Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GIR : શ્રીબાઈ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી અને પ્રવાસનમંત્રીની હાજરી

ગીરના (Gir) પાટનગર એવા તાલાલા (Talala) ખાતે પ્રજાપતિ સમુદાયના આરાધ્ય દેવી શ્રીબાઈ માતાજીના (Shribai Mataji Dham) નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) અને પ્રવાસનમંત્રી મૂરુભાઈ બેરા (Moorubhai Bera) સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. પ્રજાપતિ...
gir   શ્રીબાઈ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી અને પ્રવાસનમંત્રીની હાજરી

ગીરના (Gir) પાટનગર એવા તાલાલા (Talala) ખાતે પ્રજાપતિ સમુદાયના આરાધ્ય દેવી શ્રીબાઈ માતાજીના (Shribai Mataji Dham) નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) અને પ્રવાસનમંત્રી મૂરુભાઈ બેરા (Moorubhai Bera) સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. પ્રજાપતિ સમુદાય દ્વારા શ્રીબાઈ આશ્રમધામના વિકાસ માટે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવતા આજે તાલાલા ખાતે પ્રવાસનમંત્રી અને મુખ્યમંત્રીએ શ્રીબાઈ માતાજી આશ્રમધામના વિકાસ માટે રૂ. 16 કરોડની વિકાસ યોજનાની જાહેરાત કરી હતી અને આ વિકાસકામ રાજ્ય સરકાર દ્વારા આઇકોનિક ડેવલપમેન્ટ ઓફ ગ્રેટર ગ્રીલ પ્રોજેક્ટ (Greater Grill project) હેઠળ કરવામાં આવનાર હોવાનું જાહેરમાં જણાવ્યું હતું.

Advertisement

વિકાસકામોમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે સીએમની ટકોર

ગીરના (GIR) તાલાલા ખાતે શ્રીબાઈ માતાજી ધામમાં (Shribai Mataji Dham) માતાજીનું રૂ. 10 કરોડના ખર્ચે ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે અને તારીખ 20, 21, ને 22 ના રોજ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઊજવાઈ રહ્યો છે, જેમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. આ તકે મુખ્યમંત્રીએ પણ પોતાના પ્રસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, 2047 માં વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે અને આપણે એટલે ગુજરાતે લીડ લેવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendrabhai Patel) વધુમાં જણાવ્યું હતું કે, આ વખતનું આપણું ગુજરાતનું બજેટ રૂ. 3.32 કરોડનું ઐતિહાસિક બજેટ આપણે બનાવ્યું છે અને નાણાકીય વ્યવસ્થાપનમાં પણ નીતિ આયોગ પ્રમાણે ગુજરાત આખા દેશમાં નંબર વન પોઝિશન પર છે.

Advertisement

આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે વિકાસ કામો થઈ રહ્યા છે તેમાં ખાસ ગુણવત્તા જળવાઈ તે માટે ટકોર કરી હતી કે, ફક્ત આપણે વિકાસના જે કામો થઈ રહ્યા છે અથવા જે થવાના છે તેમાં ક્વોલિટીમાં કંઈ તકલીફ ન રહે એ આપણે સૌએ ધ્યાન રાખવાનું છે. ક્વોલિટી સાથે આપણે કામ કરીશું તો સરકાર પાસે જે કામ માગશો એ સરકાર તુરંત મંજૂર કરી આપશે.

400થી વધુ એનઆરઆઇ ભાવિકો તાલાલા પહોંચ્યા

તાલાલા (Talala) ખાતે હિરણ નદીના તટ નજીક શ્રી બાઈ માતા આશ્રમમાં માતાજીના નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ-વિદેશથી ભાવિક ભક્તો પધાર્યા છે. 400થી વધુ એનઆરઆઇ (NRI) ભાવિકો પણ તાલાલા ખાતે આવ્યા છે. ઉપરાંત, ત્રણ દિવસ દરમિયાન 50,000 થી વધુ પ્રજાપતિ સમુદાયના ( Prajapati Community) લોકો આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાના છે. આજે બીજા દિવસે કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને પ્રવાસનમંત્રી ઉપરાંત સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ ભાજપના મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, ગીર સોમનાથ જિલ્લા ભાજપના અધ્યક્ષ મહેન્દ્રભાઈ પિઠીયા, મહામંત્રી દિલીપસિંહ બારડ, વિશાલ વોરા સહિતના મહાનુભાવો તેમ જ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સોરઠિયા પ્રજાપતિ સમુદાયના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોનું સ્મૃતિચિન અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - PM MODI : રેલ, ઊર્જા, આરોગ્ય, પાણી, પ્રવાસન ક્ષેત્રે કરોડોના વિકાસકાર્યો દેશને કરશે સમર્પિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Tags :
Advertisement

.