Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શિયાળાની ઋતુમાં ગીરના જેપૂર ગામમાં સર્જાઈ પાણીની પારાયણ

એક તરફ હજી તો શિયાળાની ઋતુ (winter season) ચાલી રહી છે અને ત્યારે જ બીજી તરફ ગીરના ગામો (villages of Gir) માં પાણીનો પોકાર ઉઠી રહ્યા છે. જે તંત્રની લાપરવાહી કહો કે અધિકારીઓની આળશ, કારણ કે શિયાળામાં જ પાણીની તકલીફ...
શિયાળાની ઋતુમાં ગીરના જેપૂર ગામમાં સર્જાઈ પાણીની પારાયણ
Advertisement

એક તરફ હજી તો શિયાળાની ઋતુ (winter season) ચાલી રહી છે અને ત્યારે જ બીજી તરફ ગીરના ગામો (villages of Gir) માં પાણીનો પોકાર ઉઠી રહ્યા છે. જે તંત્રની લાપરવાહી કહો કે અધિકારીઓની આળશ, કારણ કે શિયાળામાં જ પાણીની તકલીફ પડે તો ઉનાળા (Summer) માં કેવી પરિસ્થિતિ સર્જાતી હશે ? જેપૂર ગામ (Jepur village) માં મહિલાઓને પાણી માટે દરદર વલખા મારવા પડે છે.

તાલાલાના ગીર વિસ્તારની નજીક આવેલું જેપુર ગામ (Jepur village) જ્યા છેલ્લા 14 વર્ષથી સ્વજલધારા યોજના (Swajaldhara Scheme) ની પાઈપ લાઈન 500 મીટર જેટલા એરિયામાં બનવાની બાકી છે. જેના કારણે લોકો એક દાયકાથી વધારે સમયથી ઉનાળામાં પીવાના પાણી માટે વલખા મારતા જોવા મળે છે. જે ગામમાં પીવાનું પાણી ન હોય ત્યાં ખેતી અને પશુપાલનની તો શું સ્થિતિ હોય તે કલ્પના કરી શકાય છે. ગામના બોરમાં પાણી ન હોવાના કારણે પાણીનું વિતરણ પણ કરી શકાતું નથી. વળી જેમ-જેમ ઉનાળો નજીક આવશે તેમ તેમ જેપુર ગામની અંદર પાણીનો પોકાર વધવાની શરૂઆત થઇ જશે. વાડી વિસ્તારની અંદર ખાનગી કૂવા (private well) માંથી અમુક વખત મહિલાઓને દયા ખાઈને પાણી આપવામાં આવે છે તો અમુક વખત પાણી ન મળવાને કારણે બે થી ત્રણ કિલોમીટર દૂર ગયેલી મહિલાઓ બળબળતા તાપે ખાલી બેડા લઈ અને ઘરે પરત ફરે છે. હાલ ગામમાં પંચાયત પણ નથી અને વહીવટદાર નીમવામાં આવ્યા છે. પરંતુ ગ્રામ પંચાયત પાસે પાણીનો કોઈ સ્ત્રોત નથી. અને હજી તો શિયાળો પૂરો નથી થયો અને પાણીની પોકાર ઊઠી છે. ગામના કૂવા અને બોરના તળમાં પાણી રહેતા નથી. જેને કારણે 5 થી 7 દિવસે પાણી વિતરણ થાય છે. આ શબ્દો પાણી વિતરણ કરતા વ્યક્તિના છે. ગામમાં નલ સે જલની યોજના પણ છે પરંતુ આયોજન વગર શું કામની. આ ગામમાં ઘર ઘર પાણી જેવી સરકારની વાતો જૂઠી સાબિત થાય છે. ગામમાં બોર છે પણ બોરમાં પાણી નથી.

Advertisement

છેલ્લા કેટલાક વર્ષોની સમસ્યાને લઈ હવે ગામજનો પણ થાક્યા અને જોકે નવાઇની બાબત તો એ છે કે, છેલ્લા કેટલાય વર્ષોથી આ ગામમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને પાણી પુરવઠા વિભાગથી લઈ મામલતદાર અને કલેકટર સુધી રજૂઆતો કરી છતાં કેમ આ ગામના લોકોનો પાણીનો પોકાર અધિકારીઓના કાને પહોંચતો નથી. કે પછી અધિકારીઓ પણ એક બીજાને ખો આપી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. આ મુદ્દે વસમો ના યુનિટ મેનેજર ઘનશ્યામ પ્રજાપતિના જણાવ્યા મુજબ જેપુર ગામે ઉનાળાના આખર સમયમાં જ પાણીની સમસ્યા રહે છે. જેપુર ગામે વસમો યોજના અંતર્ગત 500 મીટર જેટલી પાઇપ લાઈનનું કામ અધૂરું છે. ઉપરાંત જેપુર ગામમાં પંચાયત વિસર્જન થઈ જતા વહીવટદાર શાશન છે અને પાણી સમિતિ અસ્તિત્વમાં નથી. પાણી સમિતિ અસ્તિત્વમાં આવ્યે મંજૂરી મળતાં સત્વરે કામ પૂર્ણ કરી દેવાશે.

Advertisement

આ પણ વાંચો - ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા

આ પણ વાંચો - Kinjal Dave : ગુજરાતી ગાયક કિંજલ દવેની મુશ્કેલી વધી,ગુજરાત હાઈકોર્ટે લીધે આ નિર્ણય

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×