Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

TMKOC ફેમ મુનમુન દત્તા 'બબીતાજી' અને રાજ અનડકટ 'ટપ્પુ' ની વડોદરામાં થઈ ગુપચુપ સગાઈ!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલથી આજે કોણ જ અજાણ હશે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં લોકપ્રિય બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા અને ટપ્પુનું પાત્ર ભજવી ચૂકેલા રાજ અનડકટએ ગુપચુપ સગાઈ કરી લીધી છે.  ચાલો જાણીએ...
tmkoc ફેમ મુનમુન દત્તા  બબીતાજી  અને રાજ અનડકટ  ટપ્પુ  ની વડોદરામાં થઈ ગુપચુપ સગાઈ
Advertisement

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલથી આજે કોણ જ અજાણ હશે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં લોકપ્રિય બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા અને ટપ્પુનું પાત્ર ભજવી ચૂકેલા રાજ અનડકટએ ગુપચુપ સગાઈ કરી લીધી છે.  ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

વડોદરામાં થઈ રાજ અને મુનમુનની સગાઈ !

Advertisement

કલાકારોની નજીકના સૂત્રો અનુસાર સમાચાર સામે આવી રહ્યા છે કે, મુનમુન અને રાજની ગુજરાતના વડોદરા ખાતે એક સાદા સમારંભમાં સગાઈ થઈ હતી. અહેવાલો અનુસાર સગાઈ થોડા દિવસો પહેલા જ થઈ હતી. મુનમુન અને રાજના પરિવારજનોએ તેમના સંબંધોનો સ્વીકાર કર્યો છે અને તેઓ પણ સમારોહમાં હાજર હતા.

Advertisement

રાજ અનડકટ અને મુનમુન દત્તાના સગાઈના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ 

રાજ અનડકટ અને મુનમુનના સગાઈના સમાચાર સામે આવ્યા બાદ હાલ તે સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થઈ રહ્યા છે. તારક મહેતાના સિરિયલમાં જેઠાલાલએ બબીતા ​​જીને જોઈને શરમાતા રહ્યા, જ્યારે બબીતા ​​જીને વાસ્તવિક જીવનમાં ટપ્પુનું પાત્ર ભજવનાર રાજ અનડકટ સાથે પ્રેમ થઈ ગયો છે. સીરિયલમાં રાજ જેઠાલાલના પુત્ર ટપ્પુનો રોલ કરી રહ્યો હતો જ્યારે બબીતા ​​જી જેઠાલાલના ક્રશ છે.

રાજ અને મુનમુન વચ્ચે ઉમરમાં  9 વર્ષનું અંતર 

રાજ અનડકટ મુનમુન કરતા 9 વર્ષ નાનો છે. મુનમુન 36 વર્ષની છે, જ્યારે રાજ 27 વર્ષનો છે. આ જ કારણ હતું કે જેના કારણે પરિવારના સભ્યો આ લગ્ન વિશે વિચારવા મજબૂર બન્યા હતા. તમને જણાવી દઈએ કે શોમાં રાજની એન્ટ્રી થઈ ત્યારથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેને એકસાથે જોઈને શોના મોટાભાગના લોકો માનતા હતા કે એક દિવસ તેઓ લગ્ન કરશે.

પહેલાથી જ કરી રહ્યા હતા ડેટ 

માહિતી અનુસાર, રાજ જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોડાયો ત્યારથી તેઓ ડેટિંગ કરી રહ્યાં છે. તેમના વચ્ચેના સંબંધના સમાચાર પહેલા પણ સામે આવી ચૂક્યા છે. મળતી માહિતી અનુસાર સેટ પરના દરેક જણ તેના વિશે જાણતા હતા. હકીકતમાં, કેટલાક લોકોને ખાતરી હતી કે મુનમુન અને રાજ આખરે લગ્ન કરશે. તેથી તે ચોંકાવનારું નથી કે તેઓ હવે સગાઈ કરી રહ્યાં છે.

આ પણ વાંચો : મહારાની : ગૂંગી ગુડિયા’ બોલવા લાગે ત્યારે…

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

PM Modi Podcast: RSSનો જીવન પર શું પ્રભાવ પડ્યો?

featured-img
સ્પોર્ટ્સ

Virat Kohli બોર્ડના નિયમથી નથી ખુશ? નામ લીધા વિના કરી મોટી વાત

featured-img
રાષ્ટ્રીય

Bihar : 1 લીટર દૂધના કારણે 2 લોકોએ ગુમાવ્યા જીવ, બદલાની આ કહાની વાંચી તમે પણ ચોંકી જશો

featured-img
સ્પોર્ટ્સ

Hockey Players wedding: આ 2 ખેલાડી બની રહ્યા છે લાઈફ પાર્ટનર, આ તારીખે થશે લગ્ન

featured-img
રાષ્ટ્રીય

Karnataka માં ડબલ મર્ડર, બાઇક સવાર બે લોકોને ઘેરીને માર્યા, આરોપીઓની શોધખોળ ચાલુ

featured-img
રાષ્ટ્રીય

Jharkhand: ગિરિડીહના એક ઘરમાં મળ્યા એક સાથે 4 મૃતદેહ

×

Live Tv

Trending News

.

×