Gujarat First : ઉમેશભાઇ...જૂઠ્ઠુ બોલતાં પહેલાં એક વાર ચેક તો કરાવો....!
Gujarat First Lok Sabha Live Studio થકી ભાવનગરના (Bhavnagar) INDI ના AAP ઉમેદવાર ઉમેશ મકવાણા એ મોટો બફાટ કરતા કહ્યું કે, રાજા-રજવાડા અફીણ ખાઈને નશામાં પડ્યા રહેતા. આવો બફાટ કર્યાં બાદ પણ ફરીવાર AAPના ઉમેશ મકવાણા ભાન ભૂલ્યા છે. ઉમેશ મકવાણાની ચેલેન્જ બાદ ગુજરાત ફર્સ્ટે તેમનો અનકટ ઇન્ટરવ્યુ બતાવ્યો હતો અને આમ છતાં આજે તેમણે ફરી એક વાર જૂઠ્ઠાણું ચલાવ્યું છે.
- રાજા-રજવાડા વિરુદ્ધ બોલનારાનો પર્દાફાશ કરવાનું પરિણામ નોટિસ!
- ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ એ દર્શાવવાનું પરિણામ નોટિસ!
- ભાવનગરના AAP ઉમેદવાર ઉમેશ મકવાણાની ગુજરાત ફર્સ્ટને નોટિસ
- 36 મિનિટનો અનકટ ઈન્ટરવ્યૂ પ્રસારિત કર્યો છતાં મોકલાવી નોટિસ
- પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે આખો ઈન્ટરવ્યૂ નહીં ચાલે તો નોટિસ મોકલીશું
- આખો ઈન્ટરવ્યૂ ચાલ્યો છતાં ઉમેશ મકવાણાએ મોકલાવી નોટિસ
- નેતાઓ રાજા-રજવાડા વિરુદ્ધ બફાટ કરે પછી અહંકારથી ભરી નોટિસ!
ગઇ કાલે રાત્રે 8.51 કલાકે જ ગુજરાત ફર્સ્ટે તેમનો 36 મિનિટનો ઇન્ટરવ્યું બતાવ્યો હતો
ઉમેશ મકવાણાએ આજે કહ્યું કે મે ચેલેન્જ આપી પણ ગુજરાત ફર્સ્ટે પૂરો ઈન્ટરવ્યો ચલાવ્યો ન હતો. ઉમેશ મકવાણાએ એક વાર ચેક કર્યું હોત તો તેમને જાણ હોવી જોઇતી હતી કે ગઇ કાલે રાત્રે 8.51 કલાકે જ ગુજરાત ફર્સ્ટે તેમનો 36 મિનિટનો ઇન્ટરવ્યું બતાવ્યો હતો. જૂઠ્ઠૂં બોલવામાં જાણે કે એક્સપર્ટ હોય તેમ ઉમેશ મકવાણા લાજલાના બદલે ગાજી રહ્યા છે.
Umesh Makwana ની ચેલેન્જનો સ્વીકાર, જુઓ Kshatriya Samaj પર બફાટ મામલે ઉમેશ મકવાણાનું UNCUT ઇન્ટરવ્યૂ https://t.co/EhDBXYxnvx
— Gujarat First (@GujaratFirst) April 29, 2024
જો કે ગુજરાત ફર્સ્ટે તેમની ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો
રાજા-મહારાજા અંગે નિવેદન બાદ ઉમેશ મકવાણાનું જૂઠ્ઠાણું બહાર આવ્યું છે. તેમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે મે ચેલેન્જ આપી પણ ગુજરાત ફર્સ્ટે તેમનો પૂરો ઇન્ટરવ્યું ચલાવ્યો ન હતો. જો કે ગુજરાત ફર્સ્ટે તેમની ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો અને સોમવારે રાત્રે જ 8.51 કલાકે તેમનો અનકટ ઇન્ટરવ્યું ટીવી પર તથા યુ ટ્યુબ અને ફેસબુક પર પ્રસારીત કર્યો હતો. ગઈકાલે જ અનકટ ઈન્ટરવ્યૂ ચલાવ્યા છતાં તેમણે આજે મીડિયા સમક્ષ જૂઠ્ઠાણું ચલાવ્યું હતું.
પ્રેસ કૉન્ફરન્સ કરીને જૂઠ્ઠાણું ફેલાવશો તો જનતા થોડી સ્વીકારશે?
ગુજરાત ફર્સ્ટે ગઈકાલે જ ઉમેશ મકવાણાનો સંપૂર્ણ ઈન્ટરવ્યૂ પ્રસારિત કર્યો હતો. ઉમેશ મકવાણાની ચેલેન્જને ગુજરાત ફર્સ્ટે સ્વીકારી છતાં આજે તેઓ ખોટું બોલ્યાં હતા. ઉમેશ મકવાણા પોતાના જ ઈન્ટરવ્યૂના પાર્ટને ફેક ગણાવે છે. ઉમેશભાઈ ફેકનો અર્થ શું થાય એ તમે સમજો છો ખરા? શું તમે તમારા જ બોલેલા શબ્દોને 'ફેક' ગણાવો છો? પ્રેસ કૉન્ફરન્સ કરીને જૂઠ્ઠાણું ફેલાવશો તો જનતા થોડી સ્વીકારશે?
આ પણ વાંચો----- Gujarat First એ ઉમેશ મકવાણાની ચેલેન્જ સ્વીકારી UNCUT ઇન્ટરવ્યૂ પ્રસારિત કર્યો, શું હવે તેઓ ક્ષત્રિય સમાજની માફી માગશે?
આ પણ વાંચો----- Bhavnagar : વારંવાર અપમાનથી હવે મહા આંદોલનની જરુર
આ પણ વાંચો---- ક્ષત્રિયો માટે આટલું ખરાબ બોલવાનું ! જાણો શું છે સમગ્ર વિવાદ
.