Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Devgarh Baria: લોકસભાની ચૂંટણીમાં અનોખુ મતદાન, લગ્ન માંડવે જતા વરરાજાએ જાનૈયાઓ સાથે કર્યું મતદાન

Devgarh Baria: લોકશાહીના મહાપર્વની ગુજરાતમાં શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન અનેક મતદાન મથકો ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. નોંધનીય છે કે, મતદારો આ વખતે ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજરાતના કેટલાક મતદાન મથકો એવા હતા જ્યા વરરાજાઓ લગ્ન...
devgarh baria  લોકસભાની ચૂંટણીમાં અનોખુ મતદાન  લગ્ન માંડવે જતા વરરાજાએ જાનૈયાઓ સાથે કર્યું મતદાન

Devgarh Baria: લોકશાહીના મહાપર્વની ગુજરાતમાં શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન અનેક મતદાન મથકો ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. નોંધનીય છે કે, મતદારો આ વખતે ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજરાતના કેટલાક મતદાન મથકો એવા હતા જ્યા વરરાજાઓ લગ્ન પહેલા મતદાન કરવામાં આવ્યા હતા. એક જગ્યાએ તો વરરાજા આખી જાન લઈને મતદાન કરવા માટે પહોંચ્યા હતો. જ્યારે એક જગ્યાએ યુવતીએ ટ્રેડિશનલ પહેરવેશમાં મતદાન કરવા માટે ગઈ હતી. આ સાથે દેવગઢ બારીયામાં પણ વરરાજાએ મતદાન કર્યું હતું.

Advertisement

લગ્ન માંડવે જતા વરરાજાએ જાનૈયાઓ સાથે મતદાન કર્યું

તમને જણાવી દઈએ કે, દેવગઢ બારીયામાં લોકસભાની ચૂંટણીને લઇ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હોય તેમ લગ્ન માંડવે જતા વરરાજાએ મતદાન કર્યુ હતું. વરરાજા સહિત જાનૈયાઓએ મતદાન કર્યા પછી જાન રવાના કરવામાં આવી હતી. દેવગઢ બારીયા 134 વિધાનસભા મત વિસ્તારમાં લોકશાહીના મહાપર્વ તેવા લોકસભાની ચૂંટણીમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હોય તેમ લગ્ન માંડવે જતા વરરાજાએ જાનૈયાઓ સાથે મતદાન કર્યું હતું.

Advertisement

મતદાન કર્યા પછી જ જાન રવાના કરવામાં આવી હતી

દેવગઢ બારીયા (Devgarh Baria) તાલુકામાં લોકસભાની ચૂંટણીને લઈને જાણે લોકશાહીના મહાપર્વ હોય તેમ મતદારોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હોય તેમ નગરના મોતીપુરા વિસ્તારમાં એક લગ્ન હોય અને તે લગ્નની જાન વહેલી સવારે પંચમહાલ જિલ્લાનામાં જવાની હતી. તેમ છતાં વહેલી સવારે જાન રવાના કરવાની જગ્યાએ આગેવાનો તેમજ વરરાજા દ્વારા લોકસભાની ચૂંટણીને લઇ મતદાન શરૂ થયા પછી વરરાજા સહિત જાનૈયાઓ દ્વારા મતદાન કર્યા પછી જ જાન લગ્નના માંડવે જવા માટે રવાના કરવામાં આવશે. આવું નક્કી કરતા વરરાજા સહિત જાનૈયાઓ દ્વારા લગ્ન મંડપ જતા પહેલા તમામ લોકોએ મતદાન કર્યા પછી જ જાન રવાના કરવામાં આવી હતી. આમ, દેવગઢ બારીયામાં લગ્ન માંડવે જતા વરરાજા સહિત જાનૈયાઓ મતદાન કર્યું હતું.

અહેવાલઃ ઈરફાન મકરાણી, દેવગઢ બારીયા

આ પણ વાંચો: Junagadh: લોકશાહીના મહાપર્વનો અનેરો ઉત્સાહ, યુવતીઓ રાસ ગરબા કરતી મતદાન કરવા પહોંચી

આ પણ વાંચો: Chhota Udaipur: લગ્ન પછી પહેલા મતદાન! જાન પહેલા મતદાન મથકે પહોંચી, વરરાજાએ કર્યુ મતદાન

આ પણ વાંચો: Gujarat: ભાજપના આંતરિક સૂત્રોનો સૌથી મોટો દાવો, ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપ જીતશે

Advertisement

Tags :
Advertisement

.