Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPS અધિકારીની ગાડીને કોન્સ્ટેબલે ફટકાર્યો મેમો, જુઓ પછી શું થયું...

છત્તીસગઢના બિલાસપુરમાં પોલીસ અધીક્ષકની ગાડીનો ટ્રાફીક સિગ્નલ તોડવાનો વીડિયો સામે આવ્યો. ITMS કેમેરાએ ઘટનાને કેદ થઇ ગઇ
ips અધિકારીની ગાડીને કોન્સ્ટેબલે ફટકાર્યો મેમો  જુઓ પછી શું થયું
Advertisement
  • IPS અધિકારીની ગાડીએ ટ્રાફીક સિગ્નલ તોડ્યું હતું
  • છત્તીસગઢના પોલીસ કોન્સ્ટેબલે એસપીને મેમો ફટકાર્યો
  • એસપીએ પોતે આ મેમો ભરીને સ્ક્રિનશોટ શેર કર્યો હતો

બિલાસપુર : છત્તીસગઢના બિલાસપુરમાં પોલીસ અધીક્ષકની ગાડીનો ટ્રાફીક સિગ્નલ તોડવાનો વીડિયો સામે આવ્યો. ITMS કેમેરાએ ઘટનાને કેદ થઇ ગઇ, જેમાં 2000 રૂપિયાનો મેમો ફટકાર્યો હતો. આ ઘટનાથી પોલીસને સ્પષ્ટ સંદેશ છે કે, ટ્રાફીક નિયમ તમામ માટે એક સરખા છે. જે પણ કાયદો તોડશે તેની વિરુદ્ધ કાર્યવાહી થશે.

આ પણ વાંચો : અમેરિકામાં મતદાનના દિવસે નાગરિકો એડલ્ટ સાઈટ્સ તરફ વળ્યા, જાણો સંપૂર્ણ મામલો

Advertisement

રજનેશ સિંહની ગાડીએ તોડ્યું હતું સિગ્નલ

છત્તીસગઢના બિલાસપુરમાં એક સોલિડ ઘટના સામે આવી છે. જ્યાં પોલીસ અધીક્ષક રજનેશ સિંહની ગાડીએ સિગ્નલ તોડ્યું હતું. તુરંત જ તેમનો 2000 રૂપિયાનો મેમો આપ્યો હતો. આ ઘટના ITMS ના કેમેરામાં કેદ થઇ ગઇ અને મેમોની માહિતી મળતાની સાથે જ એસપીના મોબાઇલ પર પણ નોટિફિકેશન આવી ગયું હતું.

Advertisement

આ પણ વાંચો : ફોટો પડાવવા માટે BJP ના મંત્રીએ કાર્યકર્તાને મારી લાત, Video સોશિયલ મીડિયામાં VIRAL

જો કે ગાડી તેમનો ડ્રાઇવર ચલાવી રહ્યો હોવાની સ્પષ્ટતા

આ વીડિયો બિલાસપુર પોલીસે પોતાના અધિકારીક વ્હોટ્સએપ ગ્રુપમાં શેર કર્યો હતો. એવું કરીને તેઓ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી કે કાયદો બધા માટે એક સમાન છે. મેમો ચુકવતા એસપીએ તેવું પણ સ્પષ્ટ કર્યું કે, ઘટનાના સમયે તેઓ પોતે ગાડી નહોતા ચલાવી રહ્યા, પરંતુ તેમનો ડ્રાઇવર ગાડી ચલાવી રહ્યો હતો.

આ પણ વાંચો : રાજ્ય સરકારે શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા, જાણો કયા નવા નિયમો આવ્યા

કલેક્ટર અને એસપીની ગાડી એક સાથે હતી

રવિવારે એસપી રજનેશ સિંહ અને કલેક્ટર અવનીશ શરણ કોઇ કાર્યક્રમમાં એક સાથે જવાનું હતું. કાર્યક્રમ સ્થળ તરફ જતા સમયેએસપીએ કલેક્ટરની સાથે તેમની ગાડીમાં બેસીને કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા અને તેમની ગાડીને ડ્રાઇવરને લઇને આવવા લાગ્યા. સત્યમ ચોક પર એસપીના ડ્રાઇવરે રેડ સિગ્નલ તોડી દીધું હતું. આ ઘટના ITMS કેમેરામાં કેદ થઇ ગઇ અને તુરંત જ ઓટોમેટિક રીતે મેમો જનરેટ થઇ ગયો હતો.

આ પણ વાંચો : Retail Inflation Data : ભારતમાં મોંઘવારીનો કહેર! RBI ની ચિંતા વધી

2 હજાર રૂપિયાનો મેમો એસપીએ જ ભર્યો

આ ઘટના અંગે એસપી રજનેશ સિંહે આ માલે હળવા અંદાજમાં કહ્યું કે, ઉપરવાળો બધુ જ જોઇ રહ્યા છે. તેમનો ઇશારો સીસીટીવી કેમેરા તરફ હતો જે શહેરના ટ્રાફીક સિગ્નલ પર નજર રાખે છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોના મેમો કાપે છે. આ પગલાથી પોલીસે આ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે બિલાસપુરમાં ટ્રાફીક નિયમ તમામ લોકો માટે સમાન છે, પછી તેઓ વીઆઇપી હોય કે કે સામાન્ય નાગરિક.

આ પણ વાંચો : વાવ વિધાનસભા ચૂંટણીમાં 321 મતદાન મથકો પર યોજાશે મતદાન

Tags :
Advertisement

.

×