Union Minister Savitri Thakur: કેન્દ્રીય મંત્રી બેટી બચાઓ, બટી પઢાઓ પણ યોગ્યસર ના લખી શક્યા!
Union Minister Savitri Thakur: મધ્ય પ્રદેશની અંદર સરકારી શાળાઓમાં આજરોજ પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું. તેમજ મધ્ય પ્રદેશના અલગ-અલગ વિસ્તારમાં કાર્યક્રમ યોજવામાં આવ્યા હતાં. ત્યારે મધ્ય પ્રદેશના ભોપાલમાં એક શાળાની અંદર કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી Savitri Thakur આવ્યા હતાં.
Savitri Thakur ધાર લોકસભા બેઠક પરથી સાંસદ છે
તેમણે બોર્ડ પર બેટી પઢાઓ બચ્ચા લખ્યું
તેઓ એક ખેડૂત પરિવારમાંથી આવે છે
ત્યારે સ્કુલ ચલે હમ અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રી Savitri Thakur સરકારી શાળાના બોર્ડ પર બેટી બચાઓ, બેટી પઢાઓનું સ્લોગન લખી રહ્યા હતાં. પરંતુ કેન્દ્રીય મંત્રી Savitri Thakur વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા સ્લોગનને પણ સાચી રીતે લખી શક્યા ન હતાં. જોકે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી Savitri Thakur ધાર લોકસભા બેઠક પરથી સાંસદ છે.
તેમણે બોર્ડ પર બેટી પઢાઓ બચ્ચા લખ્યું
This is Union Minister of State for Women and Child Development Savitri Thakur.
She had to write the slogan 'Beti Bachao Beti Padhao' on the education awareness chariot in the district.
But, the minister wrote - "Bedhi Padao Bacchav"
According to the election affidavit, she… pic.twitter.com/qF4agEtwYX
— Swati Dixit ಸ್ವಾತಿ (@vibewidyou) June 19, 2024
તો આજરોજ ધાર જિલ્લાના બ્રહ્માકુંટ શાળામાં બાળકોના સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. તો તેમના આગમનને લઈ અનેક કાર્યક્રમોનું આયોજન બાળકો દ્વારા કરાયું હતું. ત્યારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી Savitri Thakur સરકારી બોર્ડ પર સ્કૂલ બોર્ડ પર બેટી બચાઓ, બેટી પઢાઓનો સંદેશ લખવા આવ્યા હતાં. ત્યારે તેમણે બોર્ડ પર બેટી પઢાઓ બચ્ચા લખ્યું હતું.
તેઓ એક ખેડૂત પરિવારમાંથી આવે છે
ત્યારે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી Savitri Thakur 12મી પાસ છે. તે ધાર લોકસભા બેઠકથી બીજી વાર સાંસદ બન્યા છે. તેમનું પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ રાજકારણ સાથે સંબંધ ધરાવતું નથી. તેઓ એખ ખેડૂત પરિવારમાંથી આવે છે.
આ પણ વાંચો: Fake ID: 67 વર્ષનો વૃદ્ધ બનીને કેનેડા જઈ રહ્યો હતો 24 વર્ષનો યુવક,દિલ્હી એરપોર્ટ પર પકડાતાં ખુલી પોલ