું છે. શુક્રવારે ઓવૈસીએ કહ્યું કે, જ્યારે ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે ટીમે ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ ન રમવી જોઈએ. કહેવામાં આવી રહ્યું છે કે, પાર્ટીના એક કાર્યક્રમને સંબોધિત કરતા ઓવૈસીએ કહ્યું કે, હવે તમે કાલે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ કેમ રમી રહ્યા છો? અમારી ટીમ પાકિસ્તાન નહીં જાય, પરંતુ અમે તેમની સાથે ઓસ્ટ્રેલિયામાં રમીશું. અમે તમારી સાથે પાકિસ્તાન નહીં રમીએ તો? 2,000 કરોડનું નુકસાન? પરંતુ શું તે મહત્વનું છે? છોડો, રમશો નહીં."
ઓવૈસીની ઇચ્છા : ભારત 23 ઓક્ટોબરની મેચ જીતે
આ જ ક્રમમાં, ઓવૈસી BCCIના સચિવ જય શાહની એ જાહેરાતનો ઉલ્લેખ કરી રહ્યા હતા કે ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં જાય, જેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આંચકો આપ્યો હતો. આ પછી PCBએ ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાં ભાગ નહીં લેવાની ધમકી આપી હતી. મહત્વપૂર્ણ છે કે, અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, તેઓ ઇચ્છે છે કે ભારત 23 ઓક્ટોબરની મેચ જીતે. આ જીતમાં મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજનું સંપૂર્ણ યોગદાન હોવું જોઈએ. તેમણે કહ્યું કે, આવું એટલા માટે કારણ કે જો ભારત મેચ હારે છે તો ટીમમાં હાજર મુસ્લિમ ખેલાડીઓ ટ્રોલ થાય છે.
આ મેચમાં કેપ્ટન રોહિત પર હશે દબાણ
ઓવૈસીએ વધુમાં કહ્યું કે, જો ભારત હારે છે તો ટ્રોલ કરનારાઓ શોધવા લાગે છે કે કોની ભૂલ હતી. તેમણે કહ્યું કે, તેમને હિજાબ સાથે સમસ્યા છે, અમારી દાઢી સાથે પણ. જણાવી દઈએ કે ભારતનો મુકાબલો 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન સામે થશે. 2021મા T20 વર્લ્ડ કપની મેચ સહિત એશિયા કપમાં પાકિસ્તાન સામેની હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ અને કેપ્ટન રોહિત શર્મા પર મેલબોર્નમાં યોજાનારી મેચને લઈને ઘણું દબાણ છે. જો ભારત વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરે છે તો ભારતની સેમીફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જશે.
આ પણ વાંચો - ભારત-પાકિસ્તાન મેચમાં કોની જીતની સંભાવના છે વધારે, જાણીને ચોંકી જશો
Tags :
AIMIMChiefAsaduddinOwaisicontroversyCricketGujaratFirstIndVsPakSportsstatementt20worldcupt20worldcup2022
Next Article