શશિ થરૂરના PA ની દિલ્હી એરપોર્ટ પરથી કરાઈ ધરપકડ, લાગ્યો આ ગંભીર આરોપ
Shashi Tharoor : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal) ના PA બાદ હવે વધુ એક નેતાના PA ચર્ચામાં આવ્યા છે. કેરળના તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ (Congress MP from Thiruvananthapuram in Kerala) શશિ થરૂર (Shashi Tharoor) ના PA ની બુધવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Indira Gandhi International Airport) પરથી ધરપકડ કરી છે. મળી રહેલી માહિતી અનુસાર, આ મામલો સોનાની દાણચોરી (Gold Smuggling) સાથે જોડાયેલો છે. આ ઘટના સામે આવ્યા બાદ બધા ચોંકી ગયા છે.
શશિ થરૂરના PA ની કસ્ટમ્સ વિભાગે કરી ધરપકડ
શશિ થરૂરના PA શિવકુમારની દિલ્હી કસ્ટમ્સ વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ મામલાની માહિતી આપતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે શશિ થરૂરના PA શિવકુમાર દુબઈથી પરત ફરતી વખતે દિલ્હી એરપોર્ટ પર પકડાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓએ શિવકુમાર પાસેથી મોટી માત્રામાં સોનું જપ્ત કર્યું છે અને તેની પાસેથી જપ્ત કરાયેલા સોના સાથે સંબંધિત દસ્તાવેજો પણ માંગ્યા છે. સોનાની સત્યતા જાણવા માટે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કસ્ટમ વિભાગે શિવકુમાર પાસેથી લગભગ 30 લાખ રૂપિયાનું સોનું રિકવર કર્યું છે.
શશિ થરૂરે આપી પ્રતિક્રિયા
શશિ થરૂરના PA ની ધરપકડ થયા બાદ કોંગ્રેસના નેતા ટ્વીટ કરી પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટ કર્યું, "મારા સ્ટાફના એક ભૂતપૂર્વ સભ્ય સાથે સંકળાયેલી ઘટના સાંભળીને હું ચોંકી ગયો, જે મને એરપોર્ટ સુવિધા સહાયના સંદર્ભમાં પાર્ટ-ટાઈમ સેવા આપી રહ્યો છે. તે 72 વર્ષીય નિવૃત્ત છે અને વારંવાર ડાયાલિસિસ કરાવે છે. તેમને કરુણાના આધારે અંશકાલિક ધોરણે રાખવામાં આવ્યા હતા અને હું કોઈપણ કથિત ગેરરીતિનું સમર્થન કરતો નથી અને આ બાબતની તપાસ કરવા માટે જરૂરી પગલાં લેવા માટે અધિકારીઓને સંપૂર્ણ સમર્થન આપું છું."
Congress leader Shashi Tharoor tweets, "I was shocked to hear of an incident involving a former member of my staff who has been rendering part-time service to me in terms of airport facilitation assistance. He is a 72 year old retiree undergoing frequent dialysis and was retained… pic.twitter.com/sGbG5IRqsn
— ANI (@ANI) May 30, 2024
થોડી દિવસો પહેલા કસ્ટમ્સે 5 ઉઝબેક નાગરિકોની ધરપકડ કરી હતી
ઉલ્લેખનીય છે કે, અગાઉ 22 મેના રોજ પણ કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીના આરોપમાં 5 ઉઝબેક નાગરિકોની ધરપકડ કરી હતી. મુંબઈથી તેમના આગમન પછી, IGI એરપોર્ટના ટર્મિનલ-1 પર પહોંચ્યા પછી તેમને રોકવામાં આવ્યા હતા. તમામ આરોપીઓ દુબઈથી આવી રહ્યા હતા. તેમણે મુંબઈ એરપોર્ટ પર ઈન્ટરનેશનલ અરાઈવલ્સમાંથી પસાર થવાથી પોતાને બચાવ્યા અને દિલ્હી પહોંચી ગયા. પછી ડોમેસ્ટિક ટર્મિનલમાંથી બહાર નીકળવા માંગતા હતા. તેઓ કસ્ટમ્સની નજરથી બચવા માટે આમ કરતા હતા. જોકે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી લગભગ 2.8 કિલો સોનું મળી આવ્યું હતું.
આ પણ વાંચો - ચૂંટણી પરિણામ પહેલા કેજરીવાલ થશે જેલ ભેગા, SC એ અરજી સ્વીકારવાનો કર્યો ઇનકાર
આ પણ વાંચો - ચૂંટણીનો સમય હોય અને મણિશંકર ઐયર બફાટ ન કરે તેવું બને ખરું? જાણો હવે શું કહ્યું