પુરુષોની એવી કઇ આદતો છે જેના કારણે મહિલાઓ થઇ જાય છે પરેશાન?
દરેક સંબંધમાં ઉતાર ચઢાવ આવતા હોય છે. અનેક કારણો એવા હોય છે જેના કારણે તમારા ગાઢ સંબંધમાં પણ ખટાશ આવી જાય છે. જો તમારા માટે આ સંબંધ વધુ જરૂરી છે તો તમારે તમારામાં થોડા બદલાવ લાવવા પડશે. જો તમે થોડા બદલાવ લાવશો તો તમારા સંબંધનો પાયો વધુ મજબૂત બનાવી શકશો. તમારે તમારા જીવનસાથી સાથે સુમેળ સાધવો પડશે, તો જ તમારો સંબંધ લાંબા ગાળા માટે સંપૂર્ણ બને છે. જો કે, જે કપલ વચ્ચે સતત ઝઘડા વધવા લાગે છે અà
Advertisement
દરેક સંબંધમાં ઉતાર ચઢાવ આવતા હોય છે. અનેક કારણો એવા હોય છે જેના કારણે તમારા ગાઢ સંબંધમાં પણ ખટાશ આવી જાય છે. જો તમારા માટે આ સંબંધ વધુ જરૂરી છે તો તમારે તમારામાં થોડા બદલાવ લાવવા પડશે. જો તમે થોડા બદલાવ લાવશો તો તમારા સંબંધનો પાયો વધુ મજબૂત બનાવી શકશો. તમારે તમારા જીવનસાથી સાથે સુમેળ સાધવો પડશે, તો જ તમારો સંબંધ લાંબા ગાળા માટે સંપૂર્ણ બને છે. જો કે, જે કપલ વચ્ચે સતત ઝઘડા વધવા લાગે છે અને તેઓ એકબીજામાં અંતર આવવા લાગે છે તો ધીરે ધીરે તેમના સંબંધો ખતમ થવાના આરે પહોંચી જાય છે.
આવામાં પુરૂષોની વાત કરવામાં આવે તો તેમની ઘણી એવી આદતો હોય છે, જેને જો તેઓ સમયસર સુધારતા નથી તો તેમની મહિલા પાર્ટનર તેમનાથી નારાજ થવા લાગે છે. ધીમે ધીમે સંબંધોમાં આવી નફરત - તણાવ પેદા કરવાનું અને અંતર વધારવાનું કામ કરે છે. જો તમારી સાથે પણ આવું કંઈક થયું છે, તો તમારે તે આદતો વિષે જાણી લેવું જોઈએ જે મહિલાઓ પાર્ટનરને બિલકુલ પસંદ નથી.
ખોટુ બોલવાનુ બંદ કરો
જ્યારે તમે તમારા પાર્ટનર સાથે લાંબા સમયના રીલેશનશીપમાં છો તો તમે તમારા પાર્ટનરની ઝીણીમાં ઝીણી વાતોને વધુ સારી રીતે સમજવા લાગો છો. આવી સ્થિતીમાં જો તમારા પાર્ટનર કોઇ વાતે તમારી સાથે ખોટુ બોલે છે તો તમને એ જુઠ વિષે ખબર પડી જાય છે. આ વાત તમારા પાર્ટનરને પણ લાગુ પડે છે. જો તમે એની સામે ખોટુ બોલો છો તો તે તમારા જુઠને જાણી જાય છે. થોડા સમય તમારી આ યુક્તિ કામ લાગી પણ જાય પણ લાંબા સમય સુધી તમારી આ યુક્તિ કામ લાગતી નથી. આમેય મહિલાઓ જૂઠ પકડવામાં વધુ પારંગત હોય છે. તેનું પાર્ટનર જો વારંવાર જુઠ્ઠુ બોલે તો સ્ત્રીઓની સીક્સ્થ સેન્સ તેને પકડી પાડે છે.
કેટલીકવાર તે સમજે છે, પરંતુ તમે સત્ય કહો તેની તે રાહ જુએ છે. આવી સ્થિતિમાં, તેનું વર્તન તમારા પ્રત્યે થોડું અલગ દેખાવા લાગે છે અને તે તમારી નાની નાની વાત પર ચિડાઈ જવા લાગે છે. સારું છે કે તમે તમારા પાર્ટનર સાથે ખોટું બોલવાનું બંધ કરો અને તેમનો વિશ્વાસ પાછો મેળવો.
અન્ય છોકરીઓ સાથે ફ્લર્ટિંગ
તમે રિલેશનશિપ પહેલા ફ્લર્ટીંગ નેચરના હોઈ શકો છો, પરંતુ રિલેશનશિપમાં આવ્યા પછી તમારે આ આદત બદલવાની જરૂર છે. જો તમે અન્ય છોકરીઓ સાથે ફ્લર્ટ કરો છો અને તેને સામાન્ય બાબત તરીકે લો છો, તો તે એવું બિલકુલ પસંદ કરતી નથી. કોઈ પાર્ટનરને એ પસંદ નથી કે તેનો પાર્ટનર કોઈ બીજા સાથે ફ્લર્ટ કરે. આવી સ્થિતિમાં અન્ય મહિલાઓ તરફ આકર્ષિત થવાની આ આદત તમારા વર્તમાન સંબંધોને ખતમ કરી શકે છે. છોકરીઓ આ પ્રકારના છોકરાઓ સાથે તેમનું ભવિષ્ય જોતી નથી અને તેમને છોડવા માટે થોડો પણ સમય લેતી નથી.
બેદરકારીની કોઈ સીમા નથી
છોકરાઓને ઘણીવાર બેદરકાર માણસ તરીકે જોવામાં આવે છે. ફોન ચાર્જ ન કરવો, જાણ કર્યા વિના ક્યાંય જવું, ઘર ગંદુ રાખવું અને સમયસર કપડા ન ધોવા જેવી ઘણી આદતો બેદરકારીમાં આવે છે. જોકે સ્ત્રીઓ આવી ઘણી નાની-નાની બાબતોનું ખૂબ ધ્યાન રાખે છે અને પોતાના પાર્ટનર પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે. જો તમે આવી બેદરકારીનો શિકાર છો, તો તમારે તેને સુધારવાની જરૂર છે. તમારી આ આદતોને કારણે તે તમારી નજીક આવીને પણ ચિડાઈ જવા લાગે છે અને તે તમારાથી અંતર બનાવવા લાગે છે.
મોટેથી વાત ન કરો
મોટા અવાજે વાત કરવાની આદત મોટાભાગે છોકરાઓમાં જોવા મળે છે. જ્યારે તે તેના મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે ફોન પર વાત કરી રહ્યો હોય ત્યારે પણ તેનો સામાન્ય અવાજ ઘણો મોટો હોય છે. જો કે લડાઈ દરમિયાન જ્યારે આ અવાજ મર્યાદા કરતા વધુ ઊંચો થઈ જાય છે ત્યારે મહિલાઓ તેને સહન કરી શકતી નથી.
તમારે સમજવું પડશે કે તમે તમારી સ્ત્રી પાર્ટનર સાથે આરામથી વાત કરી શકો છો, તમે બૂમો પાડીને પાર્ટનરને ચૂપ કરી શકો છો, પરંતુ તે અંદરથી ખરાબ રીતે ગૂંગળામણ અનુભવવા લાગે છે. આ રીતે તમારો સાથી ક્યારે તમારાથી દૂર થઈ જાય છે, તમને ખબર પણ નથી પડતી.