Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેલનાં કેદીઓ બન્યા ડીજીટલ, સ્માર્ટ કાર્ડથી કરી શકશે ખરીદી..

રાજ્યભરમાં પહેલી મે નાં રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં આ દિવસનાં ઉપલક્ષ્યમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે જેલ વિભાગને ડીજીટલ બનાવવા ખાસ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.ટેક્નોલોજીનાં આ યુગમાં જેલમાં બંધ કેદીઓ પોતાનાં પરિવારજનો અથવા વકીલો સાથે વાત કરી શકે તે હેતુથી પ્રિઝન કોલિંગ સીસ્ટમ શરૂ કરવામાં આવી છે.જેમાં કેદીઓ પોતાનાં પરિચીતો સાથે વીડિય
જેલનાં કેદીઓ બન્યા ડીજીટલ   સ્માર્ટ કાર્ડથી કરી શકશે ખરીદી
રાજ્યભરમાં પહેલી મે નાં રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં આ દિવસનાં ઉપલક્ષ્યમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે જેલ વિભાગને ડીજીટલ બનાવવા ખાસ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.ટેક્નોલોજીનાં આ યુગમાં જેલમાં બંધ કેદીઓ પોતાનાં પરિવારજનો અથવા વકીલો સાથે વાત કરી શકે તે હેતુથી પ્રિઝન કોલિંગ સીસ્ટમ શરૂ કરવામાં આવી છે.જેમાં કેદીઓ પોતાનાં પરિચીતો સાથે વીડિયો કોલ મારફતે વાત કરી શકશે.. કેદીઓ પાંચ મીનીટ સુધી વીડિયો કોલમાં વાત કરી શકશે.જેનાથી કેદીઓમાં સકારાત્મકતાનું સર્જન થશે.
 
કેદીઓ જેલમાંથી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે તે હેતુથી કેન્ટીન મેનેજમેન્ટ સિસ્ટમ પ્રસ્થાપિત કરવામાં આવી છે, જેમાં કેદીઓનો આધુનિક સ્માર્ટ કાર્ડ આપવામાં આવ્યા છે. જે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરીને કેદીઓ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકશે. પ્રાથમિક ધોરણે આ પ્રોજેક્ટ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં શરૂ કરાયો છે, ઈન્ડુસ કંપનીનાં સહયોગથી આ પ્રોજેક્ટ અમલી કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કેદીઓ જે કામ કરે તેનાં બદલે મળતા વળતર માટે કૂપન આપવામાં આવતી હતી, જેનાથી કેદી પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકતા હતા તેવામાં સ્માર્ટ કાર્ડ આપવામાં આવતા કૂપનોનો દૂરઉપયોગ પણ બંધ થશે.
જેલ વિભાગનાં વડા ડૉ. કે.એલ એન રાવ દ્વારા અવારનવાર જેલમાં બંધ કેદીઓનાં ઉત્કર્ષ માટે અનેક પ્રોજેક્ટ શરૂ કરાયા છે, તેવામાં કેદીઓ ડીજીટલ બને અને તેઓનાં જીવનમાં પણ આધુનિકતા ઉપયોગી બને તેવા ઉમદા ઉદ્દેશ્યથી આ પ્રોજેક્ટ અમલી બનાયા છે..ત્યારે આગામી દિવસોમાં રાજ્યની અન્ય સેન્ટ્રલ જેલમાં પણ આ પ્રકારનું આયોજન કરવાનું નક્કી કરાયુ છે.
Advertisement
Tags :
Advertisement

.