Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હોસ્પિટલમાંં સુવિધાના નામે મીંડુ, દર્દીઓ સાજા થવાના બદલે થઇ રહ્યા છે વધુ બીમાર

ત્રણ જિલ્લાની સૌથી મોટી ગણાતી ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દુવિધા વધતા દર્દીઓ થઈ રહ્યા છે. હેરાન પરેશાન, ભાવનગર શહેરમાં આવેલ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ હોસ્પિટલ લાઈફ લાઈન સમાન છે. પરંતુ આ હોસ્પિટલમાં દુવિધાના કારણે દર્દીઓ પરેશાન જોવા...
હોસ્પિટલમાંં સુવિધાના નામે મીંડુ  દર્દીઓ સાજા થવાના બદલે થઇ રહ્યા છે વધુ બીમાર

ત્રણ જિલ્લાની સૌથી મોટી ગણાતી ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દુવિધા વધતા દર્દીઓ થઈ રહ્યા છે. હેરાન પરેશાન, ભાવનગર શહેરમાં આવેલ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ હોસ્પિટલ લાઈફ લાઈન સમાન છે. પરંતુ આ હોસ્પિટલમાં દુવિધાના કારણે દર્દીઓ પરેશાન જોવા મળી રહ્યા છે. દર્દીઓ માટે બેસવાના બાંકડા નથી સાથે હોસ્પિટલમાં તૂટેલા સ્ટેચર થી લઈ વિલ ચેર સહિતની સામગ્રીની હાલત ખસતા બની છે. હોસ્પિટલમાં ગંદકી અને કચરાથી હોસ્પિટલમાં આવતા દર્દીઓ સાજા થવાના બદલે વધુ બીમાર થતા હોવાનું સામે આવ્યું છે. ઇમરજન્સી સેવાઓ એમ્બ્યુલન્સની પણ હાલત કફોડી છે. જયારે નવું બિલ્ડીંગ બિસ્માર જાહેર કરાતા નાનું એવું બિલ્ડીંગ ટ્રોમાં સેન્ટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જેમાં એક સાથે બે થી ત્રણને જ સારવાર મળી શકે જો કોઈ મોટી ઘટના બને તો દર્દીઓ મુશ્કેલીમાં મુકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ હોય ઝડપથી સુવિધામાં વધારો કરવા લોકમાંગ ઉઠી છે.

Advertisement

ભાવનગર જિલ્લાની મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આપેલી અમૂલ્ય કેટલે સર તખતસિંહજી હોસ્પિટલ આ હોસ્પિટલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગર જિલ્લાના દર્દીઓ માટે શરીરની સુખાકારી મળી રહે ભાવનગર જિલ્લાને આસપાસના લોકો આરોગ્યને લઈને હેરાન ના થાય તે માટે હોસ્પિટલ નું નિર્માણ કરાવવામાં આવ્યું હતું પરંતુ હાલની જો ભાવનગર સર્ટી હોસ્પિટલ ની સ્થિતિની વાત કરીએ તો ભાવનગર જિલ્લાની હોસ્પિટલ માધવી દાવો જોવા મળી રહી છે હોસ્પિટલના દરેક પરિસરમાં ગંદકી કચરો તેમજ દર્દીઓની માટેના ટ્રેચર અને વિલ ચેર ની હાલત કપોડી બની છે અહીં ચાર જિલ્લાના દર્દીઓ પોતાની શરીર સુખાકારી માટે આવતા હોય છે પરંતુ આ હોસ્પિટલ માં આવતાની સાથે જ દર્દીઓને 15 થી 17 દિવસ સુધીને હેરાન થવાનો વારો આવે છે પરંતુ સરકારી નિર્ભર તંત્ર ની આંખ નથી ઉગડતી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે થાકી દે સુવિધામાં વધારો કરવામાં આવે તેવી માંગ દર્દીઓ કરી રહ્યા છે.

સર્ટી હોસ્પિટલ કે હજારોની સંખ્યામાં આવતા દર્દીઓ હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે સર્ટી હોસ્પિટલમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગો તેમજ દર્દીઓ માટેના સ્ટેચરને કફોડી હાલત જોવા મળી રહી છે બીજી તરફની વાત કરીએ તો 2002 માં બનેલા હોસ્પિટલ નું બિલ્ડીંગ પણ જર્જરી થઈ જતા આ બિલ્ડીંગ ને કંડમ જાહેર કરી દેવામાં આવ્યું છે તેની સામે કેન્સર હોસ્પિટલ નું બિલ્ડીંગ તોડીખમ છે પરંતુ દર્દીઓને નથી આપવામાં આવતી સુવિધાઓ તો સાથે સરકાર દ્વારા ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં જ મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ નું નિર્માણ કરાવવામાં આવ્યું છે પરંતુ આ મલ્ટી સ્પેશ્યલિસ્ટ હોસ્પિટલ માં ડોક્ટરો નો અભાવ તેમજ અંદર રહેલી મશીનરીઓ પણ ઉદઘાટનના નામે ખાઈ રહી છે થાકી ગયા હોસ્પિટલને શરૂ કરવામાં આવે તેવી માન સામાજિક આગેવાન પણ કરી રહ્યા છે.

Advertisement

ભાવનગરની થઈ રહેલી સર્ટી હોસ્પિટલની દુરદર્શન લઈને ગુજરાત પોસ્ટ ની ટીમ દ્વારા હોસ્પિટલમાં રેલિટી ચેક કરવામાં આવ્યું હતું. આ રિયાલિટી ચેક દરમિયાન ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા સડેલા સ્ટેચર તેમજ તૂટેલી વીલચેરો મા દર્દીઓને લઈ જતા દ્રશ્યો સામે આવ્યા હતા જો કે આ અંગે સર્ટી હોસ્પિટલ ના અધિક્ષક નો સંપર્ક સાધવામાં આવ્યો હતો ત્યારે અધિક્ષક તો હોસ્પિટલમાં જોવા નહોતા મળ્યા પરંતુ તેની સાથે ટેલિફોન એક વાત કરતા તેઓએ જણાવેલ કે હું રજા ઉપર છું આ વિશે મને કંઈ જ ખબર નથી તમે આરમોનો સંપર્ક સાદો બાદમાં અમારી ટીમ દ્વારા સંપર્ક સાધવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો ટેલીફોનિક વાત મારે જણાવેલ કે આ બાબતે હું કશું જ નહીં કહું અમારી પાસે સમય નથી એમ કહી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો જો કે હજારોની સંખ્યામાં આવતા દર્દીઓ અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી અને પોતાનો પગાર લઈ મજા માણી રહ્યા છે.

આ પણ વાંચો - ખેડા જિલ્લામાં 5 લોકોના શંકાસ્પદ મોત, નશીલી સિરપ પીધાની શંકા

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.