બ્રિજ સિટી સુરત..! આજે 120મા બ્રિજનું મુખ્યમંત્રી કરશે લોકાર્પણ
અહેવાલ-----રાબિયા સાલેહ, સુરત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે બ્રિજનું ઈ-લોકાર્પણ રૂા.૧૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત વેડ અને વરિયાવને જોડતા બ્રિજનું ઈ-લોકાર્પણ કરાશે તાપી નદી પર સાકાર થયેલા ૪ લેન બ્રિજથી વેડથી વરિયાવ સુધીનું અંતર માત્ર દોઢ મિનિટમાં કાપી શકાશે ‘બ્રિજ સિટી...
Advertisement
અહેવાલ-----રાબિયા સાલેહ, સુરત
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે બ્રિજનું ઈ-લોકાર્પણ
- રૂા.૧૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત વેડ અને વરિયાવને જોડતા બ્રિજનું ઈ-લોકાર્પણ કરાશે
- તાપી નદી પર સાકાર થયેલા ૪ લેન બ્રિજથી વેડથી વરિયાવ સુધીનું અંતર માત્ર દોઢ મિનિટમાં કાપી શકાશે
- ‘બ્રિજ સિટી સુરત’ના નાગરિકોને મુખ્યમંત્રી ઈ-માધ્યમથી વેડ-વરિયાવ બ્રિજના રૂપમાં ૧૨૦મા પુલની ભેટ
- કતારગામ-વેડરોડ તેમજ વરિયાવ-અમરોલી-છાપરાભાઠા,
- ચોકબજાર વિસ્તારની અંદાજે ૮ લાખની વસ્તીને સરળ આવાગમનનો લાભ થશે
Advertisement
Advertisement
સુરતને આજે વધુ એક બ્રિજની ભેટ મળશે. આજે સાંજે વેડ-વરિયાવ બ્રિજ ધમધમી ઊઠશે. બ્રિજ શરૂ થતાં આસપાસ ના આઠ લાખ વધુ લોકોને ટ્રાફિક થી છુટકારા સાથે રાહત મળશે. કુલ 118 કરોડના ખર્ચે બ્રિજના લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલી લોકાપર્ણ કરવામાં આવશે. બ્રીજની સાથે સાથે વિવિધ સેવા અને સુવિધા ઓની પણ ભેટ અપાશે. વોટર બ્રાઉઝર બુમ, ટ્રક માઉન્ટેડ બુમ ક્રેન વીથ રેડિયો રિમોટ કંટ્રોલ, અઠવા ઝોનમાં પ્રાથમિક શાળા, 9.56 કરોડના ખર્ચે ટુ-વ્હીલર ઈ-ચાર્જીંગ સ્ટેશનોનું પણ લોકાર્પણ કરાશે. તેમજ મોટા વરાછા ખાતે 43 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અઠવા ઝોનમાં ઓવરહેડ ટાંકી, ઉધના-બી ઝોન અને અઠવા ઝોનમાં લેક ડેવલપમેન્ટ, રકુલ બિલ્ડીંગ, કતારગામમાં ઢોર-ડબ્બો, 11 કરોડના ખર્ચે સાકાર થનારા શહીદ સ્મારક ફેઝ-2 નું ખાતમુર્હુત કરાશે. તેમજ સુડા વિસ્તારમાં સુરત દાંડી રોડને સુરત મનપાની હદથી નરથાણ ગામ સુડા લિમિટ સુધી 9.60 કિ.મી ના રસ્તાને ફોર લેન બનાવવાના કામના ખાતમુર્હુત કરાશે. આમ કુલ 192.40 કરોડના કામોના ખાતમુર્હુત કરાશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલી લોકાપર્ણ
સુરત વેડ-વરિયાવના નાગરિકો વરસોથી જેની રાહ જોતા હતાં, તે ફોર-લેન બ્રિજનું આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલી લોકાપર્ણ કરવામાં આવશે. ગાંધીનગર ખાતે થી તેઓ લોકો ને ભેટ આપશે.આ બ્રિજ બનતા કતારગામથી વરિયાવ અને છાપરભાઠાનો છ કિલોમીટરનો ચકરાવો થી છુટકારો મળશે. બ્રિજ ના કારણે માત્ર દોઢથી બે મિનિટમાં અંતર કાપી બીજા છેડે પહોંચી શકાશે. આસપાસના રહીશો સહિત અંદાજે આઠ લાખ થી વધુ લોકોને ટ્રાફિક ની સમસ્યા થી લાંબા ચકરાવથી રાહત મળશે સાથે જ લોકો પેટ્રોલ ની પણ બચત કરી શકશે.

118.42 કરોડના ખર્ચે આ બ્રિજ નિર્માણ પામ્યો છે
બ્રિજ ખૂબજ સુંદર અને આકર્ષણ બનાવવામાં આવ્યો છે. રૂપિયા 118.42 કરોડના ખર્ચે આ બ્રિજ નિર્માણ પામ્યો છે.તાપી નદી પર નિર્માણ પામેલો આ બ્રિજ આશરે 1.5 કિલોમીટરની લંબાઇ ધરાવે છે. આ બ્રિજના નિર્માણથી વરિયાવ વિસ્તારનાં રહેવાસીઓને ચોક જેવા ભરચક રસ્તા થી ફરી ને નહિ જવું પડશે. લોકોના સમયની બચત થશે. સ્થાનિકો એ પણ મુખ્ય વિસ્તાર સુધી પહોંચવા માટે ખૂબ જ સરળતા રહેશે. સાથે સાથે વેડ, કતારગામ સુરત શહેરના અન્ય વિસ્તારના રહેવાસીઓને પણ બિજના કારણે ઘણો લાભ મળી રહેશે. શહેરથી આઉટર રિંગરોડ અને હાઇવે સુધીની નવી કનેક્ટિવિટી મળશે. સાથે જ કામ ધંધે અર્થે જતા લોકો ને સમય અને ઇંધણની બચત થતા રાહત મળશે..
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement