પાકિસ્તાન વિરૂદ્ધ મેચ પહેલા આ ખેલાડીને આવ્યો ફીવર, જાણો
UAEમાં ચાલી રહેલા એશિયા કપ-2022ના (Asia Cup 2022) સુપર-4માં પાકિસ્તાન વિરૂદ્ધ મેચ રમાય તે પહેલાં ભારત માટે આંચકારૂપ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર આવેશ ખાનને ફીવર (તાવ) આવી ગયો છે. આ કારણે આવેશ બે દિવસથી આરામમાં જ છે. એવામાં સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાન વિરૂદ્ધ મેચ પહેલા ભારતીય ટીમ માટે આ સારા સમાચાર નથી.આમ તો આવેશ ખાનનું (Avesh Khan) એશિયા કપમાં એવું કોઈ અસાધારણ પરફોર્મન્સ નથી આપ્યું પરંતà«
Advertisement
UAEમાં ચાલી રહેલા એશિયા કપ-2022ના (Asia Cup 2022) સુપર-4માં પાકિસ્તાન વિરૂદ્ધ મેચ રમાય તે પહેલાં ભારત માટે આંચકારૂપ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર આવેશ ખાનને ફીવર (તાવ) આવી ગયો છે. આ કારણે આવેશ બે દિવસથી આરામમાં જ છે. એવામાં સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાન વિરૂદ્ધ મેચ પહેલા ભારતીય ટીમ માટે આ સારા સમાચાર નથી.
આમ તો આવેશ ખાનનું (Avesh Khan) એશિયા કપમાં એવું કોઈ અસાધારણ પરફોર્મન્સ નથી આપ્યું પરંતું તેણે પાકિસ્તાન વિરૂદ્ધની ગત મેચમાં ફખર જમાનની મહત્વપૂર્ણ વિકેટ ઝડપીને ટીમને મોટી સફળતા અપાવી હતી. ભારતના ઝડપી બોલર આવેશ ખાન વાયરલ ફીવરને લીધે રવિવારે રમાનારી પાકિસ્તાન વિરૂદ્ધની મેચમાં સામેલ થાય અને રમે તેવી શક્યતા ઓછી જણાઈ રહી છે.
આવેશની હેલ્થ સ્થિતિ વિશે જાણકારી આપતા BCCIના એક અધિકારીએ જણાવ્યું કે, તેઓ રમી શકે તેવી સ્થિતિમાં નથી જણાઈ રહ્યાં, મેડિકલ ટીમ સતત તેમના હેલ્થને મોનિટરિંગ કરી રહી છે. જો રવિવારે રમાનારી મેચમાં આવેશ ભારતીય ટીમનો ભાગ નહી બને તો તેનાથી ભારતીય ટીમની મુશ્કેલી વધી શકે છે.