Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખેડા જિલ્લામાં 5 લોકોના શંકાસ્પદ મોત, નશીલી સિરપ પીધાની શંકા

ગુજરાતમાં નશાનો કારોબાર હવે સરેઆમ ચાલતો હોય તેવું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં બે દિવસમાં 5 યુવકના શંકાસ્પદ મોતથી ચકચકા મચી ગઈ છે. આ યુવકો બિલોદરા અને બગડુ ગામના હોવાનું સુત્રો જણાવી રહ્યા છે....
ખેડા જિલ્લામાં 5 લોકોના શંકાસ્પદ મોત  નશીલી સિરપ પીધાની શંકા
Advertisement

ગુજરાતમાં નશાનો કારોબાર હવે સરેઆમ ચાલતો હોય તેવું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં બે દિવસમાં 5 યુવકના શંકાસ્પદ મોતથી ચકચકા મચી ગઈ છે. આ યુવકો બિલોદરા અને બગડુ ગામના હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ સમાચારથી પરિવારજનોના આસુ નથી રોકાઇ રહ્યા. આ શંકાસ્પદ મોત બાદ જિલ્લાનું તંત્ર સફાળું જાગ્યું છે.

ખેડા જિલ્લામાં નશીલી સિરપથી મોતનું તાંડવ!

ખેડામાં 5 લોકોના મોત થયા બાદ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઇ છે. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ પણ હરકતમાં આવી છે. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પોસ્ટમોર્ટમ કર્યા બાદ મોત પાછળનું કારણ જાણવા મળશે. મળતી માહિતી અનુસાર, પોલીસે શંકાના આધારે 3 લોકોની અટકાયત કરી છે. જેમા એક કરિયાણાની દુકાનનો સંચાલક છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, નશીલી સિરપ અમદાવાદથી લાવીને વેચવામાં આવતી હતી. નશીલી સિરપ પર જે એડ્રેસ લખવામાં આવ્યું છે તે પણ ખોટું છે. ખેડામાં નકલી એડ્રેસથી નશીલી સિરપનું ધૂમ વેચાણ થતું હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. આ અંગે એક મૃતકના પરિવારના સભ્યએ જણાવ્યું કે, ઘરે આવ્યા અને માથામાં દુખાવો થયો, પરેસેવો વળી ગયો, અને ત્યાર બાદ મોંમાંથી ફીણ આવી ગયા. જે બાદ દવાખાને લઈ ગયા જ્યાં ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા. ત્યાં હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા. જે બાદ મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો હતો.

Advertisement

મોતનું કારણ કેફી પીણું હોવાની આશંકા

ખેડામાં નશીલી સિરપથી મોતના તાંડવ વચ્ચે અમદાવાદના દાણીલીમડામાંથી સિરપ કૌભાંડ ઝડપાયું છે. નશીલી સિરપ અંગે ધ્રુવનગર સોસાયટીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. બિલોદરા ગામના અશોક, અરજણ અને નટુ સોઢા નામના યુવકનું મોત થયું છે. હજુ પણ કેટલાક વ્યક્તિઓ બીમાર હોવાની આશંકા છે. દેવ દિવાળીના દિવસે તમામે કેફીપીણું પીધું હોવાની ચર્ચા છે. હાલ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. પરંતુ પાંચેયના મોતનું કારણ કેફી પીણું હોવાની આશંકા છે. મૃતકોએ કરિયાણાના સ્ટોરથી આયુર્વેદિક સિરપ પીધાની શંકા છે. બિલોદરા અને બગડુ ગામમાં પીએચસી સેન્ટર પર પણ તપાસ શરુ કરાઈ છે.

Advertisement

આ પણ વાંચો - સુરતની કેમિકલ ફેક્ટ્રીમાં લાગી આગ, ઘટનામાં 7 કામદારોના મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Trending News

.

×