Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'AAP'ના નેતાના જલસા,જેલમાં મસાજ સુવિધા લેતા સત્યેન્દ્ર જૈનનો વીડિયો થયો વાયરલ

આમ આદમી પાર્ટીના નેતા અને કેજરીવાલ સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈન  જેલમાં વીઆઇપી ટ્રિટમેન્ટ લેતા હોવાના આક્ષેપ થયા હતા.. જે આક્ષેપોને સત્ય ઠેરવતો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જેલની અંદરના સીસીટીવી ફૂટેજનો છે.. જેમાં જોઇ શકાય છે કે સત્યેન્દ્ર જૈન મસાજ સુવિધાનો આનંદ લઇ રહ્યા છે. નિયમોને નેવે મુકીને સુવિધા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ સત્યેન્દ્ર જૈનના પગ અને પીઠ પર માàª
06:59 AM Nov 19, 2022 IST | Vipul Pandya
આમ આદમી પાર્ટીના નેતા અને કેજરીવાલ સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈન  જેલમાં વીઆઇપી ટ્રિટમેન્ટ લેતા હોવાના આક્ષેપ થયા હતા.. જે આક્ષેપોને સત્ય ઠેરવતો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જેલની અંદરના સીસીટીવી ફૂટેજનો છે.. જેમાં જોઇ શકાય છે કે સત્યેન્દ્ર જૈન મસાજ સુવિધાનો આનંદ લઇ રહ્યા છે. 
નિયમોને નેવે મુકીને સુવિધા 
વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ સત્યેન્દ્ર જૈનના પગ અને પીઠ પર માલિશ કરી રહ્યો છે. સત્યેન્દ્ર જૈનના હાથમાં કેટલાક કાગળો છે, જે તેઓ વાંચી રહ્યા છે. તાજેતરમાં, EDએ કોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈન દિલ્હીની તિહાડ જેલમાં નિયમોને નેવે મુકી સુવિધાઓ ભોગવી રહ્યા છે. જેનાથી સંબંધિત તમામ પુરાવા પણ કોર્ટમાં આપવામાં આવ્યા હતા.. લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાના આદેશ પર તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સંબંધમાં જેલ નંબર-7ના સુપરિન્ટેન્ડેન્ટ અજીત કુમાર સહિત 58 લોકોની બદલી કરવામાં આવી હતી.
જેલ અધિકારીઓ સાથે સત્યેન્દ્ર જૈનની મિલીભગત ?
 જણાવી દઈએ કે EDએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ફરિયાદ કરી હતી કે આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને જેલની અંદર VVIP ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં સત્યેન્દ્ર જૈન જેલ અધિકારીઓની મિલીભગતથી તમામ પ્રકારની સુવિધાઓનો લાભ લઈ રહ્યા હોવાનું કહેવાયું હતું. EDની ફરિયાદ બાદ ગૃહ મંત્રાલયે તેનો રિપોર્ટ માંગ્યો હતો.
આ  પણ વાંચો -  "લગ્નમાં આમંત્રણ વિના આવતા નાચનારાઓ જેવી છે 'AAP'" ફડ્ણવીસે સાધ્યું નિશાન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AAPCCTVfacilityGujaratFirstJailleadermassagePrisonSatyendraJainVideoViral
Next Article