Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને લઇ રાજકોટ જિલ્લામાં ઝુંપડાવાસીઓનું સ્થળાંતર કરાયું

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  બિપરજોય વાવાઝોડાને લઈને ગોંડલ વહીવટી તંત્ર સતર્ક બન્યું. ગોંડલમાં ઝૂંપડામાં રહેતા 450થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. સવારથી જ પવન અને સતત ધીમીધારે વરસાદ પડ્યો હતો. તેમજ હજુ પણ આગાહી યથાવત હોઈ બીપરજોય વાવાઝોડાના પગલે નીચાણવાળા...
વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને લઇ રાજકોટ જિલ્લામાં ઝુંપડાવાસીઓનું સ્થળાંતર કરાયું

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

Advertisement

બિપરજોય વાવાઝોડાને લઈને ગોંડલ વહીવટી તંત્ર સતર્ક બન્યું. ગોંડલમાં ઝૂંપડામાં રહેતા 450થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. સવારથી જ પવન અને સતત ધીમીધારે વરસાદ પડ્યો હતો. તેમજ હજુ પણ આગાહી યથાવત હોઈ બીપરજોય વાવાઝોડાના પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સહી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા સંભવિત બીપરજોય વાવાઝોડા સંદર્ભે આગમ ચેતીના ભાગરૂપે જીલ્લા કલેકટર પ્રભવ જોશી, ટી.ડી.ઓ દેવ ચૌધરી, રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિતના અધિકારીઓ દ્વારા ગોંડલ ઉમવાડા રોડ પર આવેલા ખાડા વિસ્તારમાં ઝૂંપડામાં રહેતા પરિવારોના સ્થળાંતરનું નિરીક્ષણ કરવામાં આવ્યું.બાલાશ્રમ ખાતે સ્થળાંતર કરેલા પરિવારોને આપવામાં આવતા ભોજનની પણ ચકાસણી કરાઇ હતી.

Advertisement

ઉમવાડા રોડ ખાડા વિસ્તારમાં રહેતા 60થી વધુ પરિવારોનું સ્થળાંતર કરાયું

ગોંડલ ડેપ્યુટી કલેકટર રાજેશ આલ, મામલતદાર ચાવડા, ડી.વાય.એસ.પી કે.જી. ઝાલા, ચીફ ઓફિસર એસ.જે. વ્યાસ, નગરપાલિકાના હોદેદારો, કર્મચારીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો દ્વારા બિપરજોય વાવાઝોડા અગાહીને પગલે અંદાજે 60 થી પણ વધુ ઝૂંપડપટ્ટીમાં રહેતા 250 થી વધુ લોકોનું આશાપુરા પાર્ટી પ્લોટ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

Advertisement

બાલાશ્રમ રોડ પર નદીકાંઠે રહેતા પરિવારોનું સ્થળાંતર કરાયુ

ભગવતપરા બાલાશ્રમ રોડ પર નદીકાંઠે ઝૂંપડપટ્ટીમાં રહેતા 200થી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઝૂંપડપટ્ટીમાં રહેતા વૃધ્ધો, મહિલાઓ, નાના બાળકો સહિતના લોકોનું બાલાશ્રમમાં આવેલા હોલમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. અન્ય લોકોને ભગવતપરામાં આવેલી સરકારી શાળા નં - 5માં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનું રહેવા તથા જમવાની અને પીવાના પાણીની તમામ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે..

સાંજ સુધીમાં જિલ્લામાંથી 4000 થી વધુ લોકોનું સ્થળાંતર કરાશે

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા માંથી નીચાણવાળા વિસ્તારમાં ઝૂંપડપટ્ટી માં રહેતા 4000થી પણ વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવશે. તેમજ જિલ્લામાં 236 આશ્રય કેન્દ્ર અને જિલ્લાની તમામ શાળાઓમાં લોકોનું સ્થળાંતર કરાશે.

Tags :
Advertisement

.